સંબંધ એટલે શું? (What is Relationship?)

– સંબંધ એટલે બે વ્યક્તિઓ વચ્ચેની આંતરક્રિયાની એવી શૃંખલા કે જેના ૫૨ ભૂતકાળની આંતરક્રિયાઓની અસર હોય અને ભવિષ્યની આંતરક્રિયા પર તેની અસર પડવાની હોય.
સંબંધ એ એક એવી મનોસામાજિક સ્થિતિ છે કે, જેમાં વ્યક્તિઓ સામસામે આકર્ષણ અને સામીપ્ય અનુભવે છે.

ઉપરની વ્યાખ્યા ૫૨થી એ સ્પષ્ટ થાય છે કે જે વ્યક્તિઓ વચ્ચે સંબંધ, જોડાણ, નૈકટ્ય હોય તેઓ પોતાની સાથે એક એવો ભૂતકાળ લાવે છે કે જે બીજાના ભૂતકાળને મળતો આવતો હોય. તેઓ ભવિષ્યમાં પણ સંબંધની એવી જ આંતરક્રિયાની અપેક્ષા કરતા હોય છે, જેવી હમણા સુધીના તેમના સંબંધોમાં થતી આવતી હોય.

•સંબંધ કેવી રીતે થાય છે? (બંધાય છે) (How does the Relationship Start):

સંબંધની શરૂઆત માત્ર ઓળખાણ કે, પરિચયથી જ થાય છે. પરંતુ ધીમે ધીમે તે માન્યમાંથી ખાસ અને વધારે નિકટના સંબંધમાં ફેરવાય છે. જન્મગત કે સાથે રહેતાહોવાના કારણે હોય તે સિવાયના તમારા સંબંધો વિશે વિચારો તો આ બાબત દરેક સંબંધમાં દેખાય છે. સમાજ પણ આ રીતે ધીમેધીમે આગળ વધતા સંબંધોને જ સહજ રીતે સ્વીકારે છે. સંબંધના વિકાસ માટે આ ઉપરાંત સામીપ્ય સ્વઅભિવ્યક્તિ જેવાં કારણો પણ હોય છે.

(૧) સમીપતા (Propinquity) : “સામીપ્ય એટલે મૂલતઃ સ્થળ અથવા સમય કે બન્નેની બાબતમાં સાથે કે નિકટ હોવું,’

આપણે જોઈએ છીએ કે, નજીક રહેઠાણ ધરાવનાર, સાથે નોકરી કરનાર, અભ્યાસ કરનાર, સમય પસાર કરનાર લોકોમાં સામીષ્ય જોવા મળે છે. એટલે કે, તેઓ સ્થળ, સમયની દૃષ્ટિએ સાથે હોય છે. આવી વ્યક્તિઓ વચ્ચે સંબંધ બાંધવાની અને વિકસવાની શક્યતા વધારે હોય છે. અભ્યાસો દ્વારા એ જોવા મળ્યું છે કે, બહુમાળી મકાનો, ચાલીઓ, ઝૂંપડપટ્ટીઓ અને શેરીઓમાં રહેતા પાડોશીઓ, સોસાયટીઓમાં, બંગલાઓમાં કે સ્વતંત્ર રીતે બંધાયેલ છૂટાછવાયાં મકાનોમાં રહેતા પાડોશીઓ કરતાં એકબીજાની વધારે નજીક હોય છે. એટલે કે તેમનો સંબંધ વધુ ગાઢ હોય છે. સતત કે વધારે દેખાતા રહેતા પાડોશીઓમાં આત્મીયતા, નિકટતા વધારે હોય છે, જ્યારે ઓછા દેખાતા, દૂરના પાડોશીઓ વચ્ચે આત્મીયતા ઓછી હોય છે. વિદ્યાર્થીઓમાં પણ સાથે એક જ પાટલી કે બેન્ચ પર બેસતા વિદ્યાર્થીઓમાં સંબંધ બંધાય છે અને ગાઢ થાય છે. તેમાં પણ એકબીજાની બાજુમાં જ બેસનાર વચ્ચે વધારે નિકટતા હોય છે, જ્યારે એક જ બેંચ પર દૂર બેસનાર વચ્ચે નિકટતાનું પ્રમાણ ઓછું હોય છે. જ્યારે એક જ વર્ગમાં બેસનાર પણ દૂર દૂરની છેવાડાની પાટલીઓ પર બેસનાર વિદ્યાર્થીઓ વચ્ચે ઘનિષ્ટ સંબંધો જોવા મળતા નથી.

(૨) સમાનતા (Similarity) : નજીકનો, આત્મીય સંબંધ બંધાવવા માટે “સમાનતા એટલે કે સમાન વિચારો, રસના વિષયો, જીવનમૂલ્યો, વ્યક્તિત્વ, શોક કે વ્યાવસાયિક દૃષ્ટિએ સરખાપણું.” પણ જવાબદાર છે.

આવી સમાનતાના પરિણામે પણ નજીકનો સંબંધ સ્થપાય છે. સમાન શોખ અને રસના વિષયો ધરાવનાર લોકોની મૈત્રી સહજ અને સુલભ રીતે થાય છે. આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે, સરખા વિચારો ધરાવનાર વચ્ચે અનુકૂલન વધારે સારું અને ઝડપથી થાય છે. આ જ રીતે સમાન જીવન મૂલ્યોમાં આસ્થા ધરાવનાર લોકોમાં વધારે નિકટતા જોવા મળે છે.

(૩) સ્વઅભિવ્યક્તિ (Self Discloser) : ‘‘સ્વઅભિવ્યક્તિ એટલે સમીપ રહેલ વ્યક્તિ પરત્વે પોતાની સ્થિતિ કે વિચારો રજૂ કરવા.’’

સંબંધ બંધાવાની ઘટના એ અભિવ્યક્તિનું પરિણામ છે. જ્યારે વ્યક્તિઓ પોતાના વિશે કંઈક રજૂઆત કરે છે, જાતને વ્યક્ત કરે છે ત્યારે સામેની વ્યક્તિ જે પ્રતિક્રિયા આપે છે, તે પ્રમાણે સંબંધ બંધાય અને આગળ વધે છે. ‘સ્વઅભિવ્યક્તિ’ સંબંધ બંધાવા માટેનું ત્રીજું અગત્યનું પરિબળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here