આ અપડેટમાં એક સમયમર્યાદા બાદ આપોઆપ ડિસઅપિયર થયા મેસેજને બુકમાર્ક કરી યૂઝર્સ સેવ કરી શકશે. આ નવું ફીચર “કીપ ઇન ચેટ માર્ક” ઝુકરબર્ગ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે અને હવે તમે આ ફીચર દ્વારા યુઝર્સ અદ્રષ્ય થતા મેસેજને સેવ કરી શકે છે.
આ પણ વાંચો: વાહ! 2 હજાર રૂપિયામાં ઘરે લઇ આવો આ મિની AC, રૂમને કરી દેશે ઠંડોગાર, વીજળી બિલની પણ નહીં રહે ચિંતા
મેસેજ સેન્ડ કરનારની લેવી પડશે અનુમતિ
આ નવા ફીચરમાં મેસેજ સેન્ડ કરનારને સુપર પાવર આપવામાં આવ્યો છે. આવું કરવાનુ કારણ પ્રાઈવસી જાળવી રાખવી છે. જો તમે કોઈપણ ડિસઅપિયરિંગ મેસેજ સેવ કરવા માંગો છો, તો તે ત્યારે જ થઈ શકશ જ્યારે મેસેજ મોકલનાર તમને તેવું કરવાની પરવાનગી આપે. આ અંગે વોટ્સએપ જણાવે છે કે, અમારું માનવું છે કે જો તમે મેસેજ મોકલ્યો છે, તો આ મેસેજ મોકલનાર વ્યક્તિ પર આધારિત છે કે ચેટમાં રહેલા અન્ય લોકો તેને સેવ કરી શકે છે કે નહીં.
મેસેજ મોકલનાર પાસે જશે નોટિફિકેશન
જ્યારે તમે આ ફીચરનો ઉપયોગ કરશો, ત્યારે મેસેજ મોકલનાર વ્યક્તિને આ અંગે નોટિફિકેશન જશે કે તમે મેસેજ સેવ કરવા માંગો છો. જો મોકલનાર તરફથી આ બાબતને લઈને પરવાનગી આપવામાં આવે તો જ તમે આ મેસેજને સેવ કરી શકશો. એટલે કે જો તમે કોઈપણ મેસેજ સેવ કરવા માંગો છો, તો તેની માટે મોકલનારની પરવાનગી અગત્યની રહેશે.
આ પણ વાંચો: ગજબ! રાત-દિવસ ચલાવશો આ AC છતાં 1 રૂપિયો પણ નહીં આવે બિલ, શિમલા જેવી મળશે ઠંડક
એપમાં ક્યાં મળશે આ ફીચર?
આ ફીચર હાલના ડિસઅપિયરિંગ મેસેજ સેક્શનમાં જ ઉમેરવામાં આવશે. Wabetainfoના એક અહેવાલ અનુસાર, પ્લેટફોર્મ પર અદ્રશ્ય થતા મેસેજ માટે 15 નવા ડિયૂરેશન પણ ઉમેરવામાં આવનાર છે. આમાં 1 વર્ષ, 180 દિવસ, 60 દિવસ, 30 દિવસ, 21 દિવસ, 14 દિવસ, 6 દિવસ, 5 દિવસ, 4 દિવસ, 3 દિવસ, 2 દિવસ, 12 કલાક, 6 કલાક, 3 કલાક અને 1 કલાકના નવા ઓપ્શન યૂઝર્સને મળશે. હાલ આમાં માત્ર 24 કલાક, 7 દિવસ અને 90 દિવસના ઓપ્શન ઉલબ્ધ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Whatsapp, Whatsapp feature, WhatsApp New Feature, WhatsApp Tips