WABetaInfo રિપોર્ટ અનુસાર, હવે, યુઝર્સને ઇનકમિંગ કોલ નોટિફિકેશન પર એક નવો રિપ્લાય ઓપ્શન દેખાશે, જે હાલના બે ઓપ્શન – ડિક્લાઇન અને આન્સર સાથે દેખાશે. હાલમાં, આ સુવિધા કેટલાક બીટા ટેસ્ટર્સ માટે શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ સીલિંગ ફેન કે ટેબલ ફેન…કયા પંખો બચાવે છે વીજળી? જાણો તમારા માટે કયો છે બેસ્ટ
કોલમાં મળશે રિપ્લાય ઓપ્શન
તમે અપડેટેડ વર્ઝન 2.23.9.16માં આ ફીચર જોઈ શકો છો. તે Google Play બીટા પ્રોગ્રામ દ્વારા કેટલાક પસંદ કરેલા બીટા ટેસ્ટર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે અને આગામી અઠવાડિયામાં તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.
કોલ કટ કરવાનું કારણ આપવું બનશે સરળ
WABetaInfoના રિપોર્ટ અનુસાર, તમને ઈનકમિંગ કોલના સમયે રિપ્લાઈ બટનનું ઓપ્શન જોવા મળશે. વોટ્સએપ પર જ્યારેપણ કોઈ કોલ નોટિફિકેશન જોવા મળે તો યુઝર્સને એક રિપ્લાઈ ઓપશનમાં જો તે ‘રિપ્લાઈ’ બટન પર ક્લિક કરે છે, તો આવનાર કોલ કટ થઈ જશે અને ત્યાં કોલ કટ કરવાનું કારણનું ઓપ્શન આવી જશે.
આ પણ વાંચોઃ વીજળી વિના પણ 15 કલાક સુધી ચાલુ રહેશે આ Fan, આટલી સસ્તી કિંમતમાં ઘરમાં કરી દેશે ઠંડક!
આ ફીચરની મદદથી યુઝર્સ કોલનો જવાબ આપ્યા વગર સરળતાથી કોલર્સ સાથે વાતચીત કરી શકે છે.. આ ફીચર તે સંજોગોમાં કામ આવે છે જ્યારે તમે કૉલનો જવાબ આપવા નથી માંગતા. આવા સંજોગોમાં યુઝર્સ પોતાની મરજીથી કોલને એક્નોલેજ કરી શકે છે અને કોલ કરનારને જણાવી શકે છે કે તે જેટલી જલ્દી બની શકશે જવાબ આપશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Whatsapp