અહેવાલો મુજબ, વોટ્સએપે અગાઉ iOS 22.23.0.71 માટે iOS બીટા વર્ઝન રોલઆઉટ કર્યું હતું, પરંતુ લોકોને અવતાર બનાવવામાં મુશ્કેલી પડી રહી હતી. તેથી કંપની દ્વારા આ ફીચરને અસ્થાયી રૂપે બંધ કરવામાં આવ્યું હતું અને હવે તે કેટલાક એન્ડ્રોઇડ બીટા યુઝર્સ માટે ફરીથી લોન્ચ કરવામાં આવ્યું છે.
WABetaInfoએ આ બાબતે એક સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે, જેમાં તેનો લુક જોઇ શકાય છે. તે બરાબર ફેસબુક અવતાર જેવું જ લાગે છે. WABetaInfoએ માહિતી આપી છે કે, અવતાર ફિચરને યુઝ કરવા માંગતા યૂઝર્સ વ્હોટ્સએપ પર ચેક કરી શકે છે કે તેમને આ ફીચર મળ્યું છે કે નહીં. આ માટે તેમને વ્હોટ્સએપ એકાઉન્ટમાં જઈને સેટિંગમાં જવું પડશે. જો તમને અહીં આ ફીચર જોવા ન મળે, તો તો તમારે આવનારા અપડેટની રાહ જોવી પડશે.
અવતાર સેટ કર્યા બાદ યૂઝર્સ તેને ચેટિંગમાં સ્ટીકર તરીકે પણ રજૂ કરી શકે છે, જેના માટે તેમને ચેટ કીબોર્ડમાં અવતાર પેજ પર જવું પડશે. આ ઉપરાંત પ્રોફાઈલ ફોટો પર પણ અવતાર સેટ કરી શકાય છે. હાલ આ ફિચર્સ માત્ર કેટલાક બીટા ટેસ્ટર્સ માટે છે અને તે આગામી સપ્તાહમાં લોન્ચ થઈ શકે છે.
આ પણ વાંચો: ઓહો માયકલ હોં ભાઈ! ડાન્સ કરતાં કરતાં આ શું કરવા લાગ્યો? VIDEO જોઈને સમજી જશો મામલો
આ ઉપરાંત વ્હોટ્સએપ વધુ એક નવું ફીચર લાવવા માટે તૈયાર છે, આ ફીચર હેઠળ યૂઝર્સ પોતાને મેસેજ મોકલી શકશે. આ માહિતી WABetaInfoને મળી છે. તેનો દાવો છે કે એન્ડ્રોઇડ બીટા વર્ઝન 2.22.24.2માં ‘મેસેજ યોરસેલ્ફ’ નામનું ફીચર હશે. આ ફીચર અંતર્ગત વ્હોટ્સએપ યૂઝર્સ ચેટ સેક્શનમાં પોતાનું નામ Me જોઈ શકશે.
બીજી તરફ વ્હોટ્સએપ ગ્રુપ ચેટમાં યુઝર્સને સારી સુવિધા મળે તે માટે પણ કામ કરી રહ્યું છે. અહેવાલો અનુસાર, ગ્રુપ ચેટમાં પ્રોફાઇલ ફોટા અનેબલ બનાવશે. યુઝર્સને હવે જે તે વ્યક્તિનું નામ જોવાની જરૂર રહેશે નહીં. આ ફીચરમાં ચાલુ અઠવાડિયે કેટલાક આઇઓએસ બીટા ટેસ્ટર્સ માટે રોલ આઉટ થવાની શરૂઆત થઈ ગઈ હોવાના અહેવાલ છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Features, Mobile tech, Whatsapp, Whatsapp features