ક્યારેક ફોનમાં ઇન્ટરનેટનો ઉપયોગ કરતી વખતે આપણે ડેટા બંધ કરી દઈએ છીએ, પરંતુ ઘરમાં ઈન્સ્ટોલ કરેલું WiFi રાઉટર હંમેશા ચાલુ જ હોય છે. ઘરની તમામ ડિવાઇસ તેની સાથે કનેક્ટેડ રહે છે. પરંતુ યૂઝર્સ એ વાતથી અજાણ છે કે જ્યારે આપણે તેનો ઉપયોગ નથી કરતા ત્યારે રાત્રે WiFi રાઉટર ચાલુ રાખવું કેટલું યોગ્ય છે.
આ પણ વાંચો: AC Cleaning Tips: કંપનીમાં AC સર્વિસ કરવાવાનું પડશે મોંઘુ, ઘરેબેઠા આ રીતે જાતે જ કરો સફાઇ
બહુ ઓછા લોકો જાણતા હશે કે WiFi આપણા સ્વાસ્થ્યને ખરાબ રીતે (WiFi impacts health) અસર કરે છે. તેથી જ જ્યારે તેનું કામ ન હોય ત્યારે આપણે તેને બંધ કરી જોઈએ. ખાસ કરીને જ્યારે આપણે રાત્રે સૂઈ જઈએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે કોઈ ઈન્ટરનેટનો ઉપયોગ કરતું નથી. આવી સ્થિતિમાં સ્વાસ્થ્યને નુકસાન ન થાય તે માટે રાઉટરને બંધ કરી દેવું જોઈએ.
WiFi રાઉટરનો શું છે જોખમ?
WiFi ને WLAN પણ કહેવામાં આવે છે, અને તે એક વાયરલેસ નેટવર્ક છે જેમાં ઓછામાં ઓછું એક એન્ટેના ઇન્ટરનેટ અને લેપટોપ, કમ્પ્યુટર, ફોન જેવા વાયરલેસ કમ્યુનિકેશન ડિવાઇસ સાથે જોડાયેલ છે. WiFi નેટવર્ક્સ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્રીક્વન્સીઝ (EMFs) નો ઉપયોગ કરે છે.
આ પણ વાંચો: સીલિંગ ફેન કે ટેબલ ફેન…કયો પંખો બચાવે છે વીજળી? જાણો તમારા માટે કયો છે બેસ્ટ
વાઇફાઇનો વધુ પડતો સંપર્ક તમારી શીખવાની ક્ષમતાને ઘટાડી શકે છે. ઉપરાંત, તે તમારી ઊંઘમાં સમસ્યા ઊભી કરી શકે છે. આને કારણે, રાત્રે નોરેપીનેફ્રાઇનનો સ્ત્રાવ વધવાનું જોખમ પણ છે. આ સિવાય ખતરનાક વાત એ છે કે આના કારણે અલ્ઝાઈમરની સમસ્યાનો પણ ખતરો રહે છે.
સ્લીપ સાયન્સ કોચ અને સ્લીપ સોસાયટીના સહ-સ્થાપક, ઇસાબેલા ગોર્ડન સલાહ આપે છે કે, રાત્રે તમારું Wi-Fi બંધ કરી દેવું જોઇએ. આના બે ફાયદા છે – પહેલું તો તે સારી ઊંઘ માટે જરૂરી છે, અને બીજું તમારા કનેક્શનને સુરક્ષિત રાખવા અને હેકિંગના જોખમને ઘટાડવા માટે રાત્રે WiFi બંધ કરવું સમજદારીભર્યું છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Internet, Mobile and Technology, Wifi