ન્યૂયોર્ક રાજ્ય પોલીસના મેજર યૂઝીન સ્ટૈનિજેવ્સ્કીએ જણાવ્યું કે ફેયરવ્યૂ ન્યૂજર્સીના 24 વર્ષીય હાદી મતારની ઓળખ તે સંદિગ્ધના રૂપમાં થઇ છે. જેણે રશ્દી પર ચપ્પાથી પ્રહાર કર્યો હતો.
હાદી મતાર પાસે સલમાન રશ્દીના વ્યાખ્યાનમાં ભાગ લેવા માટેનો પાસ હતો. તેનું અંતિમ આધિકારિક એડ્રેસ મેનહટ્ટનમાં હડસન નદી પાર ફેયરવ્યૂ છે. ન્યૂયોર્ક પોલીસે કહ્યું કે હાદી મતારે રશ્દી પર હુમલો કેમ કર્યો તેનો ઉદ્દેશ્ય હજુ સ્પષ્ટ થઇ શક્યો નથી. એ પણ માનવામાં આવે છે કે તેણે એકલાએ જ ઘટનાને અંજામ આપ્યો છે.
આ પણ વાંચો – ન્યૂયોર્કમાં લેખક સલમાન રશ્દી પર ચાલુ કાર્યક્રમમાં છરીથી જીવલેણ હુમલો
ન્યૂયોર્ક રાજ્ય પોલીસે કહ્યું કે એફબીઆઈ તપાસમાં મદદ કરી રહી છે જે ઘણા શરૂઆતી શરણમાં છે. પોલીસે સ્થળ પરથી એક બેગ અને કેટલાક ઇલેક્ટ્રોનિક ઉપકરણ મળ્યા છે. કેટલાક રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે હાદી મતાર ઇરાની સરકાર પ્રત્યે સહાનુભૂતિ રાખે છે જેણે સલમાન રશ્દીના મોત માટે ફતવો જાહેર કર્યો હતો. હાદી મતારના ફેસબુક એકાઉન્ટમાં ઇરાનના નેતા અયાતુલ્લા ખુમૈનીની તસવીર હતી. જેમણે 1989માં ‘ધ સૈટેનિક વર્સેઝ’ના પ્રકાશન પછી સલમાન રશ્દી સામે ફતવો જાહેર કર્યો હતો.
આ પણ વાંચો – વિશ્વના આ 7 સ્થળોએ મહિલાઓને પ્રવેશવાની છે મનાઈ, દુનિયાના સૌથી પ્રચલિત સ્થળો પણ સામેલ!
રશ્દીનું પુસ્તક ‘ધ સૈટેનિક વર્સેઝ’1988 થી ઈરાનમાં પ્રતિબંધિત છે કારણ કે ઘણા મુસ્લિમો તેને નિંદા માને છે. એક વર્ષ પછી, 1989માં આયાતુલ્લા રૂહોલ્લાહ ખોમેનીએ રશ્દીના મૃત્યુ માટે આહવાન કરતો ફતવો બહાર પાડ્યો. એટલું જ નહીં, રશ્દીની હત્યા કરનાર વ્યક્તિ માટે 3 મિલિયન ડોલરથી વધુનું ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: New York, United states of america