આ બેઠકમાં MAIT, FICCI, CII, IIT કાનપુર, IIT (BHU) સહિત અનેક શૈક્ષણિક સંસ્થાઓ સાથે પર્યાવરણ મંત્રાલય અને કેન્દ્ર સરકારના મંત્રાલયોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. બેઠક બાદ તમામ પ્રતિનિધિઓની સહમતિ થઈ ગઈ છે, તો હવે કોમન ચાર્જિંગ પોર્ટ બહાર પાડી શકાય છે.
USB Type-C પર સંમત
બેઠકમાં મોટાભાગના સહભાગીઓ સ્માર્ટફોન, લેપટોપ અને કેટલાક અન્ય ગેજેટ્સ માટે USB Type-C પર સંમત થયા હતા, જ્યારે ફીચર ફોન્સ માટે અલગ ચાર્જર સૂચવવામાં આવ્યા હતા. આ નિર્ણયથી દેશમાં પેદા થઈ રહેલા ઈ-વેસ્ટમાં ઘટાડો જોવા મળી શકે છે.
આ પણ વાંચો: તુર્કીનાં ઉપદેશકને 8658 વર્ષની સજા, ટૂંકા કપડાં પહેરતી સુંદર હસીનાઓથી ઘેરાયેલ રહેવાનો ગુનો
PM મોદીના મિશન લાઈફ તરફ એક પગલું
સિંગલ ચાર્જર રાખવાનો નિર્ણય પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા COP-26માં શરૂ કરવામાં આવેલા લાઇફ (લાઈફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ) મિશન તરફ એક પગલું છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે નવેમ્બરમાં COP26 ઈવેન્ટમાં પીએમ મોદીએ ક્લાઈમેટ ચેન્જ પર કહ્યું હતું, કે ભારત 2070 સુધીમાં નેટ ઝીરો કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરશે. લાઇફ મિશન પ્રો પ્લેનેટ પીપલ (P3)ની તર્જ પર શરૂ કરવામાં આવ્યું છે. આ મિશનમાં સામેલ દરેક સભ્ય ઇકો-ફ્રેન્ડલી જીવનશૈલી અપનાવશે અને અન્ય લોકોને પણ પ્રેરણા આપશે.
મોટી માત્રામાં ઈ-વેસ્ટમાં પણ ઘટાડો થશે
યુનિવર્સલ ચાર્જર્સના (universal charger) આગમન પછી ગ્રાહકોને જ્યારે પણ નવું ઉપકરણ ખરીદે ત્યારે અલગ ચાર્જરની જરૂર રહેશે નહીં. એટલું જ નહીં, આ પગલાથી મોટી માત્રામાં ઈ-વેસ્ટમાં પણ ઘટાડો થશે. ASSOCHAM-EYના ભારતમાં ઇલેક્ટ્રોનિક વેસ્ટ મેનેજમેન્ટના અહેવાલમાં જણાવાયું છે કે 2021માં ભારતમાં 5 મિલિયન ટન ઈ-વેસ્ટ થયો હોવાનો અંદાજ છે. આ વર્ષે જૂનમાં EU એટલે કે યુરોપિયન યુનિયને એક કાયદો પસાર કર્યો હતો કે 2024 સુધીમાં Apple iPhone સહિત યુરોપિયન યુનિયનમાં વેચાતા ભવિષ્યના તમામ સ્માર્ટફોનમાં યુનિવર્સલ USB-C પોર્ટ આપવામાં આવે. બ્લૂમબર્ગના રિપોર્ટ દ્વારા આ જાણકારી સામે આવી છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Business, Charger, Gujarati tech news, Mobile tech