આવી સ્થિતિમાં તમે હેલ્મેટ પહેર્યું હોવા છતાં નવા નિયમોનું પાલન ન કરવા બદલ 2000 રૂપિયાનું ચલણ ચૂકવવું પડી શકે છે. યાદ રાખો કે, માર્ગ અકસ્માતના કિસ્સામાં સુરક્ષિત રહેવા હેલ્મેટ ખૂબ જરૂરી છે.
આવી ભૂલના પરિણામે 20 હજારથી વધુનું ચલણ કપાશે
આ ઉપરાંત નવા મોટર વ્હીકલ એક્ટ મુજબ, વાહનને ઓવરલોડ કરવા પર તમને 20 હજાર રૂપિયાનો મસમોટો દંડ પણ થઈ શકે છે. આ ઉપરાંત ઓવરલોડ વાહનના કિસ્સામાં પ્રતિ ટન 2000 રૂપિયાનો વધારાનો દંડ પણ ભરવો પડશે. ભૂતકાળમાં હજારો રૂપિયા દંડ થયો હોય તેવા ઘણા કિસ્સા છે.
ચલણ કાપવામાં આવ્યું છે કે કેમ તે કેવી રીતે જાણવું?
ચલણ કાપવામાં આવ્યું છે કે નહીં, તે તપાસવા https://echallan.parivahan.gov.in વેબસાઇટની મુલાકાત લો. તેમાં જઈ ચલણની સ્થિતિ ચકાસવાનો વિકલ્પ પસંદ કરો. તમને ચલણ નંબર, વાહન નંબર અને ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર (ડીએલ)નો વિકલ્પ મળશે. વાહનના નંબરનો વિકલ્પ પસંદ કરો. અહીં માંગવામાં આવેલી જરૂરી માહિતી ભરો અને ‘Get Detail’ પર ક્લિક કરો. હવે challan status દેખાશે.
આ પણ વાંચોઃ ટ્રાફિક નિયમ તોડવા બદલ પોલીસે 4 કલાકમાં 155 મેમો આપ્યા, તેમાંથી 70 તો પોલીસ જવાનો નિકળ્યા
ટ્રાફિક ચલણ ઓનલાઇન ભરવાની રીત
https://echallan.parivahan.gov.in/ જાઓ. ચલણ સંબંધિત જરૂરી વિગતો અને કેપ્ચા ભરો. Get Details પર ક્લિક કરો. નવું પેજ ખુલશે, જેના પર ચલણની માહિતી આપવામાં આવશે. તમે જે ચલણ ચૂકવવા માંગો છો તે શોધો. ચલણની સાથે સાથે ઓનલાઈન પેમેન્ટનો વિકલ્પ પણ દેખાશે, તેના પર ક્લિક કરો. ચુકવણીની માહિતી ભરો. ચુકવણીની પુષ્ટિ કરો. આ સ્ટેપથી તમારા ઓનલાઇન ચલણને ભરાઈ જશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: New rules, New traffic rules, ટ્રાફિક