નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગની નવી સીઝન એક નવા અંદાજ સાથે થઈ છે. ટૂર્નામેન્ટની ઉત્તેજના દરેકમાં રોમાંચ પેદા કરી રહી છે. ક્રિકેટ ચાહકોને આ વખતે લાઈવ સ્ટ્રીમિંગની અલગ જ મજા આવી રહી છે. આ વખતે Viacom-18 ની માલિકીની Jio Cinema ને IPL 2023 ના લાઇવ સ્ટ્રીમિંગના અધિકારો મળ્યા છે. ટૂર્નામેન્ટના પહેલા જ સપ્તાહમાં Jio સિનેમા પર લોકોએ લાઇવ સ્ટ્રીમિંગની મજા ખૂબ જ માણી હતી. Jio સિનેમાને મેચ દરમિયાન માત્ર 3 દિવસમાં 147 કરોડ વીડિયો વ્યૂઝ મળ્યા છે.

આ વર્ષની ટુર્નામેન્ટનું ખાસ આકર્ષણ ભોજપુરી કોમેન્ટ્રી રહી છે. IPLની 16મી સિઝન 12 પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત થઈ રહી છે. Jio સિનેમાએ પ્રથમ વખત IPL જેવી વિશ્વભરની લોકપ્રિય ટુર્નામેન્ટનું ભોજપુરી, પંજાબી, ઉડિયા અને ગુજરાતીમાં મફત સ્ટ્રીમિંગ ઉપલબ્ધ કરાવ્યું છે.

આ પણ વાંચો: IPL 2023માં ધોનીની ટીમનો શુભારંભ

વાયકોમ 18 સ્પોર્ટ્સના સીઈઓ અનિલ જયરાજે આ અંગે જણાવ્યું હતું કે, “અમને પ્રથમ દિવસે અસાધારણ આંકડા મળ્યા હતા. ભારતમાં જે ડિજિટલ ક્રાંતિ આવી છે તેનો આ સૌથી મોટો પુરાવો છે. ડિજિટલ લક્ષ્યાંક, સંબોધનક્ષમ અને ઇન્ટરેક્ટિવ છે. સૌથી સારી વાત એ છે કે, ડિજિટલ માધ્યમમાં અમે અમારી સાથે જોડાનારા ગ્રાહકોની ચોક્કસ સંખ્યા જાણી શકીએ છીએ.”

આ પણ વાંચો: માહીએ આવતાવેંત બે બોલમાં બે છગ્ગા ફટકાર્યા

ચેન્નાઈ સુપર કિંગ્સ અને ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાયેલી ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં 16 મિલિયન દર્શકો Jio સિનેમા સાથે જોડાયેલા હતા.

” isDesktop=”true” id=”1369588″ >

સૌથી પ્રોત્સાહક બાબત એ છે કે, એક દિવસમાં 25 મિલિયનથી વધુ એપ્સ ડાઉનલોડ કરવામાં આવી હતી. પ્રથમ સપ્તાહના અંતે, લાઇવ સ્ટ્રીમિંગ જોનારાઓમાં નવા વ્યુઅરશિપ 100 મિલિયન હતી.

First published:

Tags: IPL 2023, Jio Cinema

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here