ટેલિકોમ જાયન્ટ Reliance Jio આવનારા અઠવાડિયામાં તેની 5G સર્વિસ ભારતમાં વધુ શહેરોમાં શરૂ કરી રહ્યું છે. મુકેશ અંબાણીની આગેવાની હેઠળની કંપની હાલમાં મુંબઈ, કોલકાતા, દિલ્હી-NCR, વારાણસી, ચેન્નાઈ, બેંગલુરુ, નાથદ્વારા અને હૈદરાબાદમાં 5G સર્વિસ આપી રહી છે. નોંધનીય છે કે, Jio 5G સર્વિસ ફક્ત કેટલાક યુઝર્સ માટે ઇન્વાઈટ દ્વારા જ ઉપલબ્ધ છે, કારણ કે તે બીટા હેઠળ છે.

રસપ્રદ વાત એ છે કે, ટેલિકોમ જાયન્ટ ભારતમાં કેટલાક પસંદગીના યુઝર્સને મફત 5G સર્વિસ આપી રહી છે. Jioએ કેટલાક ખાસ યુઝર્સ માટે મફતમાં લેટેસ્ટ 5G કનેક્ટિવિટી સાથે જોડાવા અને આનંદ માણવા માટે વેલકમ ઑફરની જાહેરાત કરી છે.

મફત Jio વેલકમ ઓફરનો લાભ લેવા માટે યુઝર્સ પાસે Jio 5G નેટવર્ક સપોર્ટેડ સ્માર્ટ ડિવાઇસ હોવું જોઈએ. તેણે Jio 5G-નેટવર્ક કવરેજ ક્ષેત્રમાં રહેવું જોઈએ અને મહત્ત્વની વાત એ છે કે, યુઝર્સ એ રૂ. 239 અથવા તેથી વધુના JIOના સક્રિય માન્ય પ્લાનનો ઉપયોગ કરવાનો રહેશે. Jio વેલકમ 5G ચલાવવા માટે પ્રીપેડ અને તમામ પોસ્ટપેડ સર્વિસ લાગુ પડશે.

આ પણ વાંચો: 5G Smartphone લેવાનો છે પ્લાન, તો આ મહિને રૂ.15,000 કરતાં પણ ઓછા ભાવે મળી રહ્યાં છે આ શાનદાર ફોન

Jio વેલકમ ઑફરની વાત કરીએ તો, તે હાલમાં મુંબઈ, બેંગલુરુ, હૈદરાબાદ, દિલ્હી-એનસીઆર અને અન્ય પાંચ પસંદ કરેલા શહેરોમાં રોલઆઉટ થઈ રહી છે. કંપની ખાસ 5G ઓફર હેઠળ તેના ગ્રાહકોને 1gbps સુધીની સ્પીડ સાથે અમર્યાદિત 5G ડેટા પ્રદાન કરી રહી છે.

અહેવાલ મુજબ, Jio વેલકમ ઓફર પણ ઈન્વાઈટ પર આધારિત છે અને દરેક યુઝર્સ આ આ ઇન્વિટેશન પ્રાપ્ત કરી શકશે નહીં. Jio ફક્ત તે યુઝર્સને જ મફત 5G સર્વિસનું ઇન્વિટેશન મોકલશે, જેઓ પ્રીપેડ અથવા પોસ્ટપેડમાં રૂ. 239 અથવા તેથી વધુના સક્રિય પ્લાનનો ઉપયોગ કરે છે.

રિલાયન્સ જિયોએ શુક્રવારે જાહેરાત કરી હતી કે તેની 5G સર્વિસ હવે દિલ્હી, ગુરુગ્રામ, નોઇડા, ગાઝિયાબાદ, ફરીદાબાદ અને અન્ય મુખ્ય સ્થળો સહિત સમગ્ર દિલ્હી-NCR પ્રદેશમાં ઉપલબ્ધ છે. આનો અર્થ એ છે કે આ શહેરોમાં Jio યુઝર્સ તેમના 5G સ્માર્ટફોન પર 5Gનો ઉપયોગ કરવાનું શરૂ કરી શકે છે. 5Gનો ઉપયોગ શરૂ કરવા માટે યુઝર્સે અલગ સિમ ખરીદવાની જરૂર નથી. કંપનીએ પુષ્ટિ કરી છે કે હાલનું 4G સિમ 5G નેટવર્કને સપોર્ટ કરશે.

આ પણ વાંચો: Jio ના આ ગ્રાહકોને મળશે મફત 5G સેવા, ટેરિફ લોન્ચની વિગતો આવી બહાર

તમારા ડિવાઇસ પર Jio 5G ને કેવી રીતે સક્રિય કરવું તે વિશે મૂંઝવણમાં છો? તો આ સ્ટેપ અનુસરો

સ્ટેપ 1- તમારા ફોનના સેટિંગમાં જાઓ.

સ્ટેપ 2- ત્યાં મોબાઈલ નેટવર્ક વિકલ્પ શોધો. તેના પર ટેપ કરો.

સ્ટેપ 3- જો તમારા ફોનમાં બે સિમ ચલાવી રહ્યાં છે, તો Jio સિમ પસંદ કરો અને પછી ‘Preferred network type’ વિકલ્પ પર ટેપ કરો.

સ્ટેપ 4- અહીં, 5G પસંદ કરો અને પ્રક્રિયા પૂર્ણ કરો.

ખાસ નોંધ લો કે તમારો સ્માર્ટફોન 5G- સક્ષમ હોવા છતાં, તેને 5G નેટવર્ક ચલાવવા માટે સોફ્ટવેર સપોર્ટ હોવો જરૂરી છે. તેથી ખાતરી કરો કે, તમારા 5G ફોનમાં 5G સોફ્ટવેર અપડેટ પ્રાપ્ત થયું છે.

Published by:Samrat Bauddh

First published:

Tags: 5G in India, Jio offers

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here