દર્શકો JioCinemaની ફેન્સ-સેન્ટ્રિક પ્રસ્તુતિથી આકર્ષાયા હતા કારણ કે પ્રતિ મેચ દીઠ પ્રતિ દર્શકે સરેરાશ સમય 57 મિનિટનો સમય જિયોસિનેમાના ડિજિટલ પ્લેટફોર્મ પર પસાર કર્યો હતો.
MS ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ વચ્ચેની શરૂઆતની મેચ દરમિયાન JioCinema 1.6 કરોડના આંકડા સાથે ટોચના વ્યુઝ ધરાવે છે. આ ઉપરાંત JioCinema એ 2.5 કરોડથી વધુ ડાઉનલોડ નોંધ્યા છે. જે એક દિવસમાં સૌથી વધુ ઇન્સ્ટોલ કરેલ એપ્લિકેશનનો રેકોર્ડ છે.
આ પણ વાંચો: IPL 2023માં ધોનીની ટીમનો શુભારંભ
ડિજીટલ વ્યુયિંગની દ્રષ્ટીએ JioCinema પર મેચ દીઠ પ્રતિ દર્શકે વિતાવેલો સમય છેલ્લી સીઝનની સરખામણીએ આ વખતે પ્રથમ સપ્તાહના અંતે 60% થી વધુ વધ્યો છે. JioCinemaએ 147 કરોડથી વધુ વ્યુઝ મેળવ્યા છે. જે IPL માટે અત્યાર સુધીનો સૌથી વધુ ઓપનિંગ વીકેન્ડ રેકોર્ડ છે.
આ સિઝનમાં JioCinemaની નવી ઑફર પહેલેથી જ 12 ભાષાઓમાં IPL લોકો સુધી પહોંચાડી રહી છે. જેમાં અંગ્રેજી, હિન્દી, મરાઠી, ગુજરાતી, ભોજપુરી, પંજાબી, ઉડિયા, બંગાળી, તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડ સહિતની ભાષાઓ સામેલ છે.
દર્શકો પાસે તેમની મનપસંદ રમતનો આનંદ માણવાની નવી રીતો પણ છે કારણ કે JioCinema ચાર વધારાના ફીડ ઓફર કરે છે, જેમાં ઇનસાઇડર્સ ફીડ, હેંગઆઉટ ફીડ, ફેન્ટસી ફીડ અને ફેનઝોન ફીડનો સમાવેશ થાય છે.
ફેન્સ 4K ફીડ, 12-ભાષામાં કવરેજ, 16 યુનિક ફીડ્સ, હાઇપ મોડ અને મલ્ટિકેમ સેટઅપ જેવા અનન્ય ફીચર્સના ઉપયોગ કરીને પોતાનો આનંદ બમણો કરી રહ્યા છે.
“આ આંકડાઓ ખરેખર અસાધારણ છે અને દેશમાં ફેલાઈ રહેલી ડિજિટલ ક્રાંતિનો પુરાવો છે. ડિજિટલ પ્લેટફોર્મ લક્ષ્ય યોગ્ય, સંબોધિત કરવા શક્ય અને ઇન્ટરેક્ટિવ છે. જૂની સેવાઓથી વિપરીત, ડિજિટલ પ્લેટફોર્મ પરના આંકડા અને માપ તેને જોવા માટે આવનાર લોકોની ચોક્કસ સંખ્યા પર આધારિત છે અને નાના સેમ્પલ્સના આદારે અંદાજીત રીતે નક્કી કરેલા આંકડા નથી. કન્ટેન્ટ જોવાની દ્રષ્ટીએ આપણે જોઈએ તો હવે આમૂલ પરિવર્તન આવ્યું છે અને મોટો વર્ગ ડિજિટલ પ્લેટફોર્મ તરફ આગળ વધી ગયો છે. આ અઠવાડિયે JioCinemaનું પ્રદર્શન તેનો સૌથી મોટો પુરાવો છે.” તેમ Viacom18 Sports CEO અનિલ જયરાજે જણાવ્યું હતું.
તેમણે આગળ વધુમાં જણાવ્યું કે “આપણે TATA IPL 2023 ના શરૂઆતના સપ્તાહમાં જે જોયું તે વ્યુઅર્સે જિયોસિનેમા પર મૂકેલો વિશ્વાસનો પુરાવો છે જે આ લીગને વધુ સુલભતા સાથે દરેકને પોષાય તેવી રીતે અને સૌથી વધુ અલગ વાત કે પ્રથમવાર ક્રિકેટને સ્થાનિક ભાષાઓ જેમાં ભોજપુરી, પંજાબી, ઉડિયા અને ગુજરાતી સહિતનો સમાવેશ કરીને રજૂ કરવામાં આવી છે. હું અમારા દરેક સ્પોન્સર્સ, એડવર્ટાઇઝર્સ અને પાર્ટનર્સનો આભાર વ્યક્ત કરવા માગુ છું. જ્યારે અમે ટાટા આઈપીએલના દરેક દર્શકોના વ્યુઇંગ એક્સપિરિઅન્સને વધુને વધુ સારો બનાવવા માગીએ છીએ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Indian cricket news, IPL 2023, IPL Latest News, Jio Cinema