Mobile And tech: દેશમાં iPhoneનો ક્રેઝ વધતો જઈ રહ્યો છે. એક સમયે લકઝરી ગણાતો iPhone આજે ઘણા લોકો પાસે જોવા મળે છે. iPhoneમાં સમયાંતરે થયેલો ભાવ ઘટાડો અને લોકોની ખરીદ શક્તિ વધવાથી iPhoneના યુઝર્સ વધ્યા છે. ત્યારે વધુ એક વખત iPhoneની કિંમતમાં ઘટાડો થયો છે. હવે લોકો iPhone 14 સસ્તા દરે ખરીદી શકે છે.

iPhone 14ને સપ્ટેમ્બર 2022માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોન 2021ના iPhone 13ના હળવા અપગ્રેડેડ વર્ઝન તરીકે લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી, ગ્રાહકોએ એપલ પર iPhone 14 પાછળ ખૂબ જ ઓછું કામ કરવાનો આરોપ મૂક્યો હતો. iPhone 14ના વેચાણમાં નિરુત્સાહ જોવા મળ્યો હતો.

આ પણ વાંચો: iPhone 14 Pro જેવો જ લાગી રહ્યો છે Xiaomi 13! લીક થઈ તસવીર, મળશે જબરદસ્ત ફિચર્સ

હવે iPhone 14ને ખરીદવાની વધુ સારી તક છે. એમેઝોન ઇન્ડિયા પર અત્યારે કેટલીક ઓફર્સ ચાલી રહી છે. જેનો તમે ઉપયોગ કરીને iPhone 14ને ઓછી કિંમતે મેળવી શકો છો. જો તમારી પાસે યોગ્ય કાર્ડ હોય તો તમે iPhone 14 ને 57100 રૂપિયાની કિંમતે ખરીદી શકો છો.

નવા iPhone 14 માટે રૂ. 57100ની કિંમત જોવા મળી રહી છે. તે વિવિધ સ્ટોર્સમાં iPhone 13 ની વેચાણ કિંમત કરતા ખૂબ ઓછી છે.

ડિસ્કાઉન્ટનો લાભ કેવી રીતે લેવો?

ભારતમાં iPhone 14ની શરૂઆત બેઝ 128જીબી વેરિએન્ટના 78400 રૂપિયાની કિંમતથી થાય છે. iPhone 14 માટે આ ખૂબ ઉંચી કિંમત છે. જેના કારણે ઘણા લોકો ખરીદી કરતાં અચકાય છે. જો કે, એચડીએફસી બેંક હેન્ડસેટ પર સીધો ભાવ ઘટાડો ઓફર કરી રહી છે, જેમાં એચડીએફસી ડેબિટ અને ક્રેડિટ કાર્ડ ધરાવતા ગ્રાહકો 5000 રૂપિયાના ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકે છે. જેના કારણે કિંમત ઘટીને 73400 રૂપિયા થઈ ગઈ છે.

આ પણ વાંચો:  અડધી કિંમતમાં ઘરે લાવી શકો છે આ લોકપ્રિય iPhone, પહેલીવાર મળી રહી છે આવી ઓફર

ક્લાસિક એમેઝોન એક્સચેન્જ ઓફરના ભાગરૂપે તમે રૂ. 16300ની વધુ છૂટ મેળવી શકો છો. જો તમારી પાસે સારી સ્થિતિમાં ડીવાઈસ હોય તો તમે 16300 રૂપિયાનું વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકશો. આનાથી iPhone 14 128 જીબી વેરિએન્ટની કિંમત ઘટીને 57100 રૂપિયા થઈ ગઈ જાય છે.

બે મહિના પહેલા જ લોન્ચ થયેલા આઇફોન માટે આ સોદો ખરાબ નથી. iPhone 14માં સારી બેટરી લાઇફ, ખૂબ જ શક્તિશાળી એ 15 બાયોનિક ચિપ મળે છે. આ ઉપરાંત iPhone 14ના કેમેરા પણ સારા છે.

First published:

Tags: IPhone 14, Mobile tech

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here