જૂની હિન્દી ફિલ્મની નાયિકા ટેલિફોન હાથમાં પકડીને રંગૂનમાં પોતાના પતિ સાથે વાતચીત કરતા ટેલિફોનનું મહત્વ જણાવી રહી છે અને ગાય છે- ‘મેરે પિયા ગયે રંગૂન, વહાં સે કિયા હે ટેલીફૂન, તુમ્હારી યાદ સતાતી હે’. આ ગીત છે 1949માં આવેલી ફિલ્મ ‘પતંગા’નું. ત્યાર બાદ દૂરસંચારના ક્ષેત્ર (Telecommunication Field)માં ખૂબ મોટું પરિવર્તન આવી ચૂક્યું છે. એલેક્ઝાન્ડર ગ્રેહામ બેલ દ્વારા 1876માં શોધાયેલો પ્રથમ મોબાઇલ (First Mobile Phone) અને હવે સ્માર્ટફોન બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત આવી ગયો છે. ટેલિફોન જેટલો મહત્વનો હતો, તેનાથી અનેકગણો વધારે મહત્વપૂર્ણ બની ગયો છે મોબાઇલ, સ્માર્ટફોન.

2 કિલોગ્રામ હતું પ્રથમ મોબાઇલનું વજન

સંદેશાની આપ-લે માટે શરૂ થયેલું આ ઉપકરણ હવે માત્ર વાતચીત કરવા સુધી સિમીત નથી, પરંતુ તેનાથી અનેકગણું ડેવલપ થઈ ગયું છે. તેમ કહી શકાય કે મોબાઇલે સમય જતા અદ્ભુત અને જાદુઈ સ્વરૂપ ધારણ કર્યું છે. માનવજીવનમાં ઊંડો પગપેસારો કરીને મોબાઇલે એવું ક્રાંતિકારી વલણ અપનાવ્યું છે કે આ અજાયબી આપનાર અમેરિકન એન્જિનિયર માર્ટિન કૂપરને પણ આશ્ચર્ય થાય છે. માર્ટિનનો મોબાઇલ ફોન, જે માર્ટિને 3 એપ્રિલ, 1973ના રોજ સામાન્ય લોકોને આપ્યો હતો, તેનું વજન બે કિલો હતું. તેણે મોટોરોલાના સહયોગથી આ મોબાઇલ બનાવ્યો હતો. બાદમાં તેઓ આ કંપનીના સીઈઓ પણ બન્યા હતા. ‘માર્કોની’ એવોર્ડ ટેલિકોમ્યુનિકેશનના ક્ષેત્રમાં અસાધારણ કામ કરનારાઓને આપવામાં આવે છે. માર્ટિન કૂપરને આ પ્રતિષ્ઠિત એવોર્ડ વર્ષ 2013માં મળ્યો હતો.એક ખૂબ જૂની કહેવત યાદ આવે છે. ભારતમાં ફેલાયેલા ભ્રષ્ટાચાર પર ટિપ્પણી કરતા એક મોટા અર્થશાસ્ત્રીએ કહ્યું હતું કે, ‘ભ્રષ્ટાચાર દેશની સિસ્ટમમાં એ રીતે ઘૂસ્યો છે કે શરીરની નસોમાં રક્તસંચાર થઇ રહ્યું હોય. જ્યાં લોહીનું પરિભ્રમણ બંધ થયું અને ત્યાં પ્રાણ ગયા. હવે અર્થશાસ્ત્રીઓ ચર્ચા કરે કે તે કેટલું સાચું છે, કેટલું નથી, પરંતુ આપણે મોબાઇલ (સ્માર્ટફોન) વિશે ચોક્કસપણે કહી શકીએ કે તે નસોમાં વહેતા લોહીની જેમ જીવનમાં સમાઈ ગયો છે. આપણા હાથમાં ફોન છીનવાઇ ગયો તો શું થશે? તેની કલ્પના કરવી અશક્ય છે.

આ પણ વાંચો: ફક્ત 17,000 રૂપિયામાં ઘરે લઈ આવો 55 ઈંચનું સ્માર્ટ ટીવી

સ્માર્ટફોનની જરૂર છે તેમાં કોઇ શંકા નથી. પરંતુ હવે તે જરૂરીયાત કરતાં વધુ નશો બની ગયો છે, તેને વ્યસન કહેવું પણ ખોટું નથી. સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા મોટી સંખ્યામાં લોકો આ વ્યસનમાં ડૂબી જાય છે. તે પણ સાચું છે કે અમુક લોકો એવા પણ છે, જેઓ મોબાઇલનો ઉપયોગ માત્ર જરૂરિયાત પ્રમાણે જ કરે છે. પરંતુ મોટાભાગના લોકો તો જરૂર વગર જ ફૂલ ટાઇમ મોબાઇલ હાથમાં રાખી ફરતા રહે છે. તેમાંથી મોટાભાગનાને તો તેનું ભાન જ નથી અથવા તો તેઓ જાણી જોઇને પોતાને આ શ્રેણીમાં નથી રાખતા.

ચાલો એક ટેસ્ટ કરીએ. કેટલાક પ્રશ્નો છે. શું તમે જમતી વખતે તમારા મોબાઇલનો ઉપયોગ કરો છો? શું તમે લોકો સાથે રૂબરૂ વાત કરતાં ફોન પર વધુ વાત કરો છો? શું તમે વાત કરતી વખતે અથવા મિત્રોને મળતી વખતે વારંવાર મોબાઇલ ફોન તપાસો છો અને તેનો ઉપયોગ કરો છો? શું તમે મોબાઇલ વગર બેચેન થઈ જાઓ છો? શું તમે રાત્રે ઉઠો છો ત્યારે નજીકમાં રાખેલા મોબાઇલને તપાસો છો? સવારે ઉઠો ત્યારે સૌથી પહેલા મોબાઈલ ચેક કરો છો? જો તમારા મોટાભાગના જવાબો હા છે, તો પછી તમે જાતે જ અનુમાન લગાવી શકો છો કે તમે વ્યસની છો કે નહીં. આ પ્રશ્નો સાથે ગૂગલ અથવા ચેટ જીપીટી પર જાઓ અને તમારું પોતાનું મૂલ્યાંકન કરો.

આ પણ વાંચો: ગુજકેટની પરીક્ષામાં કડક ચેકિંગ

વોટ્સએપ યુનિવર્સિટી પર તમને રેડીમેડ જવાબો પણ મળશે. વિશ્વનો સૌપ્રથમ વ્યાવસાયિક રીતે ઉપલબ્ધ મોબાઇલ ફોન મોટોરોલા ડાયના ટીએસી 8000X હતો. તેને માર્ટિન કૂપરે ડિઝાઇન કર્યો હતો. તેને 1983માં લોન્ચ કરવામાં આવ્યો હતો. આજના યુગમાં સૌથી સારો મોબાઈલ એ જ છે, જેની બેટરી લાંબી ચાલે છે. પરંતુ શું તમે જાણો છો કે જ્યારે ડાયના ટીએસી 8000એક્સ લોન્ચ કરવામાં આવ્યો, ત્યારે તેની બેટરી લાઇફ માત્ર એક કલાકની હતી અને તેને ચાર્જ થવામાં દસ કલાકનો સમય લાગતો હતો. પરંતુ તેમ છતાં તે એક ક્રાંતિકારી ડિવાઇસ હતું, જેણે સંદેશાવ્યવહારની દુનિયાને સંપૂર્ણપણે બદલી દીધી હતી.

હવે સ્માર્ટફોનની સફર વિશે વાત કરીએ. તો પહેલો સ્માર્ટફોન આઇબીએમ દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો હતો. 1993માં તેનું વેચાણ બેલસાઉથ દ્વારા કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં જે સ્માર્ટફોન્સ આવ્યા તેમાં મોબાઇલ ફોનની સુવિધાઓ તો હતી, આ ઉપરાંત મીડિયા પ્લેયર, ડિજીટલ કેમેરો, જીપીએસ વગેરે પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું. આ સિવાય ટચ સ્ક્રિન, વેબ બ્રાઉઝિંગ, વાઇફાઇ, એપ્સ, મોશન સેંસર અને મોબાઇલ પેમેન્ટ વગેરે જેવી સુવિધાઓ પણ આપવામાં આવી. કેલેન્ડર, એડ્રેસ બૂક વગેરે પહેલાંથી ઉપલબ્ધ હતા.

” isDesktop=”true” id=”1368708″ >

હાલમાં 80 ટકા સ્માર્ટફોન ગૂગલના એન્ડ્રોઇડ અને એપલની આઇઓએસ સિસ્ટમ પર આધારિત છે. ભારતમાં બ્રોડબેન્ડ અને ડિજિટલ સેવાઓ આક્રમક બિઝનેસ સ્ટ્રેટેજી સાથે 2010ના દાયકામાં લોકો સુધી પહોંચી હતી. ભારતમાં લોન્ચ થયેલી આ મોબાઇલ સર્વિસ દ્વારા પ્રથમ વાતચીત 31 જુલાઇ, 1995ના રોજ થઇ હતી. તત્કાલીન ટેલિકોમ પ્રધાન સુખરામે આ ફોન પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી જ્યોતિ બાસુને કર્યો હતો. કોઇના માટે તો મોબાઇલ વગર જીવન અધુરું છે, તો કોઇની નજરમાં મોબાઇલ એક ગંદી લત જ છે. પરંતુ કહી શકાય કે કબૂતરો ચોક્કસપણે મોબાઇલનો આભાર માની રહ્યા હશે. તેઓ કહેતા હશે કે – ‘જો ફેસબુક અને વોટ્સએપ ન હોત તો આશિકોએ પત્રો મોકલીને કબૂતરોને ગાંડા બનાવી દીધા હોત.’ આમ જોઇએ તો વાતમાં વજન તો છે.

First published:

Tags: Mobile and Technology

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here