એર ફિલ્ટર સાફ કરો
હવાની સરખામણીએ CNG ખૂબ જ હળવો હોય છે. જો તમારી કારનું એર ફિલ્ટર ખરાબ થશે, તો CNG પસાર નહીં થઈ શકે. જેના કારણે એન્જિન પર અસર થશે. આ કારણોસર નિયમિતરૂપે કારનું ફિલ્ટર સાફ કરવું જોઈએ.
ટાયર પ્રેશર મેઈન્ટેઈન રાખો
હંમેશા ટાયર પ્રેશરનું ધ્યાન રાખો. તમારી ગાડીના ટાયર સીધા રસ્તાના સંપર્કમાં રહે છે. આ કારણોસર જો ટાયરનું પ્રેશર મેઈન્ટેઈન ન હોય તો ગાડીના માઈલેજ પર અસર થાય છે. કારના તમામ ટાયરમાં હંમેશા યોગ્ય દબાણ હોવું જોઈએ. ટાયરમાં હવા ઓછી હોય તો એન્જિને વધુ મહેનત કરવી પડે છે. આ કારણોસર તમે જ્યારે પણ ગાડી લઈને બહાર જાવ તો એક વાર ટાયરની હવા ચેક જરૂર કરી લેવી જોઈએ.
લીકેજની તપાસ
સમય જતા CNG કિટ લીકેજ થવા લાગે છે. અનેક લોકો સસ્તી CNG કીટ લગાવે છે, જેમાં આ પ્રકારની સમસ્યા આવી શકે છે. સમયાંતરે સિલિન્ડરથી જોડાયેલ પાઈપથી લીકેજની તપાસ કરતા રહો. જેનાથી માઈલેજને અસર થાય છે, જેની સાથે સાથે જીવને પણ જોખમ રહે છે.
સારા સ્પાર્ક પ્લગનો ઉપયોગ કરો
પેટ્રોલ કારની સરખામણીએ CNG વાહનનું ઈગ્નિશન ટેમ્પરેચર વધુ હોય છે. આ કારણોસર CNG કારમાં વધુ મજબૂત સ્પાર્ક લગાવવાની જરૂરિયાત હોય છે. પોતાની કારમાં સારી ક્વોલિટીનો સ્પાર્ક પ્લગ લગાવો. જો આ સ્પાર્ક પ્લગ ખરાબ ગુણવત્તાનો હોય તો તેને તાત્કાલિક બદલી દેવો જોઈએ.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Automobile, CNG, Diesel, Petrol, કાર