આ વર્ષે સીબીએસઇની 12માં ધોરણની પરીક્ષા 2 ટર્મમાં યોજાઇ હતી. પ્રથમ અને બીજા ટર્મની પરીક્ષામાં લગભગ 16 લાખ વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. બીજા ટર્મની પરીક્ષા 26 એપ્રિલ 2022થી 15 જૂન 2022 સુધી ઓફલાઇન મોડમાં યોજાઇ હતી.
આવી રીતે ચેક કરો પરિણામ
– CBSEની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર જાવ
– હોમેપેજ પર Result લિંક પર ક્લિક કરો.
– એક નવું પેજ ખુલશે. જ્યાં જરૂરી વિગતો ભરો.
– તમારું CBSE Class 12th Result 2022 સ્ક્રીન પર જોવા મળશે.
આ પણ વાંચો – ઑલ ઇન્ડિયા ટોપર અનિકા ગુપ્તા બનવા માંગે છે ડૉક્ટર, જાણો કેવી રીતે બની નંબર-1
Digi Locker પર આવી રીતે ચેક કરો પરિણામ
– ઓફિશિયલ વેબસાઇટ digilocker.gov.in પર જાવ
– આધાર નંબર અને માંગવામાં આવેલી જાણકારી સબમિટ કરી લોગ ઇન કરો.
– CBSE 12th results 2022 ફાઇલ પર ક્લિક કરો.
– હવે તમારા સ્ક્રીન પર માર્કશીટ જોવા મળશે. તેને ચેક કરો અને ડાઉનલોડ કરી લો.
CBSE Result 2022 – આ સાઇટ પર જોવા મળશે રિઝલ્ટ
cbseresults.nic.in
results.cbse.nic.in
results.gov.in
DigiLocker
આ પણ વાંચો – DRDOથી લઈને અગ્નિવીર સુધીના રિક્રુટમેન્ટ થયા શરુ, આ અઠવાડિયે આ નોકરીઓ માટે કરી શકો છો અરજી
કોઇ મેરેટ લિસ્ટ આવશે નહીં
સીબીએસઈએ બોર્ડ રિઝલ્ટ જાહેર કરી દીધું છે પણ સ્ટુડન્ટ્સનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવશે નહીં. ફક્ત 0.1 ટકા તે વિદ્યાર્થીઓને યોગ્યતા પ્રમાણ પત્ર આપવામાં આવશે જેમણે સૌથી વધારે પોઇન્ટ મેળવ્યા છે. આ સિવાય કોઇને પ્રમાણ પત્ર આપવામાં આવશે નહીં.
આ આધાર પર બન્યું પરિણામ
સીબીએસઈ બોર્ડ ટર્મ વનની પરીક્ષાના 30 ટકા અને ટર્મ બે ની પરીક્ષાના 70 ટકા ગુણ મિલાવીને ફાઇનલ રિઝલ્ટ બનાવવામાં આવ્યું છે. પ્રેક્ટિકલના નંબરનું મૂલ્ય બન્ને ટર્મમાં બરાબર લેવામાં આવ્યું છે. સ્ટુડન્ટ્સ ઘણા સમયથી વિચારી રહ્યા હતા કે આખરે પરિણામ કયા આધારે બનાવવામાં આવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: CBSE, Cbse board, CBSE Results