How To Maintain Bike Clutch Plate: ઘણા લોકો વારંવાર બાઇકને ઓછો પાવર મળવાની અને પિકઅપ ઓછી થઇ ગઇ હોવાની ફરિયાદ કરે છે. કેટલીકવાર આ સમસ્યા નવી બાઇકમાં પણ દેખાવા લાગે છે. મોટાભાગના કિસ્સાઓમાં, આ સમસ્યા બાઇકની ક્લચ પ્લેટ ઘસાઇ જવાને કારણે આવે છે. બીજી તરફ, ઘણીબધી બાઈકમાં પાર્ટસની ખોટી ફીટીંગ અથવા કોઈ બેદરકારીને કારણે પણ આ સમસ્યા સર્જાય છે.

તમને જણાવી દઈએ કે બાઇકની ક્લચ પ્લેટ ઘસાવાનું સીધું કારણ બાઇક ચલાવવાની રીત પર આધાર રાખે છે. જો તમે તમારી બાઇક સારી રીતે ચલાવો છો, તો તમારે 1 લાખ કિલોમીટર સુધી ક્લચ પ્લેટ બદલવાની જરૂર નહીં પડે. ક્લચ પ્લેટને વારંવાર બદલવાની સમસ્યા તો થાય છે, તેની સાથે તમારે ખિસ્સા પણ ઢીલા કરવા પડે છે. તો આજે અમે તમને જણાવીશું કે તમારી ભૂલોને કારણે ક્લચ પ્લેટ ઝડપથી ઘસાઇ જાય છે અને તમે તેનાથી કેવી રીતે છુટકારો મેળવી શકો છો.

આ પણ વાંચો: WhatsApp નું ચેનલ ફીચર ટેલિગ્રામને આપી દેશે રજા, જાણો કેવી રીતે કરશે કામ?

યોગ્ય સમયે ગિયર બદલો

ક્લચ પ્લેટના વહેલા ઘસાવાનું સૌથી મોટું કારણ યોગ્ય સમયે ગિયર ન બદલવું છે. ઘણા લોકો ટ્રાફિકમાં બાઇક ચલાવતી વખતે ગિયર બદલતા નથી. જેના કારણે ક્લચ પ્લેટ ઝડપથી ખરાબ થવા લાગે છે. બાઇક ચલાવતી વખતે, તમે સ્પીડ અનુસાર ગિયર બદલો. એટલે કે બાઈકને હાઈ સ્પીડ પર અપર ગિયરમાં શિફ્ટ કરો અને ઓછી સ્પીડમાં લોઅર ગિયરમાં ચલાવો. આમ કરવાથી તમારી બાઇક રસ્તા પર ફુલ પાવર સાથે ચાલશે.

ઝટકા સાથે ક્લચ ન છોડો

ઘણા બાઇક ચાલકોને ગિયર બદલતી વખતે ક્લચને ઝટકાથી છોડવાની આદત હોય છે. આમ કરવાથી ક્લચ પ્લેટ જલ્દી ખરાબ થાય છે. આનાથી ક્લચ પ્લેટને તરત જ નુકસાન થતું નથી, પરંતુ જો તમે આ ભૂલને વારંવાર કરો છો, તો ક્લચ પ્લેટ ખૂબ જ જલ્દી ખરાબ થઇ જશે.

આ પણ વાંચો: લોન્ચ થતાની સાથે જ મારુતિની નવી કારે કર્યો કમાલ, એક મહિનામાં સ્કોર્પિયો જેટલું વેચાણ, સેલ્ટોસને પણ છોડી દીધી પાછ

ક્લચમાં રાખો ફ્રી પ્લે

બાઇકના ક્લચ લીવરમાં હંમેશા ફ્રી પ્લે રહેવું જોઇએ. એટલે કે ક્લચનો વાયર વધારે ટાઇટ ન હોવો જોઇએ. જો ક્લચનો વાયર વધારે ટાઇટ હોય તો ક્લચ લીવરને છોડવા પર તમને ઝટકો અનુભવાશે અને બાઇક બંધ થઇ જશે. ક્લચ લીવર વધારે ઢીલુ રહેશે તો પણ બાઇક ફ્રી નહીં ચાલો અને ક્લચ પ્લેટ જલ્દી ઘસાશે. નવી બાઇકના યુઝર મેનુઅલમાં ક્લચ લીવરમાં ફ્રી પ્લે રાખવાની સાચી રીત બતાવવામાં આવી છે.

કારણ વિના એન્જિન રેવિંગ ન કરો

ઘણા લોકોને આદત હોય છે કે તે પોતાની બાઇકનો શોઓફ કરવા માટે એન્જિનની રેવિંગ કરે છે. આમ કરવું તમને બીજાની સામે ‘કૂલ’ બનાવે છે પરંતુ આ ભૂલ તમારી બાઇક અને તમારા ખિસ્સાને ભારે પડી શકે છે. ચાલુ બાઇકમાં એન્જિન રેવિંગ કરવાથી ક્લચ જલ્દી ઘસાઇ જાય છે.

યોગ્ય એન્જિન ઓઇલ નખાવો

બાઈકમાં ખોટું એન્જીન ઓઈલ નાખવાથી પણ ક્લચ પ્લેટ ઝડપથી ખરાબ થઇ જાય છે. બાઈકમાં સ્કૂટરનું એન્જીન ઓઈલ કે સ્કૂટરમાં બાઇકનું એન્જીન ઓઈલ નાખવાની ભૂલ ન કરો. હંમેશા એ જ એન્જિન ઓઈલનો ઉપયોગ કરો જે કંપની દ્વારા ઉપયોગમાં લેવાની સલાહ આપવામાં આવે છે. એન્જિન ઓઈલની યોગ્ય માત્રા ન ભરવાને કારણે અથવા લાંબા સમય સુધી એન્જિન ઓઈલ ન બદલવાને કારણે પણ ક્લચ પ્લેટ ઘસાઈ જાય છે.

First published:

Tags: Auto Tips, Bike, Car Bike News, Mobile & Technology, Repairing

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here