AFE (amazon fellow engineer) એ લગભગ 70 લેબની પણ સ્થાપના કરી છે, જ્યાં બાળકો કોડ કરવાનું શીખે છે. રાસ્પબેરી PI અને સેન્સર જેવા ભૌતિક કમ્પ્યુટિંગ ઘટકોનો ઉપયોગ કરીને લાઇવ પ્રોજેક્ટ્સનું નિર્માણ પણ કરે છે. ડિજિટલ સાધનો સાથે જોડાયેલી આ લેબ શાળાઓને કમ્પ્યુટર અને ટેક્નોલોજી સાથે પ્રયોગ કરવા સક્ષમ બનાવે છે. AFE (amazon fellow engineer ) માટે Amazon દરેક વિદ્યાર્થીને ચાર વર્ષમાં રૂ. 1.6 લાખની રકમ અને તેમાં સફળ કારકિર્દી બનાવવા માટે Amazonians તરફથી માર્ગદર્શન અને બૂટ કેમ્પ-સ્ટાઇલના અભ્યાસક્રમો આપે છે.
કેન્દ્રીય અથવા રાજ્ય-સ્તરની પ્રવેશ પરીક્ષા દ્વારા એન્જિનિયરિંગ કૉલેજમાં પ્રવેશ મેળવનાર અને ઘરની વાર્ષિક આવક રૂ. 3 લાખ કે તેથી ઓછી હોય તેવી વિદ્યાર્થીનીઓ આ શિષ્યવૃત્તિ માટે અરજી કરવા પાત્ર છે.
આ પ્રોગ્રામનું બીજું વર્ષ ચાલી રહ્યું છે. લોન્ચના પ્રથમ વર્ષ હેઠળ, ઓછી આવક ધરાવતા પરિવારોની 200 છોકરીઓને કોમ્પ્યુટર સાયન્સનું શિક્ષણ મેળવવા માટે શિષ્યવૃત્તિ માટે ટેકો આપવામાં આવ્યો હતો. આ વર્ષે લાભાર્થીઓની સંખ્યા 500 વિદ્યાર્થીઓ જેટલી કરવામાં આવશે.
આ પણ વાંચો: ભારતમાં લોન્ચ થયો અફલાતૂન ફોન, 4000ના ઈયરબડ્સ ફ્રી મળશે
એમેઝોન કોમ્યુનિટી, CSR ઈન્ડિયા અને APACમાં હેડ અનિતા કુમારે જણાવ્યું હતું કે, એમેઝોન ફ્યુચર એન્જિનિયર ભારતમાં કોમ્પ્યુટર સાયન્સ શિક્ષણનું લોકશાહીકરણ કરવાના ઉદ્દેશ્ય સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. જેથી દરેક બાળકમાં માત્ર ટેકનોલોજીનો યુઝર્સ જ નહીં પણ સર્જક બનવાની ક્ષમતા હોય. AFE (amazon fellow engineer ) ની શરૂઆત થઈ ત્યારથી અમે બહુવિધ રાજ્યોની સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર સાયન્સ શિક્ષણના પ્રણાલીગત એકીકરણને ટેકો આપવા માટે ભાગીદાર સંસ્થાઓ સાથે મળીને પ્રયત્ન કરી રહ્યા છે.
શીખવાની બધી રીતો સ્થાનિક ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે, શાળાઓ માટે ક્યુરેટેડ અભ્યાસક્રમ, CS માં શિક્ષકો માટે અભ્યાસક્રમો, CS શીખવવા માટે વધારાના શિક્ષકો અને જ્યાં શક્ય હોય ત્યાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો ગેપને દૂર કરવા માટેના અથાગ પ્રયત્નો કરી રહ્યું હોવાનું એમેઝોનનો દાવો છે.
આ પણ વાંચો: WhatsApp પર શ્રેષ્ઠ ગુણવત્તામાં ફોટા મોકલવા માંગો છો
ભારત ઉપરાંત AFE (amazon fellow engineer ) પ્રોગ્રામ યુએસએ, યુકે, ફ્રાન્સ અને કેનેડામાં અન્ડર પ્રેસેન્ટેડ સમુદાયના 10 લાખથી વધુ બાળકો અને યુવા વયસ્કો માટે કોમ્પ્યુટર વિજ્ઞાન શિક્ષણને સમર્થન આપી રહ્યું છે.
AFE શિક્ષકોને કમ્પ્યુટર વિજ્ઞાનને વધુ આકર્ષક રીતે શીખવવા અને તેમના વિદ્યાર્થીઓમાં 21મી સદીના કૌશલ્યો વિકસાવવા માટે પણ સક્ષમ બનાવે છે. આની સુવિધા માટે AFE વિવિધ સરકારી સંસ્થાઓ અને બિન-લાભકારી સંસ્થાઓ સાથે મળીને, કોમ્પ્યુટર વિજ્ઞાનને તેમના વર્ગખંડોમાં લઈ જવા માંગતા શિક્ષકોને તાલીમ અને કોડિંગના અભ્યાસક્રમો પ્રદાન કરે છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Amazon india, Education News