આમ તો માર્કેટમાં મોંઘાદાટ કૂલર અને AC મળે છે, જે તમને ગરમીમાં રાહત આપી શકે છે. પરંતુ આજે અમે તમને એક એવા મિની કૂલર વિશે જણાવવા જઇ રહ્યાં છીએ જે ઠંડી-ઠંડી હવા તો આપે જ છે પરંતુ સાથે જ તેની કિંમત પણ દમદાર છે. તમે તેને મિની AC કહી શકો છો.
આ પણ વાંચો: AC Tips: આટલા દિવસે સાફ કરતાં રહો ACનું ફિલ્ટર, આકરી ગરમીમાં પણ શિમલા જેવો ઠંડોગાર રહેશે રૂમ
તમે ગરમીથી બચવા માટે એર કંડિશનર ખરીદી શકો છો, પરંતુ આ માટે સારું બજેટ હોવું જોઈએ. જો તમારું બજેટ ઓછું છે અને તમે AC ખરીદી શકતા નથી, તો અમે તમને એક એવા મિની કૂલર (Mini AC)વિશે જણાવી રહ્યા છીએ જે તમને ACની જેમ જ ઠંડી હવા પણ આપશે. આ મિની એસી કૂલરની માંગ બજારમાં ઝડપથી વધી રહી છે.
ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ખરીદી શકો છો મીની કૂલર એસી
તમે આ મિની એસી કૂલર ઈ-કોમર્સ વેબસાઈટ Amazon અને Flipkart પરથી ખરીદી શકો છો. તમને આ મિની કૂલર 2000 થી 3000 રૂપિયાની વચ્ચે સરળતાથી મળી જશે. અત્યારે જંગી ડિસ્કાઉન્ટ ઓફર પણ ચાલી રહી છે, જેના પછી તમે 1600 થી 1800 રૂપિયાની વચ્ચે મિની એસી (Mini AC) ખરીદી શકો છો.
આ પણ વાંચો: કામની વાત! લેપટોપ પર આ સંકેત દેખાય તો સમજી લો હેક થઇ ગઇ છે તમારી ડિવાઇસ
મિની એસીમાં પાણી ભરવાનો પણ છે ઓપ્શન
તમને જણાવી દઈએ કે ગરમીથી બચવા માટે તમે પોર્ટેબલ કૂલર ખરીદી શકો છો. તેનું સાઇઝ એટલી નાની છે કે તમે તેને સ્ટડી ટેબલ પર આરામથી રાખી શકો છો. જો તમે સ્ટુડન્ટ છો તો આ તમારા માટે બેસ્ટ રહેશે. આ મિની કૂલર્સમાં 500 મિલી સુધી પાણી ભરવાનો ઓપ્શન પણ છે, જેના કારણે તે ખૂબ જ ઠંડી હવા આપે છે. આમાં તમને ઓન ઓફ માટે પાવર બટન પણ આપવામાં આવ્યું છે. તેને પાવર આપવા માટે તમને બોક્સમાં USB કેબલ પણ મળે છે.
મિની કૂલરની હવાને કંટ્રોલ કરવા માટે, તમને તેમાં એક બટન પણ આપવામાં આવે છે, જેથી તમે તેની સ્પીડ વધારી શકો. તેની સૌથી મહત્વની વાત એ છે કે કોમ્પેક્ટ સાઈઝ હોવા છતાં પણ તેઓ જબરદસ્ત ઠંડી હવા આપે છે. જો તમે ટ્રાવેલ કરી રહ્યાં છો તો પણ તમે તેને સરળતાથી સાથે લઈ જઈ શકો છો અને પાવર બેંક વડે ચલાવી શકો છો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: AC, Air conditioner, Cooler, Mobile and Technology