નવી દિલ્હી: હોન્ડા મોટરસાઇકલ એન્ડ ઇન્ડિયા (HMSI) એ તાજેતરમાં જ તેની CB300R બાઇકને રિકોલ કરવાની જાહેરાત કરી છે. કંપનીએ અત્યાર સુધીમાં CB300R મોટરસાઇકલના લગભગ 2,000 યુનિટ પાછા મંગાવ્યા છે. તેના એન્જિનના જમણા ક્રેન્કકેસ કવરમાં મેન્યફેક્ચરિંગ ખામી મળી આવી છે. કંપનીએ 2022 મોડલને રિકોલ કર્યા છે.

HMSIએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કંપનીને જાણવા મળ્યું છે કે એન્જિનના ડાબા ક્રેન્કકેસ કવરનું મેન્યુફેક્ચરિંગ કરતી વખતે ખોટી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એન્જિનની ગરમીને કારણે સીલિંગ પ્લગનો ખસકી જવાનો ભય છે અને આ જ કારણ છે કે કંપનીએ 2022 યુનિટ રિકોલ કર્યા છે.

આ પણ વાંચો: દેખાવમાં સાઇકલ, ડ્રાઇવિંગમાં બાઇક જેવી મજા, આ ઇ-બાઇક ફુલ ચાર્જમાં 350km સુધી ચાલશે!

બાઇકમાં આગ લાગવાનો ખતરો

કંપનીએ જણાવ્યું કે આના કારણે એન્જિન ઓઈલ સીલિંગ પ્લગમાંથી બહાર નીકળી શકે છે. આ ઉપરાંત સૌથી ખરાબ પરિસ્થિતિમાં મોટરસાઇકલના ગરમ ભાગો પર તેલનો છંટકાવ આગનું જોખમ વધારે છે. આટલું જ નહીં ટાયરના સંપર્કમાં આવવાથી બાઇક સ્કિડ થઈ શકે છે. તેના ગરમ તાપમાનને કારણે ડ્રાઇવિંગ કરનાર વ્યક્તિને ઇજા થઈ શકે છે. કંપનીએ કહ્યું, “સાવચેતી તરીકે, અસરગ્રસ્ત ભાગોને બદલવાની કામગીરી 15 એપ્રિલ 2023થી દેશભરમાં બિગવિંગ ડીલરશિપ પર કરવામાં આવશે. કંપની આ માટે કોઈ ચાર્જ લેશે નહીં પછી ભલે વાહનની વોરંટી સમાપ્ત થઈ ગઈ હોય કે નહીં. કંપની તેના બિગવિંગ ડીલર્સ દ્વારા શુક્રવારથી ફોન કોલ્સ, ઈમેલ અથવા મેસેજ દ્વારા ગ્રાહકોને આ અંગેની માહિતી આપી રહી છે.

2.77 લાખ રૂપિયા છે કિંમત

ભારતીય બજારમાં આ બાઇકની કિંમત 2.77 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તે માત્ર 1 વેરિઅન્ટ અને 2 કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે. તેમાં 286cc એન્જિન મળે છે, જે 30.7 bhp પાવર અને 27.5 Nm ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આગળ અને પાછળના બંને ડિસ્ક બ્રેક્સ સાથે, Honda CB300R એન્ટી-લોકિંગ બ્રેકિંગ સિસ્ટમથી સજ્જ છે. આ CB300R બાઇકનું વજન 146 kg છે અને તેની ફ્યુઅલ ટાંકી 9.7 લિટરની ક્ષમતા સાથે આવે છે.

First published:

Tags: Bike News, Bike rider, Honda

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here