Ceiling VS Tablet Fan : સિલિંગ ફેન અને ટેબલ ફેન બંને ઘરને ઠંડુ કરવાનું કામ કરે છે. જે લોકો ગરમીમાં AC ન ખરીદી શકે, તો લોકો પોતોના ઘરમાં સિલિંગ ફેન અથવા ટેબલ ફેન લગાવે છે. જો હવે વાત બંને ફેનમાંથી કોઇ એકને પસંદ કરવાની આવે તો એક સવાલ સામે આવે છે કે કયો ફેન વધારે વીજળી બચાવશે. કમરતોડ મોંઘવારી છે તેવામાં દરેક વ્યક્તિ ઇચ્છે કે થનારા ખર્ચમાંથી મહિનામાં અંતે થોડા પૈસા બચી જાય. આજે અમે તમને ટેબલ ફેન અને સિલિંગ ફેન વચ્ચેનો તફાવત જણાવીશું. સાથે જ તે પણ જાણીશુ કે કયો ફેન વીજળીની બચત કરે છે.

સીલિંગ ફેન

ઘરની છત પર લગાવવામાં આવતા પંખાને સીલિંગ ફેન્સ પણ કહેવામાં આવે છે. તેમાં લાંબા બ્લેડ હોય છે જે રૂમમાં હવાનું સર્ક્યુલેશન કરવા માટે ગોળાકાર ગતિમાં ફરે છે. સીલિંગ ફેનના વીજ વપરાશ વિશે સ્પષ્ટપણે કશું કહી શકાય નહીં કારણ કે દરેક પંખાનો વીજ વપરાશ અલગ અલગ હોઈ શકે છે. જોકે, પંખાની સાઇઝ, સ્પીડ અને ટાઇપ પર આધાર રાખીને સીલિંગ ફેનનો ઉર્જા વપરાશ 90 થી 100 વોટ સુધીનો હોઈ શકે છે.આ પણ વાંચો: અરે વાહ! 3 હજારથી પણ ઓછી કિંમતમાં આવે છે આ પાવરફુલ AC, શિમલા જેવો ઠંડો કરી દેશે રૂમ

સીલિંગ ફેનના ફાયદા

  • સીલિંગ ફેન મોટા રૂમને ઠંડક આપવા માટે વધુ કારગર હોય છે કારણ કે તે
  • રૂમની આસપાસ હવાનું સર્ક્યુલેશન કરી શકે છે.
  • સીલિંગ ફેન ઘરની સુંદરતા વધારવાનું કામ કરે છે.
  • ટેબલ ફેન કરતાં સીલિંગ ફેન વધુ ટકાઉ હોય છે અને તેનું આયુષ્ય લાંબુ હોય છે.

સીલિંગ ફેનના ગેરફાયદા

  • ટેબલ ફેન કરતાં સીલિંગ ફેન વધુ મોંઘા છે.
  • સીલિંગ ફેનને પ્રોફેશનલ ઇન્સ્ટોલેશનની જરૂર હોય છે.
  • કેટલાક સીલિંગ ફેનમાં અવાજ આવતો હોય છે અને રૂમની શાંતિને ખલેલ
  • પહોંચાડે છે.

આ પણ વાંચો: કૂલર ખરીદતા પહેલા આ વાતોનું રાખો ધ્યાન, નહીંતર પાણીમાં જશે કમાણીના પૈસા

ટેબલ ફેન

ટેબલ ફેન નાના અને પોર્ટેબલ હોય છે જે સરળતાથી ટેબલ અથવા ડેસ્ક પર મૂકી શકાય છે. તેમાં ટૂંકા બ્લેડ છે. ઉર્જા વપરાશના સંદર્ભમાં, પંખાની સ્પીડ અને સાઇઝના આધારે, ટેબલ ફેનનો વીજ વપરાશ લગભગ 30 થી 60 વોટ સુધીનો હોય છે.

ટેબલ ફેન ના ફાયદા

  • ટેબલ ફેન સીલિંગ ફેન કરતાં વધુ સસ્તા છે. આનો અર્થ એ છે કે તે સસ્તા આવે છે.
  • ટેબલ ફેન્સ પોર્ટેબલ છે અને તેને એક રૂમમાંથી બીજા રૂમમાં ખસેડી શકાય છે.
  • ટેબલ ફેન લગાવવા માટે કોઈ પ્રોફેશનલની જરૂર નથી.

ટેબલ ફેનના ગેરફાયદા

    • ટેબલ ફેન મોટા રૂમને ઠંડક આપી શકતા નથી, કારણ કે તેઓ મર્યાદિત માત્રામાં હવા ફેલાવે છે. ક્યારેક એક જ વ્યક્તિ હવાનો આનંદ માણી શકે છે.
    • ટેબલ પંખા ઓછા ટકાઉ હોય છે અને સીલિંગ ફેન્સની સરખામણીમાં તેનું આયુષ્ય ઓછું હોય છે.
    • ઘણા ટેબલ ફેન ખૂબ અવાજ કરે છે.

કયો ફેન વધુ વીજળી બચાવે છે?

જ્યારે વીજળી વપરાશની વાત આવે છે, ત્યારે ટેબલ ફેન સામાન્ય રીતે સીલિંગ ફેન કરતાં ઓછી વીજળી વાપરે છે. તેનાથી વીજળીનું બિલ પણ ઘટે છે. જો કે, ઘણા સીલિંગ ફેન પણ હવે ઓછી વીજળીનો વપરાશ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે. તેથી, તમે ખરીદતી વખતે પંખાના વીજ વપરાશને કન્ફર્મ કરી શકો છો.

First published:

Tags: Fan, Mobile and tech, Mobile and Technology

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here