ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના મતે રેજિડેંટ્સ એસોસિયેશનના સભ્યો, તેના અધ્યક્ષ ભાજપા રાજ્ય સમિતિના સદસ્ય ચેરુવક્કલ જયનના નેતૃત્વમાં યુવક અને યુવતીઓને એકસાથે બેસવાસી રોકવા માટે એક લાંબી ત્રણ સીટો વાળી બેન્ચને કાપીને એક સીટને બનાવી દીધી હતી. જે પછી સ્ટુડન્ટ્સે તેના વિરોધમાં લેપટોપ પ્રોટેસ્ટ શરુ કરી હતી.
આ પણ વાંચો – સોશિયલ મીડિયા પર લિપ લોકનો Video વાયરલ, વિદ્યાર્થીઓ યુવક યુવતીને ચિઅર અપ કરતા જોવા મળ્યા
રિપોર્ટ પ્રમાણે એન્જીનિયરિંગના વિદ્યાર્થી લેપટોપ પ્રોટેસ્ટ દરમિયાન એકબીજાના ખોળામાં બેસ્યા હતા. તેમની આંગળીઓ બાંધેલી છે અને હાથ એકબીજાના ખભા પર છે. આ સાથે તે કેમેરામાં જોઈને હસી રહ્યા હતા. તેમણે તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને આ તસવીર વાયરલ થઇ છે. સ્ટુડન્ટ્સનું કહેવું છે કે આ તે લોકો માટે છે જે કોલેજ સ્ટુડન્ટ્સ એટલે કે યુવક અને યુવતીઓને અલગ-અલગ બેન્ચ પર જોવાનું પસંદ કરે છે. સ્ટુડન્ટ્સે કહ્યું કે તે યુવક અને યુવતીઓને એકસાથે બેસવાનું સામાન્ય બનાવવા માંગે છે.
લોકોનું મળી રહ્યું છે ભારે સમર્થન
કોલેજ ઓફ એન્જીનિયરિંગ ત્રિવેન્દ્રમના એક વિદ્યાર્થી નંદના જે લેપટોપ પ્રોટેસ્ટ કરનાર સ્ટુડન્ટ્સના સમૂહનો ભાગ છે તેણે TOI સાથે વાતચીત કરતા કહ્યું કે અમને નથી લાગતું કે એક રાતમાં સમાજ બદલી જશે પણ લોકો વિદ્યાર્થીઓને ઇજા પહોંચાડવાનું બંધ કરે. અમારી પોસ્ટ વાયરલ થયા પછી અમને લોકોનું ભારે સમર્થન મળી રહ્યું છે.
સ્ટુડન્ટ્સને જ્યારે ખબર પડી કે રેજિડેંટ્સ એસોસિયેશનના સભ્યો દ્વારા બસ સ્ટોપની બેન્ચ તોડવામાં આવી રહી છે. ત્યારે સ્ટુડન્ટ્સને વાતચીત દરમિયાન આ આઇડિયા અચાનક આવ્યો હતો. ત્યારે તેમણે લેપટોપ પ્રોટેસ્ટનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું કે જો તેમની સમસ્યા અમારી સાથે બેસવાથી છે તો કેમ ના આપણે એકબીજાના ખોળામાં બેસવું જોઈએ?
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર