આઈફોન નિર્માતા અને અમેરિકાની ટેક કંપની એપલના એક પૂર્વ કર્મચારી પર સાત વર્ષમાં 17 મિલિયન ડોલરથી વધુની છેતરપિંડીનો આરોપ લાગ્યો છે. કેલિફોર્નિયા ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસના એક નિવેદન અનુસાર, એપલના ભૂતપૂર્વ કર્મચારી ધીરેન્દ્ર પ્રસાદે છેતરપિંડીનો ગુનો કબૂલ્યો છે. તેના કારણે કંપનીને 17 મિલિયન ડોલરથી વધુનું નુકસાન થયું હોવાનું જાણવા મળે છે.

2008થી 2018 સુધી એપલમાં કામ કરનાર 52 વર્ષીય ધીરેન્દ્ર પ્રસાદને મંગળવારે ફેડરલ કોર્ટમાં દોષી ઠેરવ્યો હતો. તે વિવિધ વિક્રેતાઓ પાસેથી એપલ માટે પાર્ટસ અને સર્વિસ ખરીદતો હતો.

આરોપી ઘણી વખત જૂની વસ્તુને પેક કર્યા બાદ કંપનીને પરત મોકલતો હતો, જેની કિંમત પણ તે કંપની પાસેથી લેતો હતો. પ્રસાદે સ્વીકાર્યું કે, આ છેતરપિંડી 2018 સુધી ચાલી હતી અને તેના કારણે એપલને 17 મિલિયન ડોલરથી વધુનું નુકસાન થયું હતું.

આ કેસમાં સરકારી વકીલોએ જણાવ્યું હતું કે 52 વર્ષીય પ્રસાદને છેતરપિંડીના કાવતરા અને યુનાઇટેડ સ્ટેટ્સને છેતરવાના કાવતરા સહિત અનેક આરોપોમાં દોષી ઠેરવવામાં આવ્યા છે.

પ્રસાદ કહે છે કે તેણે 2011 માં રૂશ્વત લઈને, ઇન્વોઇસેસ વધારીને, પાર્ટ્સની ચોરી કરીને અને ક્યારેય લીધી જ ન હોય તેવી સેવાઓ માટે એપલ પાસેથી ચાર્જ લઈને એપલને છેતરવાનું શરૂ કર્યું હતું.

અરજીમાં પ્રસાદે એ પણ સ્વીકાર્યું હતું કે, કાવતરામાં તેનો સાથ આપવામાં રોબર્ટ ગેરી હેન્સેન અને ડોન એમ બેકરનો સમાવેશ થાય છે, બંને કેલિફોર્નિયાના સેન્ટ્રલ ડિસ્ટ્રિક્ટના રહેવાસી છે. પ્રસાદે જણાવ્યું હતું કે, હેન્સેન અને બેકર વેન્ડર કંપનીઓની માલિકી ધરાવે છે. આ કંપની એપલ સાથે ધંધામાં સંકળાયેલી છે. બંને સાગરીતો પર અલગ-અલગ ફેડરલ કેસોમાં આરોપ મૂકવામાં આવ્યા હતા અને આ જોડીએ એ પણ સ્વીકાર્યું છે કે તેઓ પણ આ છેતરપિંડીમાં સામેલ હતા.

આ પણ વાંચો: Explainer: 8 ડોલરમાં બ્લૂ ટિક સિવાય Twitter તમને આપશે કઈ-કઈ સુવિધાઓ?

અહીં ઉલ્લેખનિય છે કે, હવે પ્રસાદને 14 માર્ચ, 2023 ના રોજ સજાની સુનાવણીનો સામનો કરવો પડશે અને ત્યાં સુધી તે કસ્ટડીની બહાર રહેશે. સ્પેશિયલ એન્ફોર્સમેન્ટ પ્રોગ્રામની મદદથી ઇન્ટરનલ રેવન્યુ સર્વિસ, ક્રિમિનલ ઇન્વેસ્ટિગેશન દ્વારા આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અહેવાલો મુજબ પ્રસાદને 20 વર્ષથી વધુની જેલની સજા થઈ શકે છે. પ્રસાદ તેમજ એપલ સાથે વેપાર કરનારા અન્ય બે શખ્સો પર અલગ-અલગ ફેડરલ કેસોમાં આરોપ મૂકવામાં આવ્યા છે.

Published by:Mayur Solanki

First published:

Tags: Apple, Fraud

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here