કોરોના મહામારી બાદ યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધના કારણે વિશ્વમાં મંદી ઘેરી બનતી જાય છે. યુરોપમાં તો અત્યારથી તેની અસર જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં લોકોને મંદીમાં શું કરવું અને શું ન કરવું તેની સલાહો તજજ્ઞો આપી રહ્યા છે.

એમેઝોનના સ્થાપક અને અબજોપતિ જેફ બેઝોસે પણ ફુગાવા સામે ઝઝૂમી રહેલા અમેરિકનોને આગામી મહિનાઓમાં દેશમાં આર્થિક મંદી જોવા મળી શકે છે, તેવા ભય વચ્ચે કેટલીક સલાહ આપી છે. તેમણે અત્યારે મોટી ખરીદી ન કરવાનું સૂચન કર્યું છે. જોકે, તેમની આ સલાહના કારણે તેમની આલોચના થઈ છે.

સીએનએન સાથેની મુલાકાત દરમિયાન જેફ બેઝોસે અમેરિકનોને 2023માં સંભવિત સંકડામણને ટાળવા માટે અમુક રકમ બચાવવાની સલાહ આપી હતી. તેમણે કહ્યું હતું કે, થોડું જોખમ ઓછું કરો. ફક્ત થોડુંક જોખમ ઘટાડવાથી ફરક પડી શકે છે. જો તમે મોટી સ્ક્રીનનું ટીવી ખરીદવા વિશે વિચારી રહ્યા હોવ તો અત્યારે થોભી જાવ. તે રોકડ તમારી પાસે રાખો.

અહીં ઉલ્લેખનિય છે કે, ગયા મહિને પણ જેફ બેઝોસે અમેરિકનોને સતર્ક રહેવાની સલાહ આપી હતી. બીજી તરફ ડેટ્રોઇટ ફ્રી પ્રેસના ફોબી વોલ હોવર્ડે ધ્યાન દોર્યું હતું કે, ઓટો ઉદ્યોગ આપણા દેશનું મુખ્ય આર્થિક બળ છે અને 3 વર્ષથી સપ્લાય ચેઇન ખૂબ જ સંઘર્ષ કરી રહ્યું છે.

આ દરમિયાન ટેક પત્રકાર માઇક એલ્ગને ધ્યાન દોર્યું હતું કે, જેફ બેઝોસે અમેરિકનોને ખરીદવાનું બંધ રાખવાની ભલામણ કરી હતી. જોકે આવી પ્રોડક્ટ્સ તમે એમેઝોન પર ખરીદી શકતા નથી. બેઝોસે લોકોને નવી કાર, ટેલિવિઝન અને ઉપકરણો જેવી મોટી વસ્તુઓ માટેના ખર્ચને મુલતવી રાખવા વિનંતી કરી હતી.

ન્યૂયોર્ક ટાઇમ્સે અહેવાલ મુજબ, એમેઝોન આશરે 10,000 કર્મચારીઓની છટણી કરવાની યોજના ધરાવે છે, જે કંપનીના ઇતિહાસમાં સૌથી મોટા સામૂહિક ટર્મિનેશન હોય શકે છે. આવી સ્થિતિમાં બેઝોસની સલાહ લોકોના ગળે ઉતરી નથી.

આ પણ વાંચો: Aayushi Murder Case: બાપની મરજી વિરુદ્ધ દીકરીએ લગ્ન કર્યા તો ગોળી ધરબી દીધી, લાશ બેગમાં પૂરવા સગી મા એ કરી મદદ

સીએનએન સાથે વાત કરતા જેફ બેઝોસે કહ્યું કે વર્ષ 2023માં અમેરિકા સહિત આખી દુનિયામાં મંદી આવી શકે છે. આવી સ્થિતિમાં મંદીના આ સમયમાં લોકો પાસે પૈસા હોવા ખૂબ જરૂરી છે. આ સાથે તેમણે લોકોને સલાહ આપી હતી કે, અત્યારે લોકોએ મોંઘીદાટ કાર, ટીવી જેવી વસ્તુઓ ખરીદવાનું ટાળવું જોઇએ. આ સાથે તેમણે કહ્યું કે, લોકોના હાથમાં પૈસા હોવા ખૂબ જરૂરી છે.

જેફ બેઝોસનું માનવું છે કે વર્ષ 2023માં દેશભરમાં જબરદસ્ત આર્થિક મંદી આવી શકે છે. વિશ્વભરની ઘણી કંપનીઓ તેમના કર્મચારીઓને છૂટા કરી રહી છે. આવી સ્થિતિમાં લોકોએ આ મુશ્કેલ આર્થિક સમયગાળામાં સમજદારીપૂર્વક પૈસા ખર્ચવાની જરૂર છે.

Published by:Mayur Solanki

First published:

Tags: Amazone, Business, Jeff Bezos

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here