કારણ કે એન્ડ્રોઈડ ફોનમાંથી કોઈ પણ ફોટો ડિલીટ થઈ જાય તો તેને રિકવર કરવો ખૂબ જ સરળ છે. ચાલો જાણીએ કઈ રીતે.
Google Photos દ્વારા
જો તમે તમારા ફોનમાં Google Photos બેકઅપ ચાલુ કર્યું છે, તો ડિલીટ કરેલા ફોટા ખૂબ જ સરળતાથી રિકવર કરી શકાય છે.
STEP 1: તમારા Android ફોન પર Google Photos એપ્લિકેશન પર જાઓ.
STEP 2: ‘સ્ક્રીનના તળિયે લાઇબ્રેરી’ ટેબ મળશે, તેના પર ટેપ કરો.
STEP 3: ત્યાર પછી ‘ટ્રેશ’ ફોલ્ડર પર ટેપ કરો.
STEP 4: હવે તમે જે ફોટા રિકવર કરવા માંગો છો તે સિલેક્ટ કરો.
STEP 5: પછી તમારે ‘રીસ્ટોર’ ઓપ્શન પર ક્લિક કરો. આ રીતે તમારો ફોટો ફરી ગેલેરીમાં આવી જશે.
જો તમને એ સવાલ હોય કે જો ફોટોનું બેકઅપ જ ન થાય તો એવા કેસમાં શું કરવું… તો તમારે બીજી પદ્ધતિ અપનાવવી પડશે, અને તે પદ્ધતિ છે ફોટો રિકવરી એપ્સ ડાઉનલોડ કરવાની.
આ પણ વાંચો: લૂંટી લો! સ્માર્ટ ફોનથી લઈ TV સુધીની ઈલેક્ટ્રોનિક આઈટમ પર જોરદાર ડિસ્કાઉન્ટ, માનવામાં નહીં આવે
ગૂગલ પ્લે સ્ટોર પર ઘણા પ્રકારની ફોટો રિકવરી એપ્સ ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ કરીને ડિલીટ કરેલા ફોટા પાછા મેળવી શકાય છે. તો ચાલો જાણીએ આ પ્રકારની એપ કઈ કઈ છે.
STEP 1: ગૂગલ પ્લે સ્ટોરમાંથી ફોટો રિકવરી એપ ડાઉનલોડ કરો અને ઇન્સ્ટોલ કરો.
STEP 2: એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને તેને તમારા ફોનનાના સ્ટોરેજની ઍક્સેસ આપવાની પરમીશન આપો.
STEP 3: હવે અહીંથી એવા તમામ ફોટોઝ સિલેક્ટ કરી લો જે તમે રિકવર કરવા માંગો છો.
STEP 4: તમે સ્કેન કરવા માંગતા હોવ તે સ્ટોરેજ સ્થાન પસંદ કરો
STEP 5: સ્કેન શરૂ કરો અને તે સમાપ્ત થાય ત્યાં સુધી રાહ જુઓ.
STEP 6: તમે રિકવર કરવા માંગો છો તે ફોટા પસંદ કરો અને ‘રીસ્ટોર’ બટન પર ટેપ કરો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Mobile and tech, Mobile app