સામાન્ય ઘરની વાત કરીએ તો દરેક ઘરમાં 1 કે 2 એસી તો હોય જ છે. બીજી તરફ મોટા મોટા મોલ અને ઓફિસની વાત કરીએ તો આવી જગ્યાઓ પર મોટા સેન્ટ્રલાઈઝ્ડ એસી હોય છે, જે દિવસ અને રાત ચાલું જ રહેતા હોય છે. એસીને લઈને કહેવામાં આવે છે કે આના ઉપયોગથી આપણે ઘરોને તો ઠંડું રાખીએ છીએ, પરંતુ દિવસેને દિવસે વાતાવરણના તાપમાનને વધારે ગરમ કરીએ છીએ. તો ચાલો જોઈએ કે આ વાતમાં કેટલું તથ્ય છે.
આ પણ વાંચો: AC vs Cooler: એસી અને કુલર વચ્ચે શું છે તફાવત? બજેટ, કુલિંગ, આરોગ્યમાં કોના કરતાં કોણ સારું?
જ્યારે પણ આપણે એર કંડિશનર ચાલુ કરીએ છીએ, તે હવામાં કાર્બન ડાયોક્સાઇડ અને અન્ય ગ્રીનહાઉસ ગેસ છોડે છે, જે પર્યાવરણ માટે ઘાતક છે. આ વાયુઓમાં કાર્બન ડાયોક્સાઈડ, ક્લોરોફ્લોરોકાર્બન અને હાઇડ્રો-ક્લોરોફ્લોરોકાર્બનનો સમાવેશ થાય છે. એસીમાંથી નીકળતો આ ગેસ વાતાવરણને ગરમ કરે છે અને પ્રયાવરણ પર નકારાત્મક અસર કરે છે. કહેવામાં આવે છે કે એસીના ઉપયોગથી જે ગેસ બહાર વાતાવરણમાં નીકળે છે, તે જ ઓઝોનના સ્તરમાં ગાબડું પડવાનું કારણ છે. દિવસેને દિવસે આ સમસ્યામાં વધારો થતો જાય છે, કેમ કે એસીના ઉપયોગથી વાતાવરણમાં ગરમી વધે છે અને જેમ જેમ ગરમી વધે છે તેમ આપણે એસીનો ઉપયોગ વધારેને વધારે કરતા જઈએ છીએ.
માણસે પોતાની સુખ-સુવિધાઓ માટે કુદરત અને સ્વાસ્થ્યને દાવ પર મૂકીને અનેક શોધો કરી છે, જેમાંથી એક એર કંડિશનર છે. એર કંડિશનરનો ઉપયોગ માત્ર પર્યાવરણ જ નહી, પરંતુ આપણા સ્વાસ્થને પણ હાનિ પહોંચાડે છે. એસીનો લાંબા સમય સુધી ઉપયોગ કરવામાં આવે તો તેના એર ફિલ્ટરની ગુણવત્તામાં ઘટાડો થાય છે, જેના કારણે તે હાનિકારક કમ્પાઉન્ડને બહારના વાતાવરણમાંથી તમારા ઘર કે ઓફિસમાં પ્રવેશવા દે છે, જે તમારા સ્વાસ્થ માટે હાનિકારક સાબિત થાય છે. આ સાથે જ ધૂળના રજકણોના પ્રવેશને કારણે એલર્જી જેવી સમસ્યાઓ પણ જોવા મળતી હોય છે.
આ પણ વાંચો: શું 4 બ્લેડ વાળા પંખા 3 બ્લેડ કરતાં વધુ હવા આપે છે? તમારા રૂમ શેનાથી રહશે ઠંડો? અહીં સમજો તમામ ગણિત
વિજળીનો ઉપયોગ
મોટાભાગના અન્ય વિદ્યુત ઉપકરણોની તુલનામાં એસી ઘણી ઊર્જા અને વિજળીનો વપરાશ કરે છે. વધારે પડતા એસીના ઉપયોગના કારણે વીજળીના ઉત્પાદનમાં પણ વધારો કરવો પડે છે, જે પર્યાવરણમાં પ્રદૂષણ અને ગરમીના વધારાનું કારણ બને છે, કેમ કે મોટાભાગના દેશોમાં હજી પણ વીજ ઉત્પાદન માટે કોલસાનો ઉપયોગ કરવામાં આવે છે.
બાહ્ય વાતાવરણ માટે ઘાતક
જેમ આપણે અગાઉ વાત કરી કે એસી બાહ્ય વાતાવરણામં ગ્રીનહાઉસ ગેસ રિલીઝ કરે છે. એસીમાં CFC નામનો ગેસ હોય છે. જો ક્યારેય પણ લીક થાય તો આ ગેસ બાહ્ય વાતાવરણની હવા સાથે મિક્સ થઈને વાતાવરણને નુક્શાન પહોંચાડે છે. આ સિવાય પણ એસી રૂમની ગરમી ઓછી કરી તે ગરમીને બાહ્ય વાતાવરણમાં ફેંકે છે, જે બહારના વાતાવરણના તાપમાનમાં વધારો કરે છે. એસીનો ઉપયોગ કરતા વખતે કંમ્પ્રેસરને ઠંડુ રાખવા માટે એગ્ઝોસ્ટ એર ગરમ થાય છે, જે વાતાવરણમાં રિલીઝ થવાને કારણે તેનું તાપમાન વધારે છે.
સ્વાસ્થ માટે પણ છે હાનિકારક
એસીના સતત ઉપયોગને કારણે વાતાવરણની સાથોસાથ શરીરનું મોશ્ચરાઈઝેશન પણ ઓછું થઈ જાય છે. એવામાં જો સતત પ્રવાહી પદાર્થ યોગ્ય પ્રમાણમાં લેવામા ન આવે તો ડિહાઈડ્રેશનની સમસ્યા થઈ શકે છે. એસીના સતત ઉપયોગને કારણે નાક અને શ્વસનપ્રણાલીમાં શુષ્કતા આવી શકે છે, જે વાયરલ ઈન્ફેક્શનના ખતરાને વધારે છે.
એસીથી પર્યાવરણને કેવી રીતે બચાવી શકાય?
મહત્તમ ગરમીનો અનુભવ એવી જગ્યાઓ પર થાય છે, જ્યાં કુદરતી છાંયડાની વ્યવસ્થા નથી અથવા તો ઝાડની સંખ્યા ઓછી છે. આ સ્થળોએ 10થી 12 ડિગ્રી સેલ્સિયસનો તફાવત જોવા મળતો હોય છે. પર્યાવરણને એસીથી બચાવવાનો સૌથી સરળ રસ્તો છે વૃક્ષો વાવવાનો. તમારા ઘરની આસપાસ એવા વૃક્ષો વાવો જે ઓક્સિજનનુ ઉત્સર્જન કરે અને તેની સાથે સાથે કાર્બનડાયોક્સાઈડ અને તેના જેવા ઝેરી વાયુઓને શોષી લે. આ સિવાય એસીના ઉપયોગને ઘટાડીને મર્યાદિત કરવું પણ એક રસ્તો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: AC, Air conditioner, Mobile and Technology