છેલ્લા કેટલાક સમયથી સમાચાર ચર્ચામાં છે કે મોબાઈલ ફોન યુઝર્સ પાસેથી કંપનીઓ આ રીતે પરવાનગીઓ તપાસે છે. જેમાં વોટ્સએપ પર ગુપ્ત માહિતી સાંભળવામાં આવતી હોવાનું માનવામાં આવે છે.

જો તમે Apple iPhone નો ઉપયોગ કરતાં હોવ અને ફોનના કેમેરા અથવા માઇક્રોફોનનો ઉપયોગ કરવા માટે કઈ એપ પાસે એક્સેસ છે તે ચેક કરવા માગો છો, તો નીચે દર્શાવેલ સ્ટેપ્સ ફોલો કરો.

1. સૌથી પહેલા તમારો iPhone અનલોક કરો અને Settings માં જાઓ.
2. હવે નીચે સ્ક્રોલ કર્યા પછી, પ્રાઈવાસીના ઓપ્શન  પર ટેપ કરો.
3. અહીં માઈક્રોફોન અને કેમેરા પર ટેપ કર્યા પછી, તમને ખબર પડશે કે કઈ એપ્સ પાસે તેમની ઍક્સેસ છે.
4. જો તમે ઈચ્છો છો કે કોઈ એપ બેકગ્રાઉન્ડમાં કેમેરા કે માઇક્રોફોનને એક્સેસ ન કરી શકે, તો તેની સામે દેખાતા ટૉગલને બંધ કરો.

હવે Google પણ આમાં બાકી નથી. એટલે  તમારી બધી વાતો સાંભળે છે, Android ફોનમાં તરત જ આ સેટિંગ્સ બંધ કરો

એન્ડ્રોઇડ તેના યુઝર્સ પાસેથી આ રીતે પરમિશન માંગે છે. તો એમાં પણ તમે ચેક કરી શકો છો કે કઈ રીતે તમે પરમીશન આપેલ છે.

આ પણ વાંચો: PORN ADDICTION: ગંદી ફિલ્મોની જોવાની આદત પડશે ભારે, શીઘ્ર પતનથી માનસિક રોગો સુધીની ગંભીર અસરો

જો તમે એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર હોવ, તો પ્રાઈવસી ડેશબોર્ડ પણ સમય બતાવે છે કે એપ કયા સમયે માઈક્રોફોન-કેમેરા કે અન્ય પરમિશનનો ઉપયોગ કરે છે. દરેક પરમીશનની સ્થિતિ તપાસવા માટે નીચે આપેલા પગલાં અનુસરો.

1. સૌથી પહેલા તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનના સેટિંગમાં જાઓ.
2. સામે દેખાતા મેનુને સ્ક્રોલ કર્યા પછી તમારે Apps & Notifications પર જાવ.
3. હવે તે એપ પર ટેપ કરો જેના માટે તમે પરમિશનનું સ્ટેટસ ચેક કરો.
4. એપ માટે કેમેરા અને માઇક્રોફોનની પરવાનગી અહીંથી ચેક કરી શકાય છે અને બદલી શકાય છે.

કન્ફર્મ કરો કે જે એપ્લિકેશનોને તમની જરૂર છે તેમને જ કેમેરા અને માઇક્રોફોનની ઍક્સેસ છે. એની સિવાયના બંધ કરી દો. આ સિવાય એન્ડ્રોઇડ 14માં ગૂગલ કેમેરા અને માઇક્રોફોનને સંપૂર્ણપણે બ્લોક કરીને યુઝર્સને વધુ સારી પ્રાઇવસીનો વિકલ્પ આપવા જઇ રહ્યું છે.

First published:

Tags: Android, Mobile and tech, Privacy, Social media, Whatsapp

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here