ટ્વિટર યુઝર્સ માટે આજનો દિવસ રહ્યો. આજથી ટ્વિટરે જૂના વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવવાનું શરૂ કરી દીધું છે. હવે બ્લુટિક મેળવવા માટે તમારે પૈસા ચૂકવવા પડશે. પરંતુ તેની સાથે છેતરપિંડીનો ખતરો પણ વધી ગયો છે. હવે કોઈપણ તમારા નામે એકાઉન્ટ રજીસ્ટર કરીને બ્લુ ટિક મેળવી શકે છે. ચાલો તેના વિશે વિગતવાર જાણીએ.

Twitter યુઝર્સે શું કરવું જોઈએ?

હવે ટ્વિટર યુઝર્સે સાવધાન રહેવાની જરૂર છે. ટ્વિટરનો ઉપયોગ થોડો સાવધાનીથી કરો કારણ કે કોઈપણ તમારા નામે એકાઉન્ટ રજીસ્ટર કરી શકે છે અને પછી બ્લુ ટિક મેળવી શકે છે. જોકે, હવે બ્લુ ટિક માટે ફી ચૂકવવી પડશે. આવો જાણીએ કેટલીકે મહત્વપૂર્ણ માહિતી.આ પણ વાંચો: ગજબના ભેજા-બાજ નીકળ્યા ચોર! તાળા કોફી શોપના તૂટ્યા અને ચોરી Apple Storeમાં કરી, 4 કરોડથી વધુની લૂંટ

શું બદલાયું છે?

શુક્રવારે ટ્વિટરે યુઝર્સના જૂના વેરિફાઈડ એકાઉન્ટમાંથી બ્લુ ટિક હટાવવાનું શરૂ કર્યું. ટ્વિટરે બ્લુ ટિક હટાવવાનું શરૂ કરી દીધું છે. માત્ર સામાન્ય લોકોના ખાતામાંથી જ નહીં, પરંતુ તમામ સેલિબ્રિટી, ક્રિકેટરો અને રાજકારણીઓની પ્રોફાઇલમાંથી પણ બ્લુ ટિક દૂર કરવામાં આવશે. રાજ્યોના મુખ્યમંત્રીઓની પ્રોફાઇલમાંથી પણ બ્લુ ટિક દૂર કરવામાં આવશે. તેની સાથે શાહરૂખ ખાન, વિરાટ કોહલી અને સચિન તેંડુલકર જેવા દિગ્ગજોના ખાતામાંથી બ્લુ ટિક હટાવી દેવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ખાતામાંથી પણ બ્લુ ટિક હટાવી દેવામાં આવી છે. આ સાથે અનેક સંસ્થાઓના ખાતામાંથી બ્લુ ટિક પણ હટાવી દેવામાં આવી છે.

હવે બ્લુ ટિક માટે શું કરવું?

હવે તમારે બ્લુ ટિક મેળવવા માટે બ્લુ ટિકની કિંમત ચૂકવવી પડશે. તમારે દર મહિને 650 રૂપિયા ચૂકવવા પડશે. બીજી તરફ, જો તમે આખા વર્ષ માટે સબસ્ક્રિપ્શન લો છો, તો તમને તેના પર ડિસ્કાઉન્ટ પણ મળશે.

First published:

Tags: Business news, Social media, Twitter

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here