સોશિયલ મીડિયા યુઝર્સ #RIPTwitter દ્વારા અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક ટ્વિટમાં કર્મચારીઓએ તેમની સમસ્યાઓ જણાવી છે. આ સિવાય #RIPTwitter હેશટેગ સાથે યુઝર્સ અનેક ફની મીમ્સ પણ શેર કરી રહ્યાં છે. રસપ્રદ વાત તો એ છે કે, ટ્વિટરના નવા બોસ મસ્કે પણ આ હેશટેગમાં ઝંપલાવ્યું છે અને એક ટ્વિટમાં મીમ્સ શેર કર્યું જેમાં લખ્યું છે કે ‘ટ્વિટરની કબર.’
મસ્કનું કર્મચારીઓને અલ્ટીમેટમ
એલોન મસ્કે ગત સપ્તાહની મસમોટી છટણી બાદ ગત મોડી રાત્રે કંપનીના કર્મચારીઓને એક ઈમેલ મોકલ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, જો તેઓ કંપનીમાં કામ કરવા માંગતા હોય તો કલાકો સુધી ઝડપી કામ કરવું પડશે. જે લોકો ટ્વિટરમા કામ કરવા માગે છે તેઓ પાસે એક દિવસનો સમય છે. આ એક દિવસ ગુરુવારે સાંજે 5 વાગ્યેથી શરૂ થશે અને જવાબ નહીં મળે તો તેમને 3 મહિનાનો પગાર નહી મળે અને તેમને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવશે.
29 નવેમ્બરથી ફરી ‘બ્લુટિક’ સર્વિસ શરૂ કરવાનું પ્લાનિંગ
એલોન મસ્કે કહ્યું હતું કે, ટ્વિટરની 8 ડોલર બ્લુટિક સબ્સ્ક્રિપ્શન સેવા 29 નવેમ્બરથી ફરી શરૂ કરવામાં આવશે. માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મે નકલી એકાઉન્ટ્સની ફરિયાદો મળ્યા બાદ તેને અસ્થાયી રૂપે બંધ કરી દીધી હતી. મસ્કે 27 ઓક્ટોબરે ટ્વિટર પર નિયંત્રણ મેળવે તે પહેલાં સેલિબ્રિટી, સરકારી અધિકારીઓ, પત્રકારો અને અન્ય સેલિબ્રિટીઓને બ્લુટિક આપવામાં આવ્યા હતા. આ માટે પહેલા તેમની પ્રોફાઈલ વેરિફાઈ કરવામાં આવી હતી.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Elon musk, Twitter, Twitter India