ELON MUSK ON TWITTER BANKRUPTSY: ટ્વિટરના નવા માલિક એલન મસ્કે ગુરુવારે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નાદાર જાહેર થવાની સંભાવના વ્યક્ત કરી છે.

એલન મસ્કે કર્મચારીઓ સાથે સામૂહિક રીતે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કંપની નાદાર જાહેર થઈ શકે છે, તેથી તે વાતને નકારી શકાય તેમ નથી. બ્લૂમબર્ગ ન્યૂઝે રિપોર્ટમાં જણાવ્યું છે કે, $44 બિલિયનમાં ખરીદવા અંગે ક્રેડિટ નિષ્ણાંતોએ મહત્ત્વપૂર્ણ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે, ટ્વિટર ખરીદ્યાના 2 દિવસ બાદ નાણાંને અનિશ્ચિત પરિસ્થિતિમાં મુકી દેવામાં આવ્યું હતું.

એલન મસ્કે ઈમેઈલની મદદથી એક ખાસ સંદેશ આપ્યો હતો. એલન મસ્કે ચેતવણી આપી હતી કે, ટ્વિટર એડવર્ટાઈઝિંગ આવકને ઓફસેટ કરવા માટે સબસ્ક્રિપ્શન રેવન્યુ વધારવામાં નિષ્ફળ રહેશે, તો આગામી સમયમાં ટ્વિટરને આર્થિક મંદીથી બચાવી નહીં શકાય. ત્રણ વ્યક્તિઓએ આ મેઈલ જોયો હતો અને તેમણે રોયટર્સને આ જાણકારી આપી હતી.

યોએલ રોથે (Yoel Roth) ટ્વિટરમાંથી રાજીનામું આપી દીધું છે. તેઓ ટ્વિટર પર અભદ્ર ભાષા, ખોટી સૂચના અને સ્પામ પર ધ્યાન આપી રહ્યા હતા. બે અંગત વ્યક્તિઓ પાસેથી રોયટર્સને આ જાણકારી જાણવા મળી છે.

રોથે ગુરુવારે પોતાની ટ્વિટર પ્રોફાઈલમાં ‘પૂર્વ હેડ ઓફ ટ્રસ્ટ એન્ડ સેફ્ટી’ અપડેટ કર્યું છે.

રોથ આ મામલે કમેન્ટનો કોઈપણ પ્રકારનો જવાબ આપી રહ્યા છે. બ્લૂમબર્ગ અને ટેક સાઈટ પ્લેટફોર્મરે સૌથી પહેલા રોથને બહાર કાઢવાની સૂચના આપી હતી.

અગાઉ ગુરુવારે ટ્વિટરના મુખ્ય માહિતી સુરક્ષા અધિકારી લી કિસનરે ટ્વિટ કર્યું હતું કે, તેમણે રાજીનામું આપી દીધું છે.

ચીફ પ્રાઈવસી ઓફિસર ડેમિયન કાયરન અને ચીફ કોમ્પ્લાયન્સ અધિકારી મેરિયન ફોગાર્ટીએ પણ રાજીનામું આપી દીધું છે.

કંપનીના ટોપ એડ સેલ્સ એક્ઝીક્યુટીવ રોબિન વ્હીલરે જણાવ્યું કે, તેને કંપનીમાંથી કાઢવામાં આવી નથી. અગાઉ મીડિયા રિપોર્ટ્સ અનુસાર જાણવા મળ્યું હતું કે, તેને પણ તેના પદ પરથી હટાવવામાં આવશે.

ગુરુવારે રોબિન વ્હીલરે ટ્વિટ કર્યું હતું કે, “I’m still here”.

U.S. ફેડરલ ટ્રેડ કમિશને જણાવ્યું કે, પ્રાઈવસી અને કોમ્પ્લાયન્સ અધિકારીઓએ રાજીનામું આપ્યા બાદ ટ્વિટર પ્રત્યે ચિંતા થઈ રહી છે. આ ત્રણ વ્યક્તિઓએ રાજીનામું આપતા ટ્વિટરના રેગ્યુલેટરી ઓર્ડર પર જોખમ ઊભું થયું છે.

ગુરુવારે મોડી રાત્રે મસ્ક એટોર્ની એલેક્સ સ્પિરોએ ઈમેઈલમાં જણાવ્યું હતું કે, ‘ટ્વિટર કોમ્પ્લાયન્સમાં રહેશે. FTC સાથે ચર્ચા કરવામાં આવી છે અને કંઈક અલગ કરવા અંગે વાતચીત કરવામાં આવી રહી છે. આ આદેશો માટે વ્યક્તિગત કર્મચારીઓને નહીં, માત્ર ટ્વિટરને જવાબદાર ઠેરવવામાં આવશે.’

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘હું સમજું છું કે, ટ્વિટરમાં એવા કર્મચારી છે, જે FTC મામલે કામ કરી રહ્યા નથી. જો તેઓ બાબતોનું પાલન ન કરે તો તેમને જેલ થઈ શકે છે.’

એલન મસ્કે ગુરુવારે બપોરે ટ્વિટરના કર્મચારીઓ સાથે પહેલી બેઠક કરી હતી, જેમાં તેમણે ચેતવણી આપી હતી કે, આગામી વર્ષે અરબો ડોલરનું નુકસાન થઈ શકે છે. એલન મસ્કે ઈમેઈલમાં જણાવ્યું કે, રિમોટ વર્ક માટે મંજૂરી આપવામાં નહીં આવે. પ્રતિ સપ્તાહ ઓફિસમાં ઓછામાં ઓછા 40 કલાક કામ કરવું જરૂરી છે.

એલન મસ્કે 27 ઓક્ટોબરના રોજ ટેક ઓવર લીધું હતું અને તેઓ ક્લીન હાઉસમાં જતા રહ્યા હતા. તેમણે જણાવ્યું કે, કંપનીને એક દિવસમાં $4 મિલિયનથી વધુનું નુકસાન થઈ રહ્યું હતું. આ ડીલ કર્યા બાદ ટ્વિટર પર 13 અરબ ડોલરનું દેવું છે. આગામી 12 મહિનામાં કુલ 1.2 અરબ ડોલર વ્યાજની ચૂકવણી કરવાની છે. એલન મસ્કે બ્લૂ ટીક સર્વિસ ચાર્જ માટે દર મહિને 8 ડોલર વસૂલવાનું નક્કી કર્યું છે. એટલે કે, જે એકાઉન્ટ વેરિફાઈડ હશે તેમણે દર મહિને 8 ડોલર ચાર્જ તરીકે ભરવાના રહેશે.

ચેતવણી આપી

FTCના સાર્વજનિક મામલાના ડાયરેક્ટર ડગલસ ફરારે રોયટર્સને જાણકારી આપી છે. ‘અમે ટ્વિટર પર સતત નજર રાખી રહ્યા છીએ. કોઈપણ CEO અથવા કંપની કાયદાથી વિશેષ નથી. કંપનીઓએ અમારી સહમતિથી આદેશનું પાલન કરવું જોઈએ.’

FTCએ કરેલા આરોપોને દૂર કરવા માટે ટ્વિટરે $150 મિલિયન ચૂકવણી કરવા માટે મંજૂરી વ્યક્ત કરી છે. યૂઝર્સે એડવર્ટાઈઝિંગ ટાર્ગેટ કરવા માટે ફોન નંબર જેવી અંગત જાણકારીનો દુરુપયોગ કર્યો છે.

ટ્વિટરના પ્રાઈવસી એટર્નીએ સ્પિરોના હવાલાથી ગુરુવારે જણાવ્યું હતું કે, ‘મસ્ક કંપની સાથે ભારે જોખમ લેવા માટે તૈયાર છે. એલન મસ્કને FTCનો કોઈ જ ડર નથી.’ ટ્વિટરના બાયઆઉટે ચિંતા વ્યક્ત કરી છે કે, એલન મસ્ક હંમેશા રાજનૈતિક બાબતોમાં વચ્ચે પડે છે, જેના કારણે અન્ય દેશોનું પ્રેશર પણ આવી શકે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને બુધવારે જણાવ્યું હતું કે, ‘એલન મસ્કના અન્ય દેશો સાથેના સહયોગ અને ટેકનિકલ સંબંધ જોવા યોગ્ય છે.’

આ પણ વાંચો: ટ્વિટરમાં આવશે ગ્રે ટીક! હજુ તો બીજું ઘણું ગાંડપણ બાકી છે, એલન મસ્કની જાહેરાતથી યુઝર્સમાં કુતુહુલ

એલન મસ્કે ટ્વિટરના ફીચર અંગે જણાવ્યું હતું કે, તેમનો ઉદ્દેશ્ય આ પ્લેટફોર્મ માત્ર સત્ય જણાવે તેવો છે અને ફેક એકાઉન્ટને ડિલીટ કરવાનો છે.

ચિપોટ્લ મેક્સિકન ગ્રિલે જણાવ્યું કે, તેમણે ટ્વિટર પર પેઈડ અને પોતાનું કન્ટેન્ટ પરત ખેંચી લીધું છે, અમે આ નેતૃત્વ હેઠળ આ પ્લેટફોર્મનો ઉદ્દેશ્ય સમજવાની કોશિશ કરી રહ્યા છીએ.

જનરલ મોટર્સ સહિત અન્ય બ્રાન્ડમાં શામેલ થઈ ગયા છે. એલન મસ્કે ટ્વિટર ટેકઓવર કર્યા બાદ તેના પર એડવર્ટાઈઝિંગ બંધ કરી દીધી છે.

Published by:Mayur Solanki

First published:

Tags: Elon musk, Twitter, ટ્વિટર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here