અવનવા નિર્ણયોનો ધમધમાટ
ટ્વિટર ડીલ પૂરી કર્યા બાદ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ મસ્કે માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર (twitter)ની કામગીરીને અસર કરતા અવનવા નિર્ણયોનો ધમધમાટ શરૂ કર્યો છે. ટ્વિટરના રોજના લાખો એક્ટિવ યુઝર્સ છે. ભારત સરકારની ઘણી સંસ્થાઓના ટ્વિટર હેન્ડલ્સ પર ‘ઓફિશિયલ’ લેબલ (Official Label) જોવા મળ્યું હતું. જેમ કે વડાપ્રધાન કાર્યાલય, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ અને રક્ષામંત્રી રાજનાથ સિંહના ટ્વિટર એકાઉન્ટ પર પણ ‘ઓફિશિયલ’ લેબલ જોવા મળ્યું હતું.
‘ઓફિશિયલ’ લેબલ ટ્વિટરના કાયદેસર એકાઉન્ટ્સ અને તેમના બ્લુ ટિક માટે ચૂકવણી કરતા લોકો વચ્ચેની મૂંઝવણને મર્યાદિત કરવા માટે બીજું વેરિફિકેશન લેબલ રજૂ કરવાના નિર્ણય સાથે સુસંગત હતું. અગાઉ, ટ્વિટરના એક્ઝિક્યુટિવ એસ્થર ક્રોફોર્ડે ટ્વિટર પર કહ્યું હતું કે, ઘણા લોકોએ પૂછ્યું છે કે તેઓ બ્લુ ટિકવાળા ટ્વિટર બ્લુ સબ્સ્ક્રાઇબર્સ અને ‘ઓફિશીયલી’ વેરિફાઇડ એકાઉન્ટ્સ વચ્ચે કેવી રીતે તફાવત કરશે.
હવે આવશે ગ્રે ચેકમાર્ક
ન્યૂયોર્ક પોસ્ટે આપેલા અહેવાલ અનુસાર, ટ્વિટરના એક્ઝિક્યુટિવ એસ્થર ક્રોફોર્ડે જણાવ્યું હતું કે વેરિફાઈડ એકાઉન્ટ્સ હવે તેમના યુઝરનેમની નીચે “ઓફિશિયલ” લેબલ સાથે આવશે, જે ગ્રે વેરિફિકેશન ચેકમાર્ક સાથે હશે. તેમણે કહ્યું હતું કે, આ લેબલ યુઝર્સને ઓફિશિયલ એકાઉન્ટ્સ અને ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શન વચ્ચેનો તફાવત જાણવામાં મદદ કરશે, જે અગાઉ વેરિફાઇડ એકાઉન્ટ્સ માટે ઉપયોગમાં લેવાતા બ્લુ ચેકની જગ્યા લઈ રહ્યું છે.
આ પણ વાંચો: અમારે ત્યાં 10 વર્ષ નોકરી કરવા બદલ અભિનંદન! ટ્વિટરમાંથી છટણીના દિવસો પછી કર્મચારીને મળી ભેટ
ન્યૂયોર્ક પોસ્ટે ક્રોફોર્ડને ટાંકીને જણાવ્યું હતું કે, “અગાઉ વેરિફાઇડ તમામ એકાઉન્ટ્સને ‘ઓફિશિયલ’ લેબલ મળશે નહીં અને લેબલ ખરીદી માટે ઉપલબ્ધ નથી.” તેણીએ ઉમેર્યું કે, સત્તાવાર પેજને “સરકારી એકાઉન્ટ્સ, કોમર્શિયલ કંપનીઓ, બિઝનેસ પાર્ટનર્સ, મેજર મીડિયા આઉટલેટ્સ, પબ્લિશર્સ અને કેટલાક પબ્લિક ફીગર” માટે નિયુક્ત કરવામાં આવશે.
ટેસ્લાના શેરમાં 50 ટકાથી વધુનો ઘટાડો
રોઇટર્સના એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, આ દરમિયાન એલોન મસ્કની નેટવર્થ 200 અબજ અમેરિકન ડોલરથી નીચે આવી ગઈ છે, કારણ કે વિશ્વની સૌથી મૂલ્યવાન ઇલેક્ટ્રિક-વાહન ઉત્પાદકના ટોચના એક્ઝિક્યુટિવ અને સૌથી મોટા શેરહોલ્ડર ટ્વિટર પર વધુ વ્યસ્ત હોવાની આશંકાને કારણે રોકાણકારોએ ટેસ્લાના શેરને છોડી દીધા હતા. આ વર્ષે અત્યાર સુધીના ડેટા દર્શાવે છે કે ટેસ્લાના શેરમાં 50 ટકાથી વધુનો ઘટાડો થયો છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Elon musk, Gujarati tech news, Mobile tech, Tech, Twitter, Twitter India