કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડના (CBSE)દશમા ધોરણના પરિણામ (CBSE 10th Board Exam Result)જાહેર થયા છે. જેમાં શ્રીજા (Sreeja)નામની વિદ્યાર્થિનીએ 99.4 પોઇન્ટ મેળવીને ટોપર (Sreeja Board Result)બની છે. શ્રીજાને સંસ્કૃત અને સાયન્સમાં 100 નંબર મળ્યા છે. જ્યારે એસએસટી, મેથ્સ અને અંગ્રેજીમાં 99 નંબર મેળવ્યા છે. શ્રીજાએ પોતાની સફળતાનો શ્રેય પોતાના નાના-નાની, મામા અને માસીને આપ્યો છે. નંબર વન બનવા માટે શ્રીજાએ ઘણો સંઘર્ષ કર્યો છે. તેની કહાની બધાને ભાવુક કરી દેશે. (તસવીર – એએનઆઈ)