શું આ BA 2.75 કોવિડ-19નો સબ વેરિએન્ટ છે? એવા કયા લક્ષણો છે, જે કોવિડ-19ની એક બીજી લહેર આવી શકે છે?
અનેક નિષ્ણાંતોએ દાવો કર્યો છે કે, ઓમિક્રોનનો આ સબ વેરિએન્ટ મોટી માત્રામાં લહેર પેદા કરી શકે તેવી સંભાવના જોવા મળતી નથી. વૃદ્ધ વ્યક્તિઓએ સાવચેત રહેવાની જરૂરિયાત છે અને ડોકટરની સલાહ લેવી જરૂરી છે.
આ પણ વાંચો – ભારત પર મંકીપોક્સનું કેટલું જોખમ, શું છે સરકારની તૈયારીઓ? જાણો બધી જ વિગતો
BA 2.75 વેરિએન્ટના કોઈ વિશિષ્ટ લક્ષણો જોવા મળતા નથી, સામાન્ય તાવની સાથે હલ્કા લક્ષણો જોવા મળી શકે છે. કેટલાક દર્દીઓને સંક્રમણ થવા છતાં પણ લક્ષણો જોવા મળતા નથી.
આ સબ વેરિએન્ટ RT-PCR ટેસ્ટથી ઓળખવું મુશ્કેલ છે. આ સબ વેરિએન્ટ ઓળખવા માટે અલગ પદ્ધતિ શોધવાની જરૂરિયાત છે. RT-PCR અથવા અન્ય પ્રકારના નિદાનથી પદ્ધતિ મોટી વસ્તી માટે જીનોમ સિક્વન્સની સુવિધા સરળતાથી ઉપલબ્ધ કરાવવાની જરૂરિયાત છે.
આ નવા સબ વેરિએન્ટ પરથી કહી શકાય છે કે, મહામારી હજુ સુધી સમાપ્ત થઈ નથી. ઘરથી બહાર નીકળતી વખતે ભીડ ભાડવાળી જગ્યાએ, બસ, ટ્રેન અથવા ફ્લાઈટમાં સાર્વજનિક સ્થળો પર માસ્ક પહેરવું જરૂરી છે. જે લોકો કોવિડ-19નો બૂસ્ટર ડોઝ (booster dose of COVID-19) લેવા માટે યોગ્ય છે, તેમણે બૂસ્ટર ડોઝ જરૂરથી લેવો જોઈએ.
આ વેરિએન્ટના મહારાષ્ટ્રમાં 27, પશ્ચિમ બંગાળમાં 13, દિલ્હી, જમ્મૂ અને યૂપીમાં 1-1, હરિયાણામાં 6, હિમાચાલમાં 3, કર્ણાટકમાં 10, મધ્યપ્રદેશમાં 5 અને તેલંગાણામાં 2 કેસ સામે આવ્યા છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Omicron Case, Omicron Virus, કોરોના વાયરસ