હવે તેના નામ બાદ લોગોની કહાની આપને જણાવી. તે પણ એક રસપ્રદ કિસ્સો છે. બીએમડબ્લ્યૂનો લોગો એક એરક્રાફ્ટના પ્રોપેલરને દર્શાવે છે. આ એક ગતિથી ચાલતા એરક્રાફ્ટ એન્જીનના પ્રોપેલરની તસ્વીર છે. હવે એક કાર બનાવતી કંપનીને એરક્રાફ્ટ એન્જીન સાથે શું લેવાદેવા, એવો સવાલ પણ થાય. તો આવો જાણીએ લોગો પાછળની કહાની…
આ પણ વાંચો: VIDEO: વરમાળા વખતે સ્ટેજ પર ચડી આવ્યો પ્રેમી, દુલ્હનની માંગમાં સિંદૂર ભરી પત્ની બનાવી લીધી
વર્લ્ડ વોર સાથે જોડાયેલ છે કિસ્સો
હકીકતમાં જોઈએ તો, પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન બીએમડબ્લ્યૂની સ્થાપના ફાઈટર પ્લેનના એન્જીન બનાવવા માટે થઈ હતી. પણ વર્લ્ડ વોર બાદ વર્સેલ્લીસ યુદ્ધવિરામ સંધીની શરતો અંતર્ગત કંપનીએ એરક્રાફ્ટ એન્જીન બનાવવાના બંધ કરવા પડ્યા. બાદમાં કંપનીએ ઓટોમોબાઈલ ઈંડસ્ટ્રીમાં એન્ટ્રી મારી અને 1923માં કંપનીએ મોટરસાયકલ અને બાદમાં 1928માં કારનું ઉત્પાદન શરુ કર્યું.
પહેલા બનાવી મોટરસાયકલ
બીએમડબ્લ્યૂ આજે પોતાની લક્ઝૂરી કાર માટે વખણાય છે. તેના વિશે જાણીને આપને નવાઈ લાગશે કે આ કંપનીએ પહેલી ગાડી કોઈ કાર નહીં પણ મોટરસાયકલ બનાવી હતી. આ મોટરસાયકલનું નામ R32 અને તે 1923માં પહેલી વાર બનીને બજારમાં ઉતારી હતી.
બાદમાં થયું યુદ્ધ અને…
ત્યાર બાદ 1940નો સમય આવ્યો અને ફરી એક સમગ્ર દુનિયા યુદ્ધમાં લાગી ગઈ. આ હતું દ્વિતિય વિશ્વ યુદ્ધ. આ દરમ્યાન ફરી એક વાર બીએમડબ્લ્યૂએ કમાલ કરી બતાવી. આ દરમ્યાન સાઈડ કાર સાથે બીએમડબ્લ્યૂએ R75ને લોન્ચ કરી. આ એ મોટરસાયકલ હતી, જેના પર એકસાથે ત્રણ સૈનિક બેસીને કોઈ પણ વિસ્તારમાં સરળતાથી જઈ શકતા. હુમલો કરીને પાછા સુરક્ષિત આવી શકતા હતા.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: BMW Car