આ પણ વાંચો: વાહ! સ્ટ્રોબરીની ખેતી કરવા માગતા હોવ તો અહીં મળશે 5 રૂપિયામાં છોડ, ખેતીની રીત પણ શીખવશે
તો આ વાતનો જવાબ એ છે કે, પંખા પર વપરાતી વીજળીનો સંબંધ તેની સ્પિડ સાથે હોય છે,પણ તે રેગ્યુલેટર પર નિર્ભર છે. જી હાં, રેગ્યુલેટરના આધાર પર કહેવાય છે કે પંખાની સ્પિડથી વીજળીનો વપરાશ ઓછો અથવા વધારે કરી શકાય છે. પણ કેટલાય એવા રેગ્યુલેટર છે, જેની વીજળીના વપરાશ પર કોઈ અસર નથી પડતી અને પંખાની સ્પીડ સુધી જ મર્યાદિત રહે છે.
જી હાં…આપે સાચુ સમજ્યું કે, રેગ્યુલેટરના પ્રકાર પર નિર્ભર કરે છે પંખાની સ્પિડથી વીજળીની બચત થશે કે નહીં. કેટલાય પંખાના રેગ્યુલેટર એવા હોય છે, જે વોલ્ટેજને ઓછુ કરીને પંખાની સ્પીડને કંટ્રોલ કરે છે. જ્યારે અમુક ફક્ત સ્પિડને જ ઘટાડે છે. વીજળી સાથે તેને કંઈ લેવા દેવા નથી હોતું.
કેટલાય ફૈન રેગ્યુલેટર એવા છે, જે વોલ્ટેજને ઘટાડીને પંખાની સ્પિડને કંટ્રોલ કરે છે. આ રેગ્યુલેટરનો ઉપયોગ પંખામાં જતા વોલ્ટેજને ઘટાડવા માટે કરવામાં આવે છે. આવી રીતે પંખાએ ઓછી વીજળી વાપરી પણ આવી રીતે વીજળીની બચત નથી થઈ. તે એવી રીતે કે રેગ્યુલેટરે ફક્ત રેસિસ્ટરની માફક કામ કર્યું છે અને પંખાની અંદર પુરી વીજળી ગઈ છે. એટલા માટે પંખાની સ્પીડને ઓછો રાખવાથી વીજળીના વપરાશ પર કોઈ અસર નથી થતી.
આપને જણાવી દઈએ કે, જુના રેગ્યુલેટરમાં પંખાની સ્પીડ વધારવા કે ઘટાડવાની અસર વીજળી પર થાય છે. આપને યાદ હશે કે, તે સાઈઝમાં પણ ખૂબ મોટા હોય છે. પણ હવે જેમ જેમ ટેકનોલોજી વધી રહી છે. રેગ્યુલેટરની સિસ્ટમ પણ બદલાઈ રહી છે. હવે રેગ્યુલેટર પહેલાથી વધારે નવી ટેકનિક પર કામ કરે છે. જો કે, હાલમાં પણ બજારમાં એવા રેગ્યુલેટર આવે છે, જેને રેગ્યુલેટર કંટ્રોલ કરીને વીજળીની બચત કરી શકાય છે. અહીં અમે વાત કરી રહ્યા છીએ ઈલેક્ટ્રોનિક રેગ્યુલેટર્સની.
ઈલેક્ટ્રોનિક રેગ્યુલેટરથી બચે છે વીજળી
ઈલેક્ટ્રોનિક રેગ્યુલેર હવે વધારે ઉપયોગ થાય છે અને એવું માનવામાં આવે છે કે, તે વીજળી બચાવે છે. એવું માનવામાં આવે છે કે, ઈલેક્ટ્રોનિક રેગ્યુલેટરના ઉપયોગથી પંખાની સ્પીડ અને તેની સૌથી ઓછી સ્પીડની વચ્ચે વીજળી પાવરમાં અંતર જોઈ શકાય છે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર