ટેકનોલોજીના જમાનામાં અલગ અલગ ટેકનિક સામે આવતી રહે છે. અહીંયા અમે તમને એક એવી ટેકનિક વિશે જણાવી રહ્યા છીએ, જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય. તમે અત્યાર સુધી એવું સાંભળ્યું હશે કે, મોબાઈલ ફોન અથવા લેપટોપમાં ઈન્ટરનેટ યૂઝ કરવા માટે વાઈફાઈનો ઉપયોગ કરવામાં આવે છે. થોડા સમયમાં વાઈફાઈથી મોબાઈલ ફોન પણ ચાર્જ થઈ શકશે. તે માટે પાવર બેન્ક કે ચાર્જરની જરૂર નથી. આ ટેકનિક ટૂંક સમયમાં અમલમાં મુકાઈ શકે છે.
આ પણ વાંચો: જલ્દી કરો! આવો મોકો ફરી નહીં મળે, બંપર ડિસ્કાઉન્ટ પર મળી રહ્યાં છે બ્રાન્ડેડ AC, તૂટી પડ્યા ગ્રાહકો
આ પ્રકારે સમય જતાં ચાર્જરના બજારમાં મંદી આવી શકે છે. આ ટેકનિક પછી ચાર્જરની જરૂરિયાત જ નહીં રહે. આ ટેકનિકની મદદથી તમે હરતાફરતા પણ ઈન્ટરનેટ યૂઝ કરી શકો છો. આ પ્રકારે તમારો ફોન પણ ચાર્જ થઈ જશે.
વર્ષ 2015માં ટેકનિક આવી હતી
વોશિંગ્ટન યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ વર્ષ 2015માં આ ટેકનિક ડેવલપ કરી હતી. આ ટેકનિક હજુ સુધી બજારમાં ઉપલબ્ધ નથી. વૈજ્ઞાનિકોએ આ નવી ટેકનિકને પાવર ઓવર વાઈફાઈ નામ આપ્યું છે. હવેથી કોઈપણ પ્રકારના વાયર વગર, કોઈપણ સમયે, કોઈપણ સ્થળે ફોન ચાર્જ કરી શકાશે.
આ પણ વાંચો: ફોન ચાર્જિંગ પોર્ટને સાફ કરવાની સાચી રીત દરેક વ્યક્તિને નથી ખબર, પ્રોફેશનલ્સ પણ નહીં કરી શકે આટલું ક્લીન
ફાસ્ટ ચાર્જિંગ
વધુમાં જાણવા મળ્યું છે કે, આ ટેકનિક હેઠળ 30 ફૂટના અંતરે પણ ઈન્ટરનેટ કનેક્શન અને વાઈફાઈની મદદથી ફોન ચાર્જ કરી શકાશે. આ ટેકનિક તૈયાર કરનાર વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, આ મોબાઈલ ચાર્જરની સરખામણીએ આ ટેકનિકથી ફોન ઝડપથી ચાર્જ કરી શકાશે.
આ ટેકનિક કેવી રીતે કામ કરશે?
આ બાબતે વધુ જાણકારી મુજબ પાવર ઓવર વાઈ ફાઈ ટેકનિક રેડિયો ફ્રિકવન્સી ટેકનિક પર કામ કરે છે. આ ટેકનિકમાં ડાયરેક્ટ કરંટનો ઉપયોગ Wi-Fiમાં પરિવર્તિત કરીને હવામાં ફેલાવવામાં આવે છે. એક ખાસ સોફ્ટવેરની મદદથી મોબાઈલ ફોનની બેટરી પણ ચાર્જ થવા લાગે છે. આ ટેક અમલમાં આવી ગયા બાદ મોબાઈલને ચાર્જ કરવા ક્ષેત્રે ક્રાંતિ આવી જશે તેવું અનુમાન ચોક્કસથી લાગવી શકાય.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Android smartphone, Budget smartphone, Fastest charging Phone, Mobile and Technology