નવી દિલ્હી. કન્વર્સેશન મીડિયા પ્લેટફોર્મ બૉબલ એઆઇએ (Bobble AI) સ્માર્ટફોન યુઝર્સ પર કરેલા એક નવા રિચર્સ (Research)ના આંકડાઓ શેર કર્યા છે. આ રિસર્ચમાં આશરે 8.5 કરોડ પુરુષો અને મહિલાઓ દ્વારા એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો યુઝ કરવાની રીત વિશે ખુલાસો કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, મોટાભાગના ભારતીય પુરુષો ગેમિંગ એપ્લિકેશનનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. જ્યારે મહિલાઓ ફૂડ અને મેસેજિંગ એપ્લિકેશન પસંદ કરે છે.

બૉબલ એઆઇના રિપોર્ટ અનુસાર, ગત વર્ષે સ્માર્ટફોન પર ભારતીય યુઝર્સ દ્વારા પસાર કરવામાં આવેલા સમયમાં 50 ટકાનો વધારો થયો છે. તેવામાં સ્માર્ટફોનના ઉપયોગમાં મહિલાઓની ભાગીદારી સતત વધવા છતાં, ભારતમાં ફક્ત 11.3 ટકા મહિલાઓ જ પેમેન્ટ એપનો યુઝ કરે છે.

આ પણ વાંચો: ઉનાળામાં AC-પંખા ચલાવવાથી હજારોમાં આવે છે વીજળીનું બિલ! આ ટિપ્સથી ખર્ચો થઇ જશો અડધાથી પણ ઓછો

પુરુષોને પસંદ છે આ એપ્સ

રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ભારતીય પુરુષ પોતાના સ્માર્ટફોન પર સૌથી વધુ ગેમિંગ એપનો ઉપયોગ કરી રહ્યાં છે. તેનાથી ઉંધુ મહિલાઓમાં ગેમિંગ એપ્સ પ્રત્યે રસ ઓછો જોવા મળ્યો છે. વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે ફક્ત 6.1 ટકા મહિલાઓ જ ગેમિંગ એપ્લિકેશનનો યુઝ કરી રહી છે.

મહિલાઓ આ બાબતમાં આગળ

ભલે મહિલાઓને ગેમિંગ એપ્સ પસંદ ન હોય, પણ સોશિયલ અને મેસેજિંગ એપ્સનો ઉપયોગ કરવામાં તેમની ભાગીદારી તુલનાત્મક રીતે સારી છે. રિસર્ચ મુજબ, વિડિયો એપ્લિકેશનનો ઉપયોગ કરવામાં મહિલાઓનો હિસ્સો 21.7 ટકા અને ફૂડ એપ્લિકેશન્સમાં 23.5 ટકા છે.

આ પણ વાંચો: 25 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે આ શાનદાર ફોન, દરેક મામલામાં છે નંબર-1 છે, ખરીદી માટે લોકોની દોડ!

રિપોર્ટ અનુસાર પેમેન્ટ એપ્સમાં મહિલાઓની ભાગીદારી 11.3 ટકા છે અને સ્પોર્ટ્સ એપ્સ 6.1 ટકા છે, જે આ જ એપ્સનો ઉપયોગ કરતા પુરુષોની સરખામણીમાં સૌથી ઓછી છે. આ રિસર્ચ મોબાઇલ માર્કેટ ઇન્ટેલિજન્સ ડિવિઝન દ્વારા પ્રાઇવસીના માપદંડને અનુસરતા 85 મિલિયન એન્ડ્રોઇડ સ્માર્ટફોન યુઝર્સ સાથે હાથ ધરવામાં આવ્યું હતું. રિસર્ચનું વિશ્લેષણ બોબલ એઆઈ દ્વારા તૈયાર કરવામાં આવ્યું હતું.

First published:

Tags: Android smartphone, Budget smartphone, Mobile and Technology, Smartphones

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here