સારી નોકરી, અને શાનદાર સેલેરી… દરેક નોકરી કરનાર વ્યક્તિને પોતાની પ્રોફેશનલ લાઈફથી આ જ વસ્તુની આશા હોય છે. પરંતુ, ઘણીવાર એવું પણ થાય છે કે તમને કામ આવડે છે, તમારો અનુભવ અને ક્વૉલિફિકેશન બંને સારુ હોય છે પણ છતાં તમને ઈન્ટરવ્યૂ માટે કૉલ નથી આવતો. તેનું કારણ એ હોય શકે છે કે, રિક્રૂટર્સને તમારુ રિઝ્યૂમે ઈમ્પ્રેસિવ નથી લાગતું. પહેલું ઈમ્પ્રેશન સારુ પડે, તેના માટે જરુરી છે કે તમારુ રિઝ્યૂમે મજબૂત હોય. હવે રિઝ્યૂમેને મજબૂત બનાવવા માટે તમે ChatGPT ની મદદ લઈ શકો છો.

ChatGPT ના ફક્ત રિઝ્યૂમે બનાવીને આપી શકે છે, પરંતુ તે અલગ-અલગ કંપનીના હિસાબે તમારા રિઝ્યૂમેમાં બદલાવ પણ કરી શકે છે. ChatGPT થી રિઝ્યૂમે બનાવવા માટે તમારે ChatGPT ની વેબસાઈટ પર જવું પડશે. ત્યાં તમારે તમારું એકાઉન્ટ બનાવવાનું રહેશે . એકાઉન્ટ બનેલું છે તો ત્યાં લોગ ઈન કરવાનું રહેશે.

આ પણ વાંચોઃ શું બટન વગર લોન્ચ થશે નવા iPhone? પ્રો મોડલ્સને લઈને શું છે ચર્ચા, જાણો અહીં

ChatGPTથી રિઝ્યૂમે કેવી રીતે બનાવવું?

ChatGPTથી રિઝ્યૂમે બનાવવા માટે તમારે તેને તમારી બધી જ સામાન્ય જાણકારી આપવી પડશે. કઈ ફિલ્ડમાં કામ કરો છો, વર્ક એક્સપીરિયન્સ વગેરે. જેમકે શરુ કરવા માટે એક સોફ્ટવેર ઈજનેર ChatGPTને ઈન્સ્ટ્રક્શન આપી શકે છે કે Right resume for software engineer.

AI ચેટબોક્સના અત્યાર સુધીના અનુભવમાંથી એ સમજમાં આવ્યું ચે કે જ્યાં સુધી ચેટબૉટ પાસે જાણકારીનો અભાવ હશે, તો તે રિઝલ્ટ આપવામાં સ્ટ્રગલ કરશે. તો અત્યાર સુધી ChatGPT ને એ જાણકારી નહીં હોય કે અત્યાર સુધીનો તમારો એક્સપીરિયન્સ કેટલો છે. તમે ક્યાં-ક્યાં કામ કર્યુ છે, તમે કેવું કામ કરવા માંગો છો. ત્યાં સુધી તે સારુ રિઝ્યૂમે બનાવી નહીં શકે. તો આ જાણકારી તમારે ChatGPTને આપવી પડશે. તમારી ડિટેઇલ્સ આપતા સમયે તમે ChatGPTને તમારી પ્રોફેશનલ અચીવમેન્ટ્સ પણ જણાવી શકો છો. તમારે તમારા ક્વોલિફિકેશનની જાણકારી પણ ChatGPTને આપવી પડશે.

આ પણ વાંચોઃ OMG! 6 હજારથી ઓછી કિંમત અને ફીચર્સ પણ જોરદાર, આ સ્માર્ટફોન સિંગલ ચાર્જમાં ચાલશે 39 કલાક

આ સિવાય તમારે ChatGPTને જણાવવાનું રહેશે કે તમારે કઈ કંપનીમાં કયા પ્રકારનું કામ કરવું છે. તેનાથી ChatGPT તે કંપની અને વર્ક પ્રોફાઈલના હિસાબે તમારુ રિઝ્યૂમે બનાવીને આપશે. જો તમે કોઈ ખાસ નોકરી માટે અપ્લાઈ કરવાના છો તો કંપનીએ જે જૉબ ડિસ્ક્રિપ્શન પોસ્ટ કરી છે તે તમે રિઝ્યૂમેમાં ઉમેરી શકો છો.

જો સંતોષ ના મળે તો, ChatGPT પાસે સુધારી શકો છો

તમારા તરફથી આપવામાં આવેલી માહિકીના હિસાબથી ChatGPT તમને રિઝ્યૂમે બનાવીને આપશે. બની શકે છે કે, તમને રિઝ્યૂમે અને તેમાં લખેલી લઈનોના ફોર્મેટથી સંતોષ ના હોય. તેવામાં તમે તે લાઈનને બદલવા માટે ChatGPTને કહી શકો છો. પોસિબલ છે કે એકવારમાં તમને પરફેક્ટ રિઝ્યૂમે નહીં મળે. તો તમારે ChatGPTને વારંવાર ફીડબેક આપવી પડશે. જો ChatGPTએ બનાવેલું રિઝ્યૂમે તમને વધારે ફોર્મલ લાગે છે તો તમે તેને રિક્વેસ્ટ કરી શકો છો કે તે થોડું કેઝ્યુઅલ ટોનમાં રિઝ્યૂમે લખીને આપે. વળી, તમે કોઈપણ ભાગને ક્રિસ્પ અથવા ડિટેલમાં લખવા માટે ઈન્સ્ટ્રક્શન પણ આપી શકો છો.

First published:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here