નવી દિલ્હી: ઉનાળાની શરૂઆત સાથે જ હવે લોકો કારના AC પર ચલાવવા લાગ્યાં છે. કાળઝાળ ગરમીમાં ઠંડી કારની મુસાફરી કરવી દરેક લોકોને પસંદ હોય છે પરંતુ ઘણીવાર આ મુસાફરીમાં મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે અને કારનો ફ્યૂલ ખર્ચ પણ વધુ આવે છે. એટલે કે એસી ઓન થયા બાદ ઘણીવાર કાર ઠંડી થવામાં વધુ સમય લાગે છે અને તમે પરસેવે રેબઝેબ થઇ જાઓ છો.

તમારી કારનું આ જ AC ગાડીને મિનિટોમાં શિમલા જેવી ઠંડીગાર કરી શકે છે. જી હા, આ સરળતાથી શક્ય છે. તેના માટે તમારે બસ એક સરળ સેટિંગ છે તેને ચેન્જ કરવાનું છે. આ સેટિંગ બદલતા જ કાર થોડા જ સમયમાં ઠંડી થઇ જાય છે પરંતુ ઘણા લોકોને આ વિશે જાણકારી નથી હોતી.

આ પણ વાંચો:  હવે તમારા હાથમાં પણ હશે શાનદાર 5G ફોન, તમે આ 5 ડીલ્સને નહીં કહી શકો ના, હમણા જ ખરીદો

શું છે આ સેટિંગ

તમે ક્યારેય ધ્યાન આપ્યુ છે કે તમારી કારના AC કંટ્રોલ્સ પાસે બે બટન હોય છે. એકમાં તીરનું નિશાન કારની અંદર તરફ ઇશારો કરે છે અને બીજામાં કારની અંદર જ એક રાઉન્ડ નિશાન બનેલુ હોય છે. આ બંને બટન જ છે જે તમારી કારને ઇન્સ્ટન્ટ ચિલ કરવામાં મદદ કરે છે.

શું કામ કરે છે આ બે બટન

કારની અંદરની તરફ ઇશારો કરતું બટન દબાવવા પર કારમાં બહારની હવાનું સર્ક્યુલેશન થાય છે. કારની અંદરની હવા બહાર જાય છે અને કારની અંદર બહારની હવા આવે છે. તેવામાં કારમાં રાઉન્ડ તીર વાળુ બટન દબાવવાથી જ હવા સર્ક્યુલેટ થાય છે અને કારની અંદર બહારની હવા બિલકુલ નથી આવતી. કારની અંદરની હવા પણ બહાર નથી નીકળતી.

આ પણ વાંચો:  boAt નો મોટો ધમાકો, આ નવા ઇયરબડ્સ એક જ ચાર્જ પર ચાલશે 120 કલાક

કેવી રીતે ઠંડી થશે કાર

જ્યારે પણ તમે ગરમી દરમિયાન ગાડીમાં બેસીને AC ઓન કરો તો બહારની તરફ ઇશારો કરતા તીરવાળા બટનને થોડી વાર માટે ઓન કરી દો. આમ કરવાથી કારની અંદર રહેલી ગરમ હવા બહાર નીકળી જશે અને ACમાંથી આવી રહેલી હવ તેને ઘણી હદ સુધી ઠંડી કરી દેશે. તે બાદ અંદરના સર્ક્યુલેશન વાળા બટનને દબાવી દો. હવે કારમાં ફક્ત ઠંડી હવા જ સર્ક્યુલેટ થશે અને કાર ઝડપથી ચિલ થઇ જશે. તેનાથી AC પર પણ લોડ ઓછો આવશે અને તમારી કારની માઇલેજ પણ સારી રહેશે.

સફાઇનું રાખો ધ્યાન

અંદરની હવા સર્ક્યુલેટ કરવા માટે સક્શન વેંટ ડેશબોર્ડની નીચે હોય છે. તેવામાં જો તમે કાર સાફ નહીં કરો તો આ ધૂળ અને ગંદકી ખેંચે છે. જે એસી ફિલ્ટરમાં ભરાવા લાગે છે અને ફિલ્ટર થોડા જ સમયમાં ગંધ બહાર ફેંકવા લાગશે. તેવામાં કારની સફાઇનું પૂરતું ધ્યાન રાખો.

First published:

Tags: AC, Car Collection, Mobile and Technology, Technology news

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here