બે દિવસ પહેલા એલન મસ્કે કર્મચારીઓને એક અલ્ટીમેટમ આપ્યું હતું. એલન મસ્કે કર્મચારીઓને ઈમેઈલ મોકલીને જણાવ્યું હતું કે, ‘ટ્વિટરને સફળ બનાવવા માટે અપણે ખૂબ જ કટ્ટર થવાની જરૂર છે.’ ઈમેલમાં લાંબા સમય સુધી કામ કરવાનું જણાવવામાં આવ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઈમેઈલના કારણે કર્મચારીઓ પર ખૂબ જ નકારાત્મક અસર થઈ છે. કર્મચારીઓએ ગુરુવાર સુધીમાં એલન મસ્કનું ઓનલાઈન ફોર્મ પૂરું કરવાનું હતું. જો આ કામ પૂર્ણ ન થાય તો કર્મચારીઓને કંપની છોડવાનું જણાવવામાં આવ્યું હતું.
કંપની છોડનાર કર્મચારીઓએ શું કહ્યું?
CNBC અનુસાર અત્યાર સુધીમાં કેટલા કર્મચારીઓએ ટ્વિટર છોડી દીધું છે, તે જણાવવામાં આવ્યું છે. ટ્વિટરના ત્રણ કર્મચારીઓએ ટ્વિટર છોડવાની યોજના વિશે જણાવ્યું છે. એક એન્જિનિયર જણાવે છે કે, મહત્ત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું પ્રતિનિધિત્વ કરનાર ટીમ પોતાની સ્વેચ્છાથી કંપની છોડી રહી છે. અમારી પાસે અનેક વિકલ્પો છે અને પ્રોફેશનલ વ્યક્તિ છીએ. આ કારણોસર એલન મસ્કે અમને રહેવા માટે કોઈ કારણ આપ્યું નથી.
એલન મસ્ક વર્કફોર્સ ઓછી કરવાનું વિચારી રહ્યા છે
એલન મસ્કે ટ્વિટર અંગે પોતાની નીતિઓ વિશે અગાઉથી સ્પષ્ટતા કરી છે. તેઓ જણાવે છે કે, ટ્વિટરમાં વધુ કર્મચારીઓની જરૂર નહોતી, આ કારણોસર તેઓને કંપનીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે. એલન મસ્કે ટ્વિટરમાં એન્ટ્રી કરતા જ CEO પરાગ અગ્રવાલ સહિત અનેક અધિકારીઓને કંપનીમાંથી કાઢી મુક્યા હતા. ત્યરાબદ તેમણે કંપનીમાં મોટાપાયે છટણી શરૂ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર જે કર્મચારીઓએ મેનેજમેન્ટના આ નિર્ણયની ટીકા કરી હતી, તે કર્મચારીઓને પણ કંપનીમાંથી કાઢી મુકવામાં આવશે.
મસ્કને નાદાર જાહેર થવાનો ડર
એલન મસ્કને ટ્વિટર નાદાર જાહેર થવાનો ડર સતાવી રહ્યો છે. તેમણે આ અંગે કર્મચારીઓને ચેતવણી પણ આપી હતી. એલન મસ્કે કર્મચારીઓને સપ્તાહમાં 80 કલાક કામ કરવા જણાવ્યું છે અને મફતમાં ભોજન નહીં મળે તે પણ જાણકારી આપી છે. ઉપરાંત વર્ક ફ્રોમ હોમ પોલિસીમાં પણ ફેરફાર કરવામાં આવશે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર