નવી દિલ્હી: એરટેલે હરિયાણા અને ઓડિશામાં પોતાના રિચાર્જ પ્લાનની કિંમતોમાં ભારે વધારો કર્યો છે. ન્યૂજ એજન્સી પીટીઆઈના એક રિપોર્ટ અનુસાર, કંપનીએ અહીં મિનિમમ રિચાર્જની કિંમત 57 ટકા વધારી દીધી છે. હવે મિનિમમ રિચાર્જ માટે 99 રૂપિયાની જગ્યાએ 155 રૂપિયા ચુકવવા પડશે. આ ઉપરાંત નવા પ્લાનમાં વેલિડિટી પણ 28 દિવસની જગ્યાએ 24 દિવસની મળશે.

99 રૂપિયાના પ્લાનમાં 99 રૂપિયાના ટોકટાઈમ સાથે 200MB ડેટા મળતો હતો. આ પ્લાનમાં કોલ રેટ 2.5 પૈસા પર સેકન્ડ હતું. ટેરિફમાં વધારાના કારણની વાત કરીએ તો, એરટેલ તેના દ્વારા પોતાની એવરેજ રેવન્ય પર યુઝર (ARPU) વધારવા માગતી હતી. એરટલેનું (ARPU) આ વર્ષે બીજા ક્વાર્ટર (FY23 Q2)માં 190 રૂપિયા હતું. તે તેને 300 રૂપિયા સુધી પહોંચાડવા માગે છે.

આ પણ વાંચો: પોતાના સ્માર્ટફોનમાં 5G નેટવર્ક વાપરવા માગો છો? એરટેલ, jio, viના વપરાશકર્તાઓ આ સ્ટેપને ફોલો કરે

155 રૂપિયાના પ્લાનમાં શું મળશે

155 રૂપિયાના પ્લાનમાં અનલિમિટેડ કોલિંગની સાથે સાથે 1GB ડેટા, 300 SMS અને 24 દિવસની વેલિડિટી મળશે. માનવામાં આવી રહ્યું છે કે, કંપની 155 રૂપિયાથી નીચે તમામ પ્લાન બંધ કરી દેશે. રિપોર્ટ્સનું માનીએ તો, કંપનીએ આ પ્લાનને ટ્રાયલ બેઝ તરીકે બે સર્કલમાં શરુ કર્યો છે અને ટૂંક સમયમાં જ તે બીજા સર્કલમાં પણ રોલઆઉટ કરી દેશે.

એરટેલના દેશભરમાં 36 કરોડથી વધારે ગ્રાહક

ટેલીકોમ રેગ્યુલેટરી અથોરિટી ઓફ ઈંડિયાના જણાવ્યા અનુસાર, એરટેલના ભારતમાં કુલ 36.42 કરોડ યુઝર્સ છે. એરટેલ દેશની બીજી સૌથી મોટી ટેલીકોમ કંપની છે. જિયો 41.99 ગ્રાહકો સાથે ટોપ પર છે. તો વલી એરટેલના હરિયાણામ સર્કલમાં 79.78 લાખ અને ઓડિશામાં 1.37 કરોડ કસ્ટમર છે.

Published by:Pravin Makwana

First published:

Tags: Airtel

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here