જો કે, જો આપણે નાની-નાની વાતો પર ધ્યાન આપીએ તો સરળતાથી આ સીઝનમાં પણ વીજળીના (Electricity Consumption) વપરાશને ઓછો કરી શકાય છે. તેના માટે તમારે કેટલાંક દિવસો માટે વીજળીનો વધારે ઉપયોગ કરતાં ઉપકરણોનો ઉપયોગ બંધ કરવો પડશે. ચાલો તમને જણાવીએ કેવી રીતે….
આ પણ વાંચો: Mango Peel Benefits: નકામી સમજીને તમે પણ કેરીની છાલ ફેંકી દો છો? ફાયદા જાણશો તો ફરી નહીં કરો આવી ભૂલ
કિચનની ઇલેક્ટ્રિક ચિમની
વીજળીથી ચાલતી કિચન ચિમની (Kitchen Chimney) વીજળીનો વધુ ઉપયોગ કરે છે. આ એક જ ઉપકરણ એસી જેટલી જ વીજળી ખર્ચ કરે છે. તેથી જો શક્ય હોય તો ઉનાળામાં કિચનની ચિમનીનો ઉપયોગ બંધ કરી દો અથવા તો તેનો ઉપયોગ ઓછો કરી દો. તમે ચિમનીના બદલે એગ્ઝોસ્ટ ફેનનો પણ ઉપયોગ કરી શકો છો. જે ચિમનીની સરખામણીએ ઘણી ઓછી વીજળી ખર્ચ કરશે.
વોટર ગીઝર
ગરમીમાં Geyserની જરૂર નથી પડતી. પરંતુ જો તમે સવારે હૂંફાળા પાણીથી ન્હાવાનું પસંદ કરતાં હોય અને ગીઝર યુઝ કર્યા બાદ તેને બંધ કરવાનું ભૂલી જાઓ છો તો તેવામાં Geyser વીજળીનું બિલ વધારી શકે છે. તેથી શક્ય હોય તો ગીઝરનો ઉપયોગ કરવાનું ટાળો.
આ પણ વાંચો: આ સસ્તી સ્માર્ટવોચમાં છે મોંઘા મોડલના ફીચર્સ, કિંમત જાણીને નહીં થાય વિશ્વાસ, લુક પણ લાજવાબ!
નોન-ઇન્વર્ટર એસી
ઉનાળામાં એસી તો ઘરમાં સૌથી મોટી જરૂરિયાત હોય છે. પરંતુ મોટાભાગના લોકો નથી જાણતા કે તેમના ઘરમાં લાગેલું જૂનુ નોન-ઇન્વર્ટર એસી (Non-Inverter AC) 8થી 10 ટકા વધુ વીજળી વાપરે છે. જો તમે નવા એસીનો ખર્ચ કરવા ન માંગતા હોય તો તમે નોન-ઇન્વર્ટર એસીનો ઉપયોગ જરાં સાચવીને કરો. જરૂર ન હોય ત્યારે એસી બંધ રાખો અને રૂમના ઇંસુલેશનને સારુ રાખો જેથી ઓછા સમયમાં રૂમ ઠંડો થઇ શકે.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: AC, Mobile and tech, Mobile and Technology