ભારતમાં ધગધગતા તાપ સાથે ઉનાળો હવે લોકોને તપવવા લાગ્યો છે અને થોડા દિવસોમાં ગરમી તેની ચરમસીમા પર હશે. એવામાં ઘરે એર કંડીશનર અને કૂલરનો ઉપયોગ પણ વધી જાય છે. જેનું કારણે વીજળીનું બિલ પણ ઘણીવાર હદથી વધારે આવે છે અને આપણું માસિક બજેટ વિખેરાય જાય છે. જો આખા ઉનાળા દરમિયાન આવું સતત થતું રહે તો તમારે તમારા ખિસ્સા ઢીલા થઈ જશે અને હજારો રુપિયાનો ખર્ચ થઈ જશે. એવું ના થાય તે વાતનું ધ્યાન રાખવા અમે આજે તમારા માટે મીટરની સાથે ઉપયોગ કરી શકાય તેવું એક ડિવાઈસ લઈને આવ્યા છીએ. જે વીજળીના બિલને અડધું કરી દેશે અને દર મહિના તમારા ખર્ચમાં પણ ઘટાડો થશે.

શું છે આ ડિવાઈસ?

આજે અમે તમને જે ડિવાઈસ વિશે જણાવવા જઈ રહ્યા છીએ તેનું નામ ઇલેક્ટ્રિક સેવર ડિવાઈસ છે અને ગ્રાહકો તેને એમેઝોન પરથી ખરીદી શકે છે. આ ડિવાઈસ ખૂબ જ દમદાર છે અને ગ્રાહકો તેને માત્ર ₹809માં ખરીદી શકે છે. તમને જણાવી દઈએ કે આ ડિવાઈસને ખૂબ જ સરળતાથી વાપરી શકાય છે કારણ કે તેને ઈન્સ્ટોલ કરવાની કોઈ જરૂર નથી.

આ પણ વાંચોઃ પંખાને ચાલુ-બંધ કે સ્પીડ એડજસ્ટ કરવા વારંવાર સ્વિચ બોર્ડ સુધી જવું નથી પસંદ? તો લઈ આવો આ રિમોટ કંટ્રોલ ફેન

આ ડિવાઈસ ફક્ત તમારા ઘરના પાવર સોર્સ સાથે જોડાયેલ હોવું જરૂરી છે. ત્યારબાદ જ્યારે તમે તમારા ઘરના પાવર સોર્સમાં આ ડિવાઈસને ફિટ કરો છો, તે પછી તમારે કંઈપણ કરવાની જરૂર નથી. આ ડિવાઈસ ઓનલાઈન માર્કેટમાં સરળતાથી ઉપલબ્ધ છે અને મોટી સંખ્યામાં લોકો તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ BYD Atto 3: ઓછી કિંમત અને વધુ ફિચર્સ સાથે BMWને આપશે ટક્કર! 50 મિનિટમાં થશે ફૂલ ચાર્જ, પછી 400 KM સ્પીડ

એવો દાવો કરવામાં આવે છે કે આ ડિવાઈસનો ઉપયોગ કર્યા પછી, તમે તમારા ઘરનું વીજળી બિલ લગભગ અડધું કરી શકો છો. આ ડિવાઈસ ખૂબ જ સસ્તુ છે તેમજ તમારે તેને એક જ વાર ખરીદવાની જરુર છે. બીજીવાર તેને ખરીદવા માટે પૈસા ખર્ચવા પડશે નહીં. આ ડિવાઈસ ખૂબ જ પોર્ટેબલ છે અને સરળતાથી તમે તેને ગમે ત્યાં લઈ જઈ શકો છો. આ ઉપકરણના ઉપયોગથી તમે તમારી વીજળીની બચત કરી શકો છો.

First published:

Tags: Electricity, Mobile and tech

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here