How to Buy Geyser: જેવી રીતે ઉનાળામાં એસી આજની જરૂરીયાત બની ગઈ છે તેવી જ રીતે ઠંડીમાં ઘરમાં હીટર જરૂરી બની ગયા છે. ગુજરાત સહિતના રાજ્યોમાં શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, ઘરોમાં નહાવા અને વાસણ ધોવા સહિત ઘણા પ્રકારના રોજિંદા કામ માટે ગરમ પાણીની જરૂર પડે છે. આ માટે વોટર હીટર સારો વિકલ્પ છે.

લોકો બદલાતી ઋતુ અનુસાર પોતાના ઘર માટે સામાનની ખરીદી કરે છે. ગરમીની શરૂઆત થતા પહેલા લોકો પંખા અને ACની સર્વિસ કરાવે છે. શિયાળાની શરૂઆત થતા પહેલા લોકો આ પ્રકારની મુશ્કેલીથી બચવા માટે વ્યવસ્થા કરવાની શરૂઆત કરી દે છે. બજારમાં વોટર હીટર અને ગીઝર મળે છે. પણ હીટર અને ગીઝરને ખરીદતા પહેલા ચેક કેવી રીતે કરવા તે અંગે લોકોને જાણકારી હોતી નથી. આ કારણોસર તેઓ હંમેશા મૂંઝવણમાં રહે છે.

ગીઝર વ્યાવસાયિક અને ઘરેલુ હેતુઓ માટે અત્યંત ઉપયોગી પ્રોડક્ટ છે, પરંતુ ઘણીવાર તેને ખરીદવું મુશ્કેલ અને નિરાશાજનક બની શકે છે. તો શું તમે પણ ગીઝર અને વોટર હીટર ખરીદવાની તૈયારી કરી રહ્યા છો? ગીઝર ખરીદતી વખતે, તમારે સાઈઝ, થર્મોસ્ટેટ, ક્ષમતા, ગુણવત્તા વગેરે જેવા ઘણા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ. આ પરિસ્થિતિમાં તમે આ 5 ટીપ્સની મદદથી ખરીદી કરીને હજારો રૂપિયા બચાવી શકો છો. ઉપરાંત તમે યોગ્ય અને સારા હીટરની તથા ગીઝરની પસંદગી કરી શકશો.

ગેસ ગીઝર અને ઈલેક્ટ્રીક ગીઝરમાંથી કોની પસંદગી કરવી જોઈએ?

માન્ય રીતે લોકો ઈલેક્ટ્રીક ગીઝરની ખરીદી કરે છે. આજના સમયમાં માર્કેટમાં બે પ્રકારના ગીઝર ઉપલબ્ધ છે, જેમાં ઈલેક્ટ્રીક અને ગેસ ગીઝર શામેલ છે. રિપોર્ટ અનુસાર ઈલેક્ટ્રીકની સરખામણીએ ગેસ ગીઝર ખૂબ જ સસ્તા હોય છે. જેમાં વીજળીના બિલનો ઓછો વપરાશ થાય છે. બીજી તરફ જો તમને એડવાન્સ ટેકનોલોજીયુક્ત વસ્તુઓ પસંદ હોય તો તમે ઈલેક્ટ્રીક ગીઝરની ખરીદી કરી શકો છો. જેમાં તમને અનેક વિકલ્પો જોવા મળશે.

બજેટ અનુસાર ગીઝરની પસંદગી કરો

કોઈપણ સામાન ખરીદતા પહેલા બજેટનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જો તમે તમારા બજેટ બહાર જઈને ગીઝરની ખરીદી કરો તો આવનારા મહિનાઓમાં પૈસાની ખેંચ થઈ શકે છે. જો તમારું બજેટ ઓછું હોય તો તમારે ઈલેક્ટ્રીક ગીઝરની જ ખરીદી કરવી જોઈએ. ગેસ ગીઝરની કિંમત વધુ હોય છે. ગેસ ગીઝરમાં ખૂબ જ ઓછા વિકલ્પ જોવા મળે છે. ગીઝર ખરીદવા માટે કલર અને ડિઝાઈનની સાથે સાથે અન્ય બાબતો પર પણ ધ્યાન આપવું જરૂરી છે.

યોગ્ય બ્રાંડની પસંદગી કરો

લોકલ ગીઝર અને વોટર હીટરની ખરીદી કરવાથી થોડાક પૈસાની બચત થઈ જાય છે. પણ લોકલ ગીઝર અને વોટર હીટરનો ઉપયોગ કરવાથી વીજળીનો વધુ વપરાશ થાય છે, જેના કારણે તમારે વધારે ખર્ચો કરવો પડી શકે છે. યોગ્ય બ્રાંડની પસંદગી કર્યા બાદ ઓનલાઈન રિવ્યૂ પણ જોઈ શકાય છે. ઉપરાંત ગીઝર અને વોટર હીટર પર આપવામાં આવેલા સ્ટાર જોયા બાદ રેટીંગની તપાસ જરૂરથી કરવી જોઈએ. જો તમે કોઈપણ બ્રાંડની પસંદગી કરો તો તે અંગે કંપનીમાં ડાયરેક્ટ કોલ કરવાથી તમને જાણકારી મળી જશે.

જરૂરુયાત સમજવી જરૂરી

તમે વોટર હીટર ગીઝરની ખરીદી કરો તે પહેલા તમે કયા કામ માટે ગીઝરની ખરીદી કરી રહ્યા છે તે નક્કી કરવું જોઈએ. મોટાભાગના લોકો બાથરૂમ માટે ગીઝરની ખરીદી કરે છે. રસોડા અને ઓફિસમાં પણ તમે આ ગીઝરનો ઉપયોગ કરી શકો છો. જો તમે રસોડા માટે ગીઝર વોટર હીટર ખરીદી રહ્યા છો તો કલર અને ડિઝાઈનની સાથે સાથે સાઈઝ ઉપર પણ ધ્યાન આપવું જરૂરી છે.

આ પણ વાંચો: દુનિયામાં સૌથી વધારે ગેમર્સ બેઝમાં ભારત બીજા નંબરે, 40 કરોડ ગેમિંગના શોખીન

ઘરના સભ્યો અનુસાર ગીઝરની ખરીદી કરો

જો તમે ગીઝર ખરીદી રહ્યા છો તો સૌથી પહેલા ઘરમાં કેટલા સભ્યો છે તે અનુસાર ગીઝરની પસંદગી કરવી જોઈએ. જો તમારા ઘરમાં પાંચ સભ્યો છે તો તમે માત્ર 5 લીટરની ગીઝરની ખરીદી કરી શકો છો. બીજી તરફ જો તમારા ઘરમાં પાંચ અથવા પાંચથી વધુ સભ્યો છે તો 20-25 લીટર કરતા નાના ગીઝરની ખરીદી કરવી તે નકામું છે. જો તમે આ ગીઝર બાથરૂમમાં લગાવી રહ્યા છો તો ટાઈલ્સના કલર સાથે મેચ કરવા માટે ગીઝર પર અલગ અલગ પ્રિંટ પણ કરાવી શકો છો.

અહીં ઉલ્લેખનીય છે કે, ગીઝરની વોરંટીનો પિરિયડ તપાસવો પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટાંકી અને હીટિંગ ગીઝર પર તમને મળતી વોરંટી હંમેશા તપાસવી જોઈએ.

Published by:Mayur Solanki

First published:

Tags: Gujarati tech news, Tech, Winter, ટેક ન્યૂઝ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here