અત્યારે ટેક્નોલોજીનો જમાનો છે. માણસ ડગલે અને પગલે ટેક્નોલોજીકલ ગેજેટ્સનો ઉપયોગ કરે છે. આવું જ એક સૌથી વપરાતુ અને પ્રચલિત ગેજેટ એટલે સ્માર્ટફોન. આજે લગભગ દરેક વ્યક્તિના પોકેટમાં સ્માર્ટફોન હોય છે અને દરેક વર્ગ તેનો ઉપયોગ પણ કરે છે. આ સાથે જ ફોનમાં વિવિધ વસ્તુઓનો લાભ લેવા માટે સ્માર્ટફોનમાં અલગ અલગ એપ્લિકેશન પણ ડાઉનલોડ કરવી પડતી હોય છે.

બેંકિંગથી લઈને ઓનલાઈન શોપિંગ તમામ વસ્તુઓ કરવા માટે એપ્સનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારા ફોનમાં તમે જે એપ્સ ડાઉનલોડ કરો છો તેમાંની કેટલીક એપ્સ કઇંકને કઇંક ડિમાન્ડ કરી રહી હોય છે. આવામાં જો તમે વિચારી રહ્યા છો કે આવું કંઈ ન હોય, તો હવે સમય આવી ગયો છે કે તમે તમારી આ ગેરસમજને દૂર કરો. એપ્સ તેમની સર્વિસના બદલામાં તમારી પાસેથી ઘણી ડિમાન્ડ કરે છે અને કેટલીકવાર આ ડિમાન્ડ એવી પણ હોય છે કે તેનાથી તમારા ફોનને નુકસાન પણ પહોંચે છે. એપ્લિકેશન્સની આ ડિમાન્ડ તમારા ફોનની બેટરી અને મેમરીને પણ નુકસાન પહોંચાડે છે.

આ પણ વાંચો:  Ola Electric: ભારતમાં સૌથી વધુ વેચાય છે આ ઇલેક્ટ્રિક સ્કુટર, જોઇ લો કેની કિંમત અને ફિચર્સ

તો ચાલો આ એપ્સની ડિમાન્ડ આપણા ફોનને અસર કરે છે તે અંગે જાણીએ. તમને જાણીને નવાઈ લાગશે કે તમે જે એપ્સનો સૌથી વધુ ઉપયોગ કરો છો તે સૌથી વધુ નુકસાન કરે છે. Pcloudના રિપોર્ટમાં દરરોજ ઉપયોગમાં લેવાતી ટોપ 20ની જાણકારી અપાઈ છે.

એપ્લિકેશન્સ શું ડિમાન્ડ કરે છે

તમારા મોબાઈલમાં કોઈપણ એપ ઈન્સ્ટોલ કરો ત્યારે તેનો ઉપયોગ કરતા પહેલા આ એપ્સ તમારી પાસે અમુક પરમીશન માંગે છે, જેમ કે તમારું લોકેશન એક્સેસ, ફોન બુક રીડિંગ વગેરે. આ એપ્લિકેશન્સ તમારી ફોટો ગેલેરી, Wi-Fi, કેમેરા, માઇક્રોફોન અને ફોલ્ડર્સની ઍક્સેસ માટે પણ પરવાનગી માંગે છે. સોશિયલ મીડિયા એપ્સ 11 વધારાની ફીચર્સની ડિમાન્ડ કરે છે. આમાંની કેટલીક ડિમાન્ડને નકારી શકાય છે, પરંતુ મોટા ભાગની પરમીશન આપવી જ પડે છે.

આ પણ વાંચો:  ફ્રિજરમાં બરફ જમા થાય છે પરંતુ ફ્રિજમાં કુલિંગ નથી થતું? આ 5 વાતોનું ખાસ ધ્યાન રાખો; નહીં થાઓ હેરાન

તમારા સ્માર્ટફોન પર તેની કેવી અસર થાય છે?

એપ્સ દ્વારા કરવામાં આવતી ડિમાન્ડ તમારા ફોન પર ઘણી અસર કરે છે. એપની ડિમાન્ડ જેટલી વધુ હશે, તમારા ફોનને તે પૂરી કરવા માટે તેટલા જ વધુ પાવરની જરૂર પડશે, જે સીધું તમારા ફોનની બેટરીને અસર કરશે. આ સિવાય ફોનની મેમરી અને ઓવરઓલ પરફોર્મન્સ પર પણ તેની સ્પષ્ટ અસર પડે છે.

આ સિવાય જ્યારે તમે એપનો ઉપયોગ ન કરી રહ્યાં હોવ ત્યારે પણ તે બેકગ્રાઉન્ડમાં કામ કરે છે અને ડેટાનો વપરાશ વધારે છે. આ એપ્સ તમારા ફોનના સ્ટોરેજને પણ અસર કરે છે. સામાન્ય રીતે તમારા ફોનમાં 64 GB સ્ટોરેજ હોય ​​છે અને ઘણી એપ્સ તેમાંથી મોટાભાગનું સ્ટોરેજ રોકી લે છે.

કેવી રીતે કરશો બચાવ?

સૌથી પહેલા દરેક એપની બધી જ ડિમાન્ડ પૂરી ન કરો. આ સિવાય સોશિયલ મીડિયા એપ્સને પણ તમારા લોકેશનની જરૂર નથી હોતી. સામાન્ય રીતે સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ તમારા લોકેશનને ઍક્સેસ કરે છે અને તે મુજબ તમને કન્ટેન્ટ આપે છે.

આ સિવાય તમે લોકેશન બંધ કરી શકો છો અથવા જો તમને જરૂરી લાગે તો તમે While Using App નો વિકલ્પ પસંદ કરી શકો છો. લોકેશનન એક્સેસ ભૂલથી પણ હંમેશા ચાલુ ન રાખવું જોઈએ. આમ કરવાથી તમારા ફોનની બેટરી અને ડેટાની બચત તો થશે જ, સાથે જ પ્રાઈવસી પણ જળવાઈ રહેશે.

બેકગ્રાઉન્ડ રિફ્રેશને રાખો બંધ

આ સિવાય તમારે ફોનનું બેકગ્રાઉન્ડ રિફ્રેશ કરવાનું પણ બંધ કરી દેવું જોઈએ. જો ફોનનું બેકગ્રાઉન્ડ રિફ્રેશ ચાલુ રહેશે તો એપ સમયાંતરે નવા નોટિફિકેશન મોકલતી રહેશે અને તે ડેટાની સાથે બેટરીનો પણ વપરાશ કરશે. જો તમે આનાથી બચવા માંગતા હોવ તો તમારે ફક્ત જરૂર હોય એ જ એપ માટે બેકગ્રાઉન્ડ રિફ્રેશ ચાલુ રાખવું જોઈએ. આવું કરવા માટે તમારા ફોનના સેટિંગમાં વિકલ્પ ઉપલબ્ધ હોય છે.

મલ્ટીપલ એપ્લિકેશનથી રહો દૂર

એક કામ માટે માત્ર એક જ એપનો ઉપયોગ કરવાથી તમને ઘણી તકલીફોમાંથી બચાવી શકાય છે. એપ્સ વિવિધ કંપનીઓની હોય તો પણ સમાન સર્વિસ અને ઑફર્સ આપતી હોય છે. સોશિયલ મીડિયા માટે એકથી વધુ એપનો એક સાથે ઉપયોગ કરવો પડે. પણ, હોટેલ બુકિંગ જેવી વાતોમાં તેની જરૂર નથી. કોઈપણ એપ્લિકેશન તમારી જરૂરિયાત અને પસંદગી અનુસાર તમારા માટે યોગ્ય રહેશે.

એપ રિઈન્સ્ટોલ

આજકાલ મોટાભાગના સ્માર્ટફોનમાં ન વપરાતી એપને અસ્થાયી રૂપે ડિલીટ કરી શકાય તે માટે સુવિધા આપવામાં આવે છે. આમ કરવાથી એપ ડિલીટ થઈ જશે. પરંતુ તેનો ડેટા નહીં, મતલબ કે જ્યારે પણ તમને જરૂર હોય ત્યારે તેને ઈન્સ્ટોલ કરી અને ઉપયોગમાં લઈ શકાય છે. આ સિવાય દરરોજ ઉપયોગમાં લેવાતી એપ્સની સાથે પણ આ કરી શકાય છે. એપ્લિકેશન્સ તમારા ફોનના સ્ટોરેજનો ઉપયોગ કરે છે. પછી ભલે તમે કંઈપણ સેવ કર્યું હોય કે ન કર્યું હોય!

એક્ટિવિટી ટ્રેકિંગ બંધ કરો

તમે જયું હશે કે જ્યારે પણ તમે કોઈ એપ પર કંઈક સર્ચ કરો તો તેનાથી સંબંધિત પોપ-અપ્સ અન્ય ઘણી એપ્સ પર પણ દેખાવા લાગે છે. ઇન્ટરનેટની ભાષામાં આને ટ્રેકિંગ કહેવામાં આવે છે. તમે તેને તમારા ફોનમાં જ બંધ કરી શકો છો. એક્ટિવિટી ટ્રેકિંગને બંધ કરવાથી તમે માત્ર બિનજરૂરી જાહેરાતોથી જ છૂટકારો નહી મેળવો પણ તેની સાથે ફોનની બેટરી અને ઓવરઓલ પરફોર્મન્સ પર પણ આની અસર સ્પષ્ટપણે દેખાશે.

First published:

Tags: Android App, Android smartphone, Automobile News, Mobile and Technology

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here