એલોન મસ્કના નવા મેનેજમેન્ટે કંપનીના વર્ષો જુના કર્મચારીઓને પણ રજા આપી દીધી હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં સામે આવેલા અહેવાલ મુજબ, ટ્વિટરની ભૂતપૂર્વ મેનેજરને પોતાની 10 વર્ષની વર્ક એનિવર્સરી દિવસે જ નોકરી ગુમાવવી પડી હતી.
શુક્રવારે ટ્વિટરની કન્ઝ્યુમર ઇનસાઇટ્સ ટીમના ભૂતપૂર્વ વરિષ્ઠ સંશોધન મેનેજર, ઇલેન ફિલાડેલ્ફોએ જણાવ્યું હતું કે, કંપની માટે 10 વર્ષ કામ કર્યા પછી તેને તગેડી મુકાઈ હતી.
તેણે ટ્વિટરના નવા મેનેજમેન્ટ બાદ એક યુગનો અંત ગણાવ્યો હતો. 10 વર્ષ પછી આ રીતે કાઢી મુકાયાને તેમણે ક્રૂરતા ગણાવી હતી. તેમની આખી ટીમને ફટકો પડ્યો હતો. પહેલા તો તેને 10 વર્ષ કંપનીને આપવા બદલ કંપની તરફથી સ્મારક બ્લોક મળ્યું હતું.
કંપનીએ નોટમાં લખ્યું હતું કે, “ઈલેન, હેપ્પી ટ્વિટરવર્સરી! વિશાળ ટ્વીપ સીમાચિહ્ન સુધી પહોંચવા બદલ અભિનંદન. તમે આ વર્ષે જે પૂર્ણ કરોશો તે જોવા માટે અમે રાહ જોઈ શકતા નથી. #OneTeam – ટ્વિટર.”
અહીં ઉલ્લેખનિય છે કે, શુક્રવારે ટ્વિટરે તેના નવા માલિક એલન મસ્કે ઓપરેટિંગ ખર્ચ ઘટાડવાનો પ્રયાસ હેઠળ લગભગ 50% સ્ટાફને છૂટા કરી દીધા હતા.
બ્લૂમબર્ગના રિપોર્ટર કર્ટ વેગનરના જણાવ્યા અનુસાર, કોમ્યુનિકેશન ટીમને આશરે 80-100 કર્મચારીઓથી ઘટાડીને બે કરવામાં આવી હોવાનું માનવામાં આવે છે. ટ્વિટર પર સામૂહિક છટણી ઘણા કર્મચારીઓ માટે અંધાધૂંધી અને અનિશ્ચિતતા સાબિત થઈ છે.
આ પણ વાંચો: Lunar eclipse 2022: આ લોકોને ભારે પડશે ચંદ્રગ્રહણ, સ્વાસ્થ્યને લઈને રહેશે ચિંતા, જાણો કોને કેવી અસર
કર્મચારીઓએ જણાવ્યું હતું કે, આખી ટીમોને છૂટી કરી દેવાઈ હતી. છટણીની સત્તાવાર રીતે જાણ કરવામાં આવે તે પહેલાં કેટલાકના વર્ક ઇમેઇલ્સ બંધ કરી દેવામાં આવ્યા હોવાના અહેવાલ છે. એક કિસ્સામાં છૂટા કરાયેલ કર્મચારી વર્ચ્યુઅલ મીટિંગમાં હતો, ત્યારે જ કંપનીની સિસ્ટમ્સમાંથી હાંકી કાઢવામાં આવ્યો હોવાનું નોંધાયું હતું.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Twitter, Twitter India