વિરાટ અને સચિનની ચર્ચામાં સૌરવ ગાંગુલીએ જણાવ્યું છે કે વિરાટ કોહલીએ તાજેતરમાં જ શ્રીલંકા સામેની પહેલી જ વનડેમાં સદી ફટકારી હતી. કોહલીની વનડે કારકિર્દીની આ 45મી સદી હતી. વિરાટ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની 49 વનડે સદીની નજીક જઈ રહ્યો છે.

નવી દિલ્હી(New Delhi) : આપણી ભારતીય ક્રિકેટ ટીમના પહેલાના કેપ્ટન વિરાટ કોહલીએ (Virar Kohli) શ્રીલંકા સામેની પહેલી વનડેમાં જ century ફટકારી હતી. વિરાટની વનડે કારકિર્દીની આ 45મી સદી હતી. આ સાથે વિરાટ સચિન તેંડુલકરની 49મી ODI સદીની નજીક પહોંચી રહ્યો છે.

વિરાટ કોહલીની સતત(Constant) બે વન-ડે સદી જોઈને તેંડુલકર વિરુદ્ધ વિરાટમાં કોણ વધુ સારું છે તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જ્યારે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને આ વિશે પૂછવામાં આવ્યું તો તે કોઈનું નામ લેવાનું ટાળતો જોવા મળ્યો.

વિરાટ કોહલીએ ગુવાહાટી વનડેમાં 87 બોલમાં 113 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા તેણે ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પ્રવાસ પર છેલ્લી વનડેમાં પણ સદી ફટકારી હતી. વિરાટ પાસે હવે 73 આંતરરાષ્ટ્રીય સદીઓ છે, જ્યારે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 100 સદી સાથે ટોચ પર છે.

’45 સદી સરળતાથી નથી બનતી!’

સૌરવ ગાંગુલી જે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પૂર્વ પ્રમુખએ વિરાટ કોહલીની બેટિંગની પ્રશંસા કરી છે. ગાંગુલીએ એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન કહ્યું, ‘આનો જવાબ આપવો મુશ્કેલ છે. કોહલી એક શાનદાર ખેલાડી છે. તેણે આવી ઘણી શાનદાર ઇનિંગ્સ રમી છે. 45 સદીઓ એવી રીતે બનતી નથી. તે એક ખાસ પ્રતિભા છે. એવો સમય પણ આવશે જ્યારે તે રન નહીં કરે પરંતુ તે ખાસ ખેલાડી છે.


સચિનના નામે સૌથી વધુ ટેસ્ટ અને વનડે રન છે

પોતાના ચાહકોમાં ભગવાનનો દરજ્જો મેળવનાર સચિન તેંડુલકરના નામે ટેસ્ટ અને વનડેમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ છે. ગુવાહાટી ODI મેચ દરમિયાન, વિરાટે પોતાના ODI રનની સંખ્યા 12500ને પાર કરી લીધી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here