કતારમાં રવિવારથી 22માં ફીફા ફૂટબોલ વર્લ્ડકપનો 20 નવેમ્બરથી પ્રારંભ થવા જઇ રહ્યો છે. ફીફા વર્લ્ડકપ 20 નવેમ્બર 2022થી 18 ડિસેમ્બર 2022 સુધી કતારમાં રમાશે. ટૂર્નામેન્ટમાં 32 ટીમ ભાગ લેશે. કુલ 64 મેચ રમાશે

FIFA Worldcup Qatar 2022: કતારમાં રવિવારથી 22માં ફીફા ફૂટબોલ વર્લ્ડકપનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ફીફા વર્લ્ડકપ 20 નવેમ્બર 2022થી 18 ડિસેમ્બર 2022 સુધી કતારમાં રમાશે. ટૂર્નામેન્ટમાં 32 ટીમ ભાગ લેશે. કુલ 64 મેચ રમાશે. ફીફા વર્લ્ડકપ 2022 ઉદ્દઘાટન મેચ યજમાન કતાર અને ઇક્વાડોર વચ્ચે 20 નવેમ્બર 2022માં અલ બાયત સ્ટેડિયમમાં ભારતીય સમય અનુસાર રાત્રે 9.30 કલાકથી રમાશે.

ભારતમાં ક્યા અને ક્યારે જોઇ શકશો મેચ

ફીફા વર્લ્ડકપ 2022નું આયોજન પ્રથમ વખત કોઇ મિડલ ઇસ્ટ દેશમાં થઇ રહ્યુ છે. ભારતમાં FIFA Worldcup 2022નું જીવંત પ્રસારણ Sports 18 અને Sports 18 HD પર કરવામાં આવશે. દરેક મેચની Live Steaming તમે Jio Cinema પર જોઇ શકો છો. Jio Cinema એપ પર તમે કોઇ સબસ્ક્રિપ્શન વગર મેચ મફતમાં જોઇ શકો છો. તમે Jio Cinema વેબસાઇટ પર જઇને લેપટોપ અને ડેસ્કટોપ પર પણ મેચ જોઇ શકો છો. આ લાઇવ સ્ટ્રીમિંગ તમે વગર સબ્સક્રિપ્શનના જોઇ શકો છો, જેનું પ્રસારણ ઇંગ્લિશ અને હિન્દી સિવાય કેટલીક અન્ય ભારતીય ભાષામાં કોમેન્ટ્રી સાથે થશે.

ફીફા વર્લ્ડકપ 2022નો સંપૂર્ણ કાર્યક્રમ

લીગ સ્ટેજના મુકાબલા

20 નવેમ્બર 2022- કતાર વર્સિસ ઇક્વાડોર, રાત્રે 9.30 વાગ્યે
21 નવેમ્બર 2022- ઇંગ્લેન્ડ વર્સિસ ઇરાન, સાંજે 6.30 વાગ્યે
21 નવેમ્બર 2022- સેનેગલ વર્સિસ નેધરલેન્ડ, રાત્રે 9.30 વાગ્યે
22 નવેમ્બર 2022, યૂએસએ વર્સિસ વેલ્સ, રાત્રે 12.30 વાગ્યે
22 નવેમ્બર, 2022- ડેનમાર્ક વર્સિસ ટ્યૂનિશિયા, સાંજે 6.30 વાગ્યે
22 નવેમ્બર,2022- મેક્સિકો વર્સિસ પોલેન્ડ, રાત્રે 9.30 વાગ્યે
23 નવેમ્બર, 2022- આર્જેન્ટીના વર્સિસ સાઉદી અરબ, બપોરે 3.30 વાગ્યે
23 નવેમ્બર, 2022- ફ્રાંસ વર્સિસ ઓસ્ટ્રેલિયા, રાત્રે 12.30 વાગ્યે
23 નવેમ્બર, 2022, જર્મની વર્સિસ જાપાન, સાંજે 6.30 વાગ્યે
23 નવેમ્બર, 2022- સ્પેન વર્સિસ કોસ્ટા રિકા, રાત્રે 9.30 વાગ્યે
24 નવેમ્બર, 2022- મોરક્કો વર્સિસ ક્રોએશિયા, બપોરે 3.30 વાગ્યે

રાઉન્ડ ઓફ 16ના મુકાબલા (ભારતીય સમય અનુસાર)

રાઉન્ડ ઓફ 16ના મુકાબલા 3 ડિસેમ્બરથી 7 ડિસેમ્બર સુધી રમાશે

3 ડિસેમ્બર 2022- એ વર્સિસ 2 બી, રાત્રે 8.30 વાગ્યે

ક્વાર્ટર ફાઇનલ મુકાબલા (ભારતીય સમય અનુસાર)

ક્વાર્ટર ફાઇનલ મુકાબલા 9 ડિસેમ્બરથી 11 ડિસેમ્બર સુધી રમાશે

9 ડિસેમ્બર, 2022, રાત્રે 8.30 વાગ્યે

સેમિ ફાઇનલ મુકાબલા (ભારતીય સમય અનુસાર)

14 અને 15 ડિસેમ્બરે સેમિ ફાઇનલ મુકાબલા રમાશે

14 ડિસેમ્બર, 2022, રાત્રે 12.30 કલાકે, અલ બેયત સ્ટેડિયમ
15 ડિસેમ્બર, 2022, રાત્રે 12.30 કલાકે, લુસૈલ સ્ટેડિયમ

ત્રીજા સ્થાનની મેચ

17 ડિસેમ્બર, 2022- રાત્રે 8.30 કલાકે

ફાઇનલ મેચ (ભારતીય સમય અનુસાર)

18 ડિસેમ્બર 2022- રાત્રે 8.30 કલાકે, લુસૈલ સ્ટેડિયમ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here