T20 વર્લ્ડ કપમાં ભારતની યાત્રાનો અંત આટલો ખરાબ હશે, કદાચ આવું કોઈએ વિચાર્યું પણ નહિ હોય. આજે ભારતે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે 10 વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો. તમામ બોલર ફ્લોપ સાબિત થયા. જોકે સૌથી મોટી અસફળતા ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેનની હતી. રોહિત શર્મા અને કેએલ રાહુલ.
નવી દિલ્હીઃ T20 વર્લ્ડ કપમાં ભારતની યાત્રાનો અંત આટલો ખરાબ હશે, કદાચ આવું કોઈએ વિચાર્યું પણ નહિ હોય. આજે ભારતે સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડે 10 વિકેટે શરમજનક હારનો સામનો કરવો પડ્યો. તમામ બોલર ફ્લોપ સાબિત થયા. જોકે સૌથી મોટી અસફળતા ભારતીય ટીમના ઓપનિંગ બેટ્સમેનની હતી. રોહિત શર્મા અને કેએલ રાહુલ.
રોહિત અને રાહુલે આખી ટુર્નામેન્ટમાં કુલ 244 રન બનાવ્યા. ઓપનિંગ જોડી સંપૂર્ણ રીતે ફ્લોપ થઈ. બંનેની તમામ મેચોની માત્ર ફી ગણીએ તો બંનેનો 1-1 રન જ ભારતીયની સરેરાશ સેલેરીના લગભગ બરાબર પડ્યા. મનીકન્ટ્રોલના એક રિપોર્ટ મુજબ, દરેક ભારતીયની મહિનાની સરેરાશ સેલેરી 16,000 રૂપિયા છે.
ચાલો જાણીએ ગણતરી
બંને ખેલાડીની ફીસ 3 લાખ રૂપિયા પ્રતિ મેચ છે. બંનેની કુલ થઈને 6 લાખ રૂપિયા. બંનેએ 6 મેચ રમી, એટલે કે 36 લાખ રૂપિયા ફી થઈ. બંનેએ કુલ 244 રન બનાવ્યા. હવે 36 લાખને 244થી ભાગીએ છે તો 14,754નો આંકડો આવશે. એટલે કે એક રન 14,754 રૂપિયાનો થયો.
ભારતીય ફેન્સને એ વાતનું દુઃખ નહિ થાય કે તેમની મેચ ફીસ વધુ છે, પરંતુ તેમની આશા પર ખરા ઉતરવું તે વધુ પીડાદાયક છે. આ તો અમે માત્ર મેચની ફીસની વાત કરી છે. જો તમે બંને ખેલાડીઓના BCCIની સાથેના કોન્ટ્રાક્ટની રકમ જોશો તો તમને વધુ હેરાનગતિ થશે. બીસીસીઆઈ રોહિત શર્માને એક વર્ષ માટે 7 કરોડ રૂપિયા આપી રહ્યું છે. જ્યારે કેએલ રાહુલને 5 કરોડ રૂપિયા વાર્ષિક મળી રહ્યાં છે.