31 વર્ષીય શ્રીલંકાના ખેલાડીની ધરપકડ 6 નવેમ્બરની મધ્યરાત્રિએ થઈ હતી જ્યારે શ્રીલંકાની ટીમ T20 વર્લ્ડ કપમાં પોતાનો પ્રવાસ રોકીને સ્વદેશ પરત જવાની તૈયારી કરી રહી હતી.

નવી દિલ્હી: શ્રીલંકાના ક્રિકેટર ધનુષ્કા ગુણાતિલકા (Sri Lanka Cricket Player Danushka Gunathilaka)ને બળાત્કારના કેસમાં જામીન (danushka gunathilaka granted bail) મળી ગયા છે. સિડનીની ટીમ હોટલમાંથી તેની ધરપકડ (Arrested) કરવામાં આવી હતી, ત્યારબાદ તેને જેલમાં બંધ કરી દેવામાં આવ્યો હતો. તેને શ્રીલંકા ક્રિકેટ એસોસિએશન (Sri Lanka Cricket Association)ની મદદથી જામીન મળી ગયા છે.

ગુણાતિલકાને જમીન માટે 1 કરોડ રૂપિયા જમા કરાવવા પડ્યા હતા. શ્રીલંકાની ટીમ ટી-20 વર્લ્ડ કપમાં તેની સફર પુરી થયા બાદ સ્વદેશ પરત ફરવાની તૈયારી કરી રહી હતી, ત્યારે 31 વર્ષીય શ્રીલંકન ખેલાડી ગુણાતિલકાની 6 નવેમ્બરની મધરાતે ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ કરવામાં આવ્યા બાદ શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે તેના પર તમામ પ્રકારના ક્રિકેટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2022)માં શ્રીલંકાએ તેની આખરી મેચ ઈંગ્લેન્ડ સાથે રમી હતી. જેમાં તેને હારનો સામનો કરવો પડયો. જોકે, ગુણાતિલકા આ મેચ પહેલા ઈજાના કારણે ટીમની બહાર થઈ ગયો હતો. ટીમે તેનું રિપ્લેસમેન્ટ પણ કર્યુ હતું. પરંતુ પછી તે ટીમ મેનેજમેન્ટની સલાહ પર ત્યાં જ રોકાઈ ગયો હતો. ગુણાતિલકા પર એક 29 વર્ષીય મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. મહિલા ડેટિંગ એપ દ્વારા તેના સંપર્કમાં આવી હતી.

કોર્ટે ફગાવ્યા હતા જામીન

મહિલાના આરોપો બાદ ધનુષ્કા ગુણાતિલકાની સિડનીની સસેક્સ સ્ટ્રીટ હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ તેને વીડિયો કોન્ફરન્સ દ્વારા સિડની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અહીં જ તેને જામીન મળી જશે તેવી અપેક્ષા હતી. પરંતુ ત્યારબાદ કોર્ટે જામીન માટે ના પાડી દીધી હતી.

ખેલાડીને ચૂકવવા પડશે 1 કરોડ રૂપિયા

જો કે, હવે 11 દિવસ સુધી જેલના સળિયા પાછળ રહ્યા બાદ ગુણાતિલકા બહાર આવી ગયો છે. સિડનીની સ્થાનિક કોર્ટે તેને જામીન આપી દીધા છે. આ સમાચારથી તેણે અને તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે. જો કે આ રાહતના સમાચારના બદલામાં 1 કરોડ રૂપિયા જમા કરાવવા પડશે.

અગાઉ પણ ઘેરાઇ ચૂક્યો છે વિવાદોમાં

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ગુણાતિલકા વિવાદથી ઘેરાયો હતો. તેની છાપ હંમેશા બેડ બોયની રહી છે. તેને વર્ષ 2018માં 6 મેચો માટે સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો હતો. તે વખતે ધનુષ્કા ગુણાતિલકાના મિત્ર પર નોર્વેની મહિલા સાથે બળાત્કારનો કેસ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here