શનિવારે રાત્રે ડાંગ જિલ્લામાં આવેલા સાપુતારા હિલસ્ટેશન પાસે એક બસ ખીણમાં ખાબકી હતી. જેમાં સવાર બે મહિલા મુસાફરોનાં મૃત્યુ થયાં હતાં. જ્યારે, 30 જેટલા અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે.

1657434770 4378

 

ધ હિંદુના અહેવાલ પ્રમાણે, શનિવારે રાત્રે આઠ વાગ્યાની આસપાસ સુરતના એક ગરબા ગ્રૂપનાં સભ્યો સાપુતારાથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે આ દુર્ઘટના સર્જાઈ હતી.

1657436747 5928

આ દુર્ઘટનામાં બે મહિલ મુસાફરોનાં મૃત્યુ થયાં હોવાનું અને 30 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હોવાનું સ્થાનિકપોલીસે જણાવ્યું હતું.

 

ડાંગ જિલ્લા એસ. પી. રવિરાજસિંહ જાડેજાએ અખબારને જણાવ્યું, “બસમાં સુરતના એક ગરબા ગ્રુપની મહિલાઓ હતી. જેઓ સાપુતારા ફરીને પરત સુરત જઈ રહી હતી. એ વખતે હિલ સ્ટેશનથી લગભગ 3 કિલોમીટર દૂર બસ રસ્તાની રેલિંગ તોડીને ખીણમાં ખાબકી હતી. ઘટનામાં બે મહિલાઓ મૃત્યુ પામી છે. જ્યારે 25થી 30 જેટલી મહિલાઓને સારવાર માટે મોકલવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here